Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » જનોઇ એક સંસ્કાર, Hindu Religion and Tradition about wearing Janeu

જનોઇના 3 દોરામાં હોય છે 9 તાર, બચાવે છે બ્લડપ્રેશર, પેટની સમસ્યા સહિત અનેક બીમારીઓમાંથી

Divyabhaskar.com | Updated - Jul 07, 2018, 10:00 AM

10 વર્ષથી નાની ઉંમરના બ્રાહ્મણ બાળકોને જનોઇ પહેરાવવામાં આવે છે

  • જનોઇ એક સંસ્કાર, Hindu Religion and Tradition about wearing Janeu
    પેશાબ કરતાં પહેલાં જનોઇને જમણા કાન પર લપેટવાથી શુક્રાણુની રક્ષા થાય છે

    ધર્મ ડેસ્ક: હિંદુ ધર્મમાં 16 સંસ્કાર વિશે જણાવવામાં આવ્યું છે. તેમાંનો જ એક છે યજ્ઞોપવિત્ર સંસ્કાર. અત્યારના સમયમાં આ સંસ્કાર માત્ર બ્રાહ્મણોમાં જ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા અનુસાર, આ સંસ્કારમાં 10 વર્ષથી નાની ઉંમરના બ્રાહ્મણ બાળકોને જનોઇ પહેરાવવામાં આવે છે. જનોઇને યજ્ઞોપવિત્ર પણ કહેવામાં આવે છે. આ સૂતરનો બનેલો એક દોરો છે, જેને ખભાની ઉપર અને જમણા ખભાની નીચે પહેરવામાં આવે છે. એટલે તેને ગળામાં એ રીતે પહેરવામાં આવે છે કે, એ ડાબા ખભાની ઉપર રહે છે. જનોઇ પહેરવાથી ઘણી બીમારીઓથી બચાવ થાય છે.

    ત્રણ સૂત્ર કેમ?


    જનોઇમાં મુખ્ય ત્રણ દોરા હોય છે. આ ત્રણ સૂત્ર દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણનાં પ્રતીક હોય છે. સાથે-સાથે તેને ગાયત્રી મંત્રના ત્રણ ચરણો અને ત્રણ આશ્રમોનું પ્રતીક પણ માનવામામ આવે છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞોપવિત્રને ઉતારી દેવામાં આવે છે.

    દરેક દોરામાં હોય છે 3 તાર


    યજ્ઞોપવિત્રના દરેક દોરામાં ત્રણ-ત્રણ તાર હોય છે. આ રીતે તેમાં કુલ નવ તાર હોય છે. એક મુખ, બે નાસિકા, બે આંખ, બે કાન, મળ અને મૂત્રના બે દ્વાર મિક્સ કરી કુલ નવ હોય છે.

    જનોઇમાં હોય છે પાંચ ગાંઠ


    યજ્ઞોપવિત્રમાં પાંચ ગાંઠ મારવામાં આવે છે, જે બ્રહ્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક છે. આ પાંચ યજ્ઞો, પાંચ જ્ઞાનેદ્રિંયો અને પંચ કર્મોનું પ્રતીક માનવામાં આવે છે.

    જનોઇ પહેરવાના નિયમ


    ૧. મળ-મુત્ર કરતાં પહેલાં જનોઇને જમણા કાન પર ચઢાવી દેવી જોઇએ અને હાથ સ્વચ્છ કર્યા બાદ જ ઉતારવી જોઇએ. તેનાથી જનોઇ અપવિત્ર નથી થતી.

    ૨. જનોઇનો તાર તૂટી જાય કે છ મહિનાથી વધુ સમય થઈ જાય તો તેને બદલી દેવી જોઇએ.

    ૩. જન્મ-મરણના સૂતક બાદ પણ જનોઇને બદલવાની પરંપરા છે.

    ૪. યજ્ઞોપવિત્રને શરીરની બહાર ન કાઢી શકાય. સાફ-સફાઇ કરવા માટે તેને કંટઃઅમાં પહેરી ફેરવીને ધોઇ લેવામાં આવે છે. ભૂલથી ઉતરી જાય તો, પ્રાયશ્ચિત કરી લેવું જોઇએ.

    જનોઇ પહેરવાના ફાયદા


    ૧. પેશાબ કરતાં પહેલાં જનોઇને જમણા કાન પર લપેટવાથી શુક્રાણુની રક્ષા થાય છે અને સૂર્ય નાડી જાગૃત થાય છે. સાથે-સાથે પેટ સંબંધિત બીમારી અને બ્લડ પ્રેશરની બીમારીથી પણ રક્ષણ મળે છે.

    ૨. વારંવાર ખરાબ સપનાં આવતાં હોય તો, જનોઇ ધારણ કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.

    ૩. જનોઇ ધારણ કરવાથી યાદશક્તિ વધે છે, માટે જ નાની ઉંમરમાં જ બાળકોનો યજ્ઞોપવિત્ર સંસ્કાર કરી દેવામાં આવે છે.

    ૪. જનોઇ પહેરવામાં મનમાં પવિત્રતાનો અહેસાસ હોય તો, વ્યક્તિ ખરાબ કામો તરફ આકર્ષાતી નથી.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending