1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Kahani Aur Kisse » Know the worship of Goddess Sitala devi, importance and story of Sitla Satam

છઠ્ઠ+સાતમઃ સ્વાસ્થ્ય ને ધનધાન્યમાં વૃદ્ધિ કરશે આ દેવી, સાતમની કથા+મહત્વ!

Divyabhaskar.com | Last Modified - Aug 12, 2017, 05:00 PM IST

છઠ્ઠ+સાતમઃ ધન-ધાન્યમાં વૃદ્ધિ કરે છે આ ઉત્સવ, જાણો ધાર્મિક મહત્વ+કથા

 • Know the worship of Goddess Sitala devi, importance and story of Sitla Satam
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે. કારણ કે આ મહિનામાં આવતાં હિઁદુ ધર્મના મહત્વના તહેવારોમાં ભક્તિ સાથે ઉજવણીનો સંગમ હોય છે. આ દિવસોમાં તમામ પરિવારો અને મંદિરોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહે છે. 13 ઓગસ્ટે રાંધણ છઠ હોવાથી તહેવારોનો શુભારંભ થઇ ગયો છે. સોમવારે એટલે કે 14 ઓગસ્ટે શીતળા સાતમ છે. આ શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા-વિધિથી સંપૂર્ણ વર્ષ સુખી અને રોગમુક્ત રહેવા માટે ઘણાં પ્રયાસો કરે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કંઈ રીતે ઉજવાય છે રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ. સાથે જ વ્રત અને પૂજાવિધિ વિશે પણ તમે જાણી શકશો.
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શું છે શીતળા સાતમની પરંપરા......
  (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
 • Know the worship of Goddess Sitala devi, importance and story of Sitla Satam
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  શ્રાવણ વદ છઠ્ઠ અને સાતમ આ બન્ને દિવસ હિન્દુ ધર્મમાં ઘણી રીતે મહત્વના બની જાય છે. શ્રાવણ વદ છઠ્ઠના દિવસ બધી રસોઈ બનાવી લેવામાં આવે છે અને સાતમના દિવસે તે ઠંડી રસોઈ જ આરોગવામાં આવે છે. આ દિવસે રસોઈના ચુલાનું પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત શીતળા માતાના મંદિરે છઠ્ઠના રોજ બનાવેલી રસોઈનો ભોગ ધરવામાં આવે છે.
   
  છઠના દિવસે ઘેર ઘેર નિત નવા વ્યંજનો બનાવવામાં આવે છે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે.
   
  લોકમાન્યતા મુજબ છઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે. જેથી લોકો રાંધણ છઠની રાત્રે ઘરના ચુલાની સાફ-સફાઈ અને પૂજા કરીને ચૂલો ઠારી દે છે. ત્યારબાદ સાતમના દિવસે છઠનું જ ઠંડુ ભોજન લેવાનું હોય છે.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શું છે શીતળા સાતમની પરંપરા......
 • Know the worship of Goddess Sitala devi, importance and story of Sitla Satam
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શું છે શીતળા સાતમની પરંપરાઃ-
   
  છઠ્ઠના દિવસે સાંજે સાતમની વિધિ અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. છઠ્ઠના દિવસે રાત્રે બધી રસોઈ પૂરી કર્યા પછી ચૂલાને ઠારી-બંધ કરી તેના પર રૂના પૂમડા તથા ફૂલની માળા, કંકુ, ચંદન, ચોખા વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે. સાતમની સવારે સાંજે બનેલી વાનગીને એક થાળમાં લઈ ઠંડું દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાના મંદિરે પૂજન કરવામાં આવે છે. પછી ફૂલહાર ચઢાવી પોતાની મનોકામના મનમાં વ્યક્ત કરી નમસ્કાર કરવા. આ પૂજન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, સંતાન હોય પણ જો તે રોગગ્રસ્ત રહેતું હોય તો તેને ફાયદો મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત જરૂર કરવું જોઈએ.
   
  કથાઃ-
   
  કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા.
   
  રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શીતળા દેવીએ શ્રાપ આપ્યો કે- "જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો..."
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શીતળા સાતમનું શું છે રહસ્ય....
 • Know the worship of Goddess Sitala devi, importance and story of Sitla Satam
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ જોઈને નાની વહું કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન-વન ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. તે ત્યાં ગઈ, તે ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ‘‘ જેની મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો. ’’ એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શીતળા સાતમનું શું છે રહસ્ય....
 • Know the worship of Goddess Sitala devi, importance and story of Sitla Satam
  શું રહસ્ય છે ઉત્સવમાં-
   
  આપણા ઘણાં ઉત્સવ પ્રાદેશિક હોય છે. આ ઉત્સવ પણ આપણા વડીલોએ ઘણી બાબતો વીચારીને કર્યા છે. પહેલાના જમાનામાં શિતળા નામનો રોગ થતો હતો. વળી, આ સમય શ્રાવણનો છે, જે વરસાદનો સમય છે. આ સમયમાં શરીરને રોગપ્રતિકારક શક્તિની ખાસ જરૂર હોય છે. તેથી એક દિવસ ભોજનમાં રુખુ-સુકુ ચલાવીને શરીરને આરામ આપવાની વાત છે. જો કે હાલ તો અનેક વાનગીઓ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. વળી, વ્યાવહારિક કારણ એવું છે કે રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ કરી સાતમના દિવસે સ્ત્રીઓ રસોઈના કામમાંથી મુક્ત રહી શકે જેથી કરીને આવનારા બે દિવસ જન્માષ્ટમી અને પારણાનોમની તૈયારી થઈ શકે છે.
   
  આ ઉપરાંત ધાર્મિક મહત્વ એવું છે કે આપણું પાલન-પોષણ કરનાર અન્નને જેમ શાસ્ત્રઓએ દેવતા કહ્યા છે તે રીતે અગ્નિને પણ દેવતા કહ્યા છે. તેના પૂજનની પણ આ એ પ્રચલિત વિધિ છે. શીતળા માતા ઘરમાં બધા પ્રકારના તાપ-સંતાપ અને ઉત્તાપને શાંત કરનાર દેવી છે. આવા કારણો છે જે આપણને આ તહેવારોથી જોડી રાખે છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending