Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » સાથિયો શા માટે કરવામાં આવે છે? સાથિયો શું સૂચવે છે | The Meaning And Significance Of Swastik

સાથિયો શા માટે કરવામાં આવે છે? સાથિયો શું સૂચવે છે

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 03:09 PM

સાથિયોનું સર્જન કેવી રીતે થયું? સાથિયો કોણે અને ક્યારે કરવો

 • સાથિયો શા માટે કરવામાં આવે છે? સાથિયો શું સૂચવે છે | The Meaning And Significance Of Swastik
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યુટિલિટી ડેસ્ક: સ્વસ્તિક (સાથિયો)એ ભારતિય સંસ્કૃતિનું એક અજોડ પ્રતિક છે. કોઈ પણ મંગળ કાર્યના પ્રારંભમાં બ્રાહ્મણો સાથિયો કરે છે અને મંત્ર બોલે છે, આ મંત્ર એટલે 'સ્વસ્તિમંત્ર'

  स्वस्ति न: इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:
  स्वस्ति नस्तोर्क्ष्यो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पतिर्दधातु


  શ્ર્લોકનો અર્થ: મહાન કીર્તિવાળા ઈન્દ્ર અમારું કલ્યાણ કરો, વિશ્વના જ્ઞાનસ્વરૂપ પૂષાદેવ અમારું કલ્યાણ સાધો. જેમનું હથઇયાર અતૂટ છે એવા ગરુડ ભગવાન, અમારું મંગળ કરો. બૃહસ્પતિ અમારું મંગળ કરો.


  સ્વસ્તિક એટલે કલ્યાણનું કાર્ય, સર્વદિશાઓની સૌરભ, માનવી પુરુષાર્થનું પ્રેરક બળ, સર્જનહારની સહાયનું સૂચન, દેશ અને કાળનું સુભગ સંમિલન.


  કોઈ પણ કાર્ય નિર્વિધ્ન પૂરું થાય એવી ઈચ્છા હો ય તો કાર્યની શરૂઆતમાં મંગલ કરવું જોઈએ. સંસ્કૃત સાહિત્યના મહાકવિઓ પોતાના ગ્રંથની શરૂઆત મંગલનો એક શ્ર્લોક લખીને મંગલમૂર્તિ ભગવાનનું વાઙમયીન પૂજન કરતા હતા, પરંતુ આવા પ્રકારની શ્ર્લોકરચના કરવી એ સામાન્ય માણસને શક્ય નથી. ઋષિઓએ તેમને એક ચિહ્ન આપ્યું અને તે ચિહ્ન એટલે સ્વસ્તિક. અભણ માણસો ચૂંટણી વખતે જેમ નિશાની જોઈને જોતાનો મત આપે છે તેમ સામાન્ય સ્ત્રી-પુરુષો સ્વસ્તિકના પ્રતીક દ્વારા પોતાનાં કાર્યનું માંગલ્ય વાંછે છે.

 • સાથિયો શા માટે કરવામાં આવે છે? સાથિયો શું સૂચવે છે | The Meaning And Significance Of Swastik
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  સ્વસ્તિક શબ્દ 'सु+अस्' ધાતુમાંથી બનેલો છે. 'सु' એટલે સારું, કલ્યાણમય, મંગલ અને 'अस' એટલે સત્તા, અસ્તિત્વ. સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને તેનું પ્રતીક એટલે સ્વસ્તિક (સાથિયો). સ્વસ્તિ ભાવનામાં જ માનવનો તેમજ વિશ્વનો વિકાસ રહેલો છે. 


  સ્વસ્તિક એ અતિ પ્રાચિન માનવે નિર્માણ કરેલું સર્વપ્રથમ ધર્મપ્રતીક છે, એવું માનવમાં આવે છે. પ્રાચીન માનવ વડે પૂજાતા અનેક દેવોનો સ્વસ્તિકમાં સમાવેશ થયો છે. દેવોની શક્તિ અને માનવીની શુભકામના એ બન્નેમાં સંમિલિત સામર્થ્યનું પ્રતીક એટલે જ સ્વસ્તિક.


  સ્વાસ્તિકમાં  ઊભી લીટી એ જ્યોતિર્લિંગનું સૂચન કરે છે. જ્યોતિર્લિંગ એ વિશ્વની ઉત્પતિનું મૂળ કારણ છે. આડી રેખા એ વિશ્વનો વિસ્તાર બતાવે છે. ઈશ્વરે જ આ વિશ્વ નિર્ણાણ કર્યું છે અને દેવોએ પોતાની શક્તિ ખર્ચી તેનો વિસ્તાર કર્યો; એવો મૂળ સ્વસ્તિકનો ભાવાર્થ છે. સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુના ચાર હાથ. ભગવાન વિષ્ણુ પોતાના ચાર હાથથી ચારે દિશાનું પાલન કરે છે. ભગવાનના ચાર હાથ મને સહાય કરનારા છે. તેમજ ચારે દિશાઓ મને મારાં કાર્યક્ષેત્રનું સૂચન કરે છે.  બધાંનું બધી રીતે ભલું થાઓ એવો આ પ્રતીકનો ભાવ છે. 

 • સાથિયો શા માટે કરવામાં આવે છે? સાથિયો શું સૂચવે છે | The Meaning And Significance Of Swastik

  સ્વસ્તિકનું મધ્યબિંદુ એ વિષ્ણુ ભગવાનનું નાભિકમળ-બ્રહ્માનું સ્થાન છે. એ ઉપરથી એવું પણ અનુમાન થઈ શકે કે સ્વસ્તિક એ સર્જનનું પણ પ્રતીક છે. સ્વસ્તિકની પાછળ એક યા બીજી રીતે મંગલમય સદભાવના છુપાયેલી છે. વિવાહ પ્રસંગે પણ સાથિયાનું ખૂબ મહત્વ છે. પરણનાર વરવધૂ આજીવન સખ્ય રહે તે માટે બન્નેએ પોતાની દ્રષ્ટિ તે મંગલ ક્ષણે સ્વસ્તિક પર સ્થિર કરવી જોઈએ. નવજાત શિશુને પણ છઠ્ઠીના દિવસે સ્વસ્તિક કાઢેલા વસ્ત્ર પર સુવાડવામાં આવે છે, તેનો હેતુ જીવનમાં બાળકને સ્વસ્તિકક્ષેમ પ્રાપ્ત થાય એ જ છે. વિખૂટા પડેલા પ્રિજનોનો ફરી સંયોગ થાય તે માટે પણ સ્વસ્તિકની પૂજા કરવાની પ્રથા કેટલેક ઠેકાણે પ્રચલિત છે. દિવાળીના દિવસે ચોપડાપૂજન કરી તેમાં કુમકુમ સાથિયા કાઢવા પાછળ પણ નવું વર્ષ સૌભાગ્યસંપન્ન, સમૃદ્ધ અને માંગલિક બને એ ભાવ રહેલો છે. 

   

  સ્વસ્તિક એ શાંતિ, સમૃદ્ધિ અને માંગલ્યનું પ્રતીક હોવાથી કેટલીક સૌભાગ્યવતી સ્ત્રીઓ ચાતુર્માસમાં સ્વસ્તિક વ્રત કરે છે. આ વ્રતમાં રોજ સ્વસ્તિક કાઢી તેની પૂજા કરવાની હોય છે. ચાતુર્માસમાં મંદિરમાં ભગવાનની પાસે સાથિયો અને અષ્ટદળની રંગોળી કાઢનાર સ્ત્રીને વૈધવ્યનો ભય રહેતો નથી, એવું પદ્મપુરાણમાં કહ્યું છે. ઘરનાં બારણા પાસે બહેનો સાથિયા કરે છે તેની પાછળ પણ આજ ભાવ છે, બારણા પર સ્વસ્તિકનું ચિત્ર ચીતરીને બહેનો ભાવનાપૂર્વક ઈશ્વર પાસે માંગે છે કે પ્રભુ મારા ધરમાં જે કંઈ અન્ન, વસ્ત્ર ઈત્યાદિ વૈભવ આવે તે પવિત્ર રહેવા દો. અનર્થથી મેળવેલો વૈભવ પણ જીવનમાં અનર્ત સર્જે છે. બહારથી હસતું પણ અંદરથી રડતું જીવન મને માન્ય નથી-ભારતીય નારીની આ મંગલ ભાવનાનું મૂર્તિમંત પ્રતીક એટલે સ્વસ્તિક. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મે પણ સ્વસ્તિકને પૂજ્ય માન્યું છે. 

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending

વીડિયો વધુ જુઓ