Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » માળા શા માટે ફેરવવામાં આવે છે | why should mala have 108 beads and what is its meaning

માળા શા માટે ફેરવવામાં આવે છે?

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 02:53 PM

સવારના ઊઠતાં-વેત કંઠીના દર્શન શા માટે કરવામાં આવે છે?

 • માળા શા માટે ફેરવવામાં આવે છે | why should mala have 108 beads and what is its meaning
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  त्वं माले सर्वदेवानां प्रीतिदा शुभदा भव l
  शिवं कुरुष्व मे भद्रे यशोवीर्य च सर्वदा ll


  શ્ર્લોકનો અર્થ- હે માળા તું સર્વ દેવોને પ્રીતિ, તેમજ શુભ આપનારી છે, મને તું યશ અને બળ આપ તેમજ સર્વદા મારું કલ્યાણ કર.


  માળા જો સમજણપૂર્વક ફેરવવામાં આવે તો તે માનવને સંસારના ફેરામાથી મુક્ત કરે છે. માળાના મણકે મણકે અંત:કરણપૂર્વક ઈશસ્મરણ કરવું જોઈએ.


  માળા કેવી રીતે કરવી?


  મહર્ષિ પતિંજલિએ પણ યોગદર્શનમાં કહ્યું છે કે માળા સમજણપૂર્વક થાય તો જ તે સાર્થક જપ ગણાય. રામ, કૃષ્ણ, શિવ જેનો જપ કરીએ તેની તનુમૂર્તિ તેમજ ગુણ મૂર્તિ સતત માનસપટ પર સ્થિર રહેવી જોઈએ. મારે પણ તેમના જેવું થવું છે આ ભવના જપ કરતી વેળાએ મનમાં રહેવી જોઈએ.


  માળામાં કેમ 108 મણકા હોય છે અને તેનું શું મહત્વ છે વાંચો આગળની સ્લાઈડમાં.........

 • માળા શા માટે ફેરવવામાં આવે છે | why should mala have 108 beads and what is its meaning
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  માળામાં કેમ 108 મણકા હોય છે અને તેનું શું મહત્વ છે......


  માળામાં રહેલા 108 મણકા પણ સૂચક છે. માણસે શ્વાસે શ્વાસે પ્રભુનામ લેવું જોઈએ. માનવ એક દિવસ લગભગ 21600 શ્વાસ લે છે એવો એક અંદાજ છે. તેમાંથી રાત્રિના અડધા બાદ કરતા બાકી 10800 શ્વાસ રહે. આમ જોતા માણસે રોજ 10800 ભગવાનનું નામ લેવું જોઈએ, પરંતુ હ્રદયપૂર્વક લીધેલું એક નામ 100 નામ બરાબર છે એવું શાસ્ત્રવચન છે. એ રીતે માનવ ખરા હ્રદયથી 108 મણકાની એક માણા ફેરવે તો તેણે શ્વાસે શ્વાસે પ્રભુનામ લીધું  એમ ગણી શકાય.


  વળી 108નો આંકડો ઋગવેદનાં સૂક્તોનો પણ દ્યોતક છે. આ વેદ વિચારને હું 27 નક્ષત્રો X 4 દિશાઓ એટલે કે 108 ઠેકાણે પહોંચાડીશ એવી માણા ફેરવનાર આંતરિક ભાવનાનું અહીં દર્શન છે.  આ રીતે જે પ્રભુનું નામ લે એને પ્રભુનું કામ કરે તેની માળા ફેરવી સાર્થક ગણાય.


  આ દેહનો માલિક ભગવાન છે, ચલાવનાર ભગવાન છે, નિયંતા ભગવાન છે. આપણું શરીર એ ખેતર છે અને ભગવાન એનો માલિક છે. આ ખેતરમાં શું વાવવાનું છે તે ભગવાન નક્કી કરે. આ દેહથી જે કંઈ કાર્ય થાય તે પ્રભુપ્રીત્યર્થે થવું જોઈએ. માનવી તો તેના હાથમાંનું સાધન માત્ર છે.


  આ દેહ ભગવાન તે આપેલો છે અને તેના પ્રતીક માટે આ શરીર પર તુલસીપત્ર કે તેનો દર મુકવો જોઈએ. પરંતુ તુલસી તો સુકાઈ જાય, તેથી મણકા બનાવી દોરામાં પરોવી શરીર ઉપર પહેરી લીધા અને તે એટલે તુલસીની કંઠી. તુલસીની કંઠી એ ભગવદ્ સમર્પિત દેહનું સર્વોચ્ચ પ્રતીક છે. 

 • માળા શા માટે ફેરવવામાં આવે છે | why should mala have 108 beads and what is its meaning

  સવારના ઊઠતાં-વેત કંઠીના દર્શન શા માટે કરવામાં આવે છે?


  સવારના ઊઠતાં-વેત તુલસીની કંઠીના દર્શન એટલા માટે કરવા જોઈએ કારણ કે તે યાદ અપાવે છે કે  આ દેહ મારો નથી પણ ભગવદ્ અર્પિત છે. તેથી આખા દિવસ દરમ્યાન જે પણ કંઈ તારાથી થાય તે ભગવદ્ પ્રીત્યર્થે કરજે. એક વખત આ ભાવ નિર્માણ થયો તો ભગવાને પોતે જ ગીતામાં પાપમુક્તિનું આશ્વાસન આપ્યું છે;


  सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज l
  अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:ll (ગીતા 18/66)


  અર્થ: તું બધા ધર્મો છોડી મારે શરણે આવ. હું તને બધાં પાપોમાંથી મુક્ત કરીશ. તું તેનો શોક ન કર.


  કંઠી એ સર્વોચ્ચ ભક્તિનું પ્રતીક છે. કંઠી એટલે ભગવદ્ પ્રીત્યર્થે દેહનું જીવનનું સમર્પણ. કંઠી એટલે ભગવદ્ અર્પિત થયેલી જીવનની પ્રત્યેક કૃતિ. આજે તો કંઠી પાછળનો સુમધુર ભાવ ચીમળાઈ ગયો છે, જેના કારણે કંઠી માત્ર સંપ્રદાયની છાપ પૂરતી કુંઠિત બની ગઈ છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending

વીડિયો વધુ જુઓ