Home » Jeevan Mantra Junior » Sanskar Aur Sanskriti » ગુપ્ત નવરાત્રિ, 14 જુલાઈએ શરૂ થશે કરો કાળ અને કાળીની આરાધના Gupt Navaratri will start on 14 July do puja to Goddess Mahakali and Mahakal

14મીએ શરૂ થશે અષાઢી નવરાત્રિ, મહાકાલ અને મહાકાલીની પૂજાથી મેળવો વિશેષ સિદ્ધિઓ

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 04:43 PM

એક વર્ષમાં 4 નવરાત્રિ હોય છે, મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહે છે

  • ગુપ્ત નવરાત્રિ, 14 જુલાઈએ શરૂ થશે કરો કાળ અને કાળીની આરાધના Gupt Navaratri will start on 14 July do puja to Goddess Mahakali and Mahakal

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મ પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે પરંતુ સામાન્ય લોકો માત્ર 2 નવરાત્રિ(ચૈત્ર અને શારદીય નવરાત્રિ) વિશે જ જાણતા હોય છે. તે સિવાય અષાઢ અને માઘ માસમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહે છે. આ વર્ષે અષાઢી નવરાત્રિની શરૂઆત 14 જુલાઈથી થઈ રહી છે જે 21 જુલાઈ શનિવાર સુધી ચાલશે.

    કેમ વિશેષ હોય છે આ નવરાત્રિ?


    અષાઢ માસની ગુપ્ત નવરાત્રિમાં વામાચાર પદ્ધતિથી ઉપાસના કરવામાં આવે છે. આ સમયે શક્તિ(મહાકાળીની પૂજા કરનાર) તથા શૈવ(ભગવાન શિવની પૂજા કરનાર) ધર્માવલંબિઓ માટે પૈશાચિક, વામાચારી ક્રિયાઓ માટે વધુ શુભ તથા ઉપયુક્ત હોય છે. તેમાં પ્રલય તથા સંહારના દેવતા મહાકાલ અને મહાકાલીની પૂજા કરવામાં આવે છે.

    આ ગુપ્ત નવરાત્રિમાં સંહારકર્તા દેવી-દેવતાઓના ગણો તથા ગણિકાઓ અર્થાત્ ભૂત-પ્રેત, પિશાચ, બેતાલ, કાકિની, શાકિની, ખંડગી, શૂલની, શબવાહની, શબરુઢા વગેરેની સાધના કરવામાં આવે છે. આવી સાધનાઓ શાક્ત મતાનુસાર ઝડપથી સફળ થાય છે. દક્ષિણી સાધના, યોગિની સાધના, ભૈરવી સાધનાની સાથે જ પંચ મકાર(મદ્ય(દારુ), માછલી, મુદ્રા, મૈથુન, માંસ)ની સાધના પણ આ નવરાત્રિમાં કરવામાં આવે છે.

    વર્ષમાં ક્યારે-ક્યારે આવે છે નવરાત્રિ-

    હિન્દુ ધર્મ પ્રમાણે એક વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે. વર્ષમાં ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિને ચૈત્રી નવરાત્રિ કહે છે. અષાઢ માસમાં બીજી નવરાત્રિ, ત્યારબાદ આસો મહિનામાં શારદીય નવરાત્રિ અને માઘ(માહ) મહિનામાં ચોથી નવરાત્રિ આવે છે. માહ અને અષાઢી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહે છે. ભાગવત તથા અન્ય ધાર્મિક ગ્રંથોમાં ગુપ્ત નવરાત્રિ ઉજવવાનો ઉલ્લેખ જોવા મળે છે. આસો માસની નવરાત્રિ મુખ્ય ગણાય છે જેમાં ગરબા દ્વારા આરધના કરવામાં આવે છે. અષાઢી અને માહની નવરાત્રિ ગુપ્ત હોય છે જેની સામાન્ય લોકોને જાણ નથી હોતી. એટલે તેને ગુપ્ત નવરાત્રિ કહે છે. આ નવરાત્રિમાં ખાસ કરીને ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. સાધકો આ સમયમાં વિશેષ સાધના કરે છે અને ચમત્કારિક શક્તિઓ પ્રાપ્ત કરે છે.

    ધનલાભ માટે કરો ઉપાય-

    ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગમે તે દિવસે દરેક કાર્યોથી નિવૃત્ત થઇને ઉત્તર દિશા તરફ મોં કરીને પીળા આસન પર બેસી જાઓ. પોતાની સામે તેલના 9 દીવા પ્રગટાવો. આ દીવા સાધનાકાળ સુધી પ્રગટાવી રાખવા. દીવાની સામે લાલ ચોખાની એક ઢગલી બનાવો તે પછી તેના પર એક શ્રી યંત્ર રાખીને કંકુ, ફૂલ, ચોખા, ધૂપ તથા દીવાથી પૂજન કરો. ત્યાર પછી એક પ્લેટ પર સ્વસ્તિક બનાવીને તેને પોતાની સામે રાખીને પૂજા કરો. શ્રી યંત્રને પોતાના પૂજા સ્થળ પર સ્થાપિત કરી લો અને બાકી વધેલ શેષ સામ્રગીને નદીમાં પ્રવાહિત કરી દો. આ પ્રયોગથી તમારા ઘરમાં નિરંતર ધનઆગમન થશે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending