1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Kahani Aur Kisse » Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact

રામાયણ સાથે જોડાયેલાં 8 સવાલ, જેના જવાબ પાછળ છુપાયા છે ખાસ રહસ્ય

Divyabhaskar.com | Last Modified - Oct 12, 2017, 02:10 PM IST

રામ વનમાં જઈ રહ્યા હતા તે વખતે ભરત પોતાના નાના ભાઈ શત્રુગ્નની સાથે મોસાળમાં હતા

 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ધર્મગ્રંથ હિન્દુ ધર્મમાં માનનારા માટે રામાયણ અને મહાભારત આસ્થાનો વિષય હોય છે. તેની સાથે જોડાયેલ અનેક એવી વાતો છે જે ગ્રંથો વિશે જ્યારે જોવા કે સાંભળવા મળે છે તો અનેક પ્રશ્નો મનમાં પેદા થવા લાગે છે. તમારા મગજમાં પણ ઘણીવાર એવા જ પ્રશ્ન પેદા થતાં હશે તો આજે અમે તમને અહીં કેટલાક રોચક પ્રશ્નના જવાબ બતાવી રહ્યા છે જે તમારી જિજ્ઞાસાને શાંત કરવાની સાથે-સાથે જ તમારું જ્ઞાન પણ વધારશે. અહીં જાણો રામાયણ સાથે જોડાયેલ કેટલાક એવા જ પ્રશ્નોના જવાબ....
  આગળની સ્લાઈ્ડસમાં વાંચો....

  પ્રશ્ન-1- શ્રીરામે વાલી ઉપર પાછળથી કેમ માર્યો?
  પ્રશ્ન-2-સીતાએ સ્વયંવર દ્વારા જ રામે કેમ પસંદ કર્યા?
  પ્રશ્ન-3-ભરત રાજગાદી ઉપર કેમ ન બેઠો?
  પ્રશ્ન-4-મંથરાનું શ્રીરામ સાથે શું વેર હતું?
  પ્રશ્ન-5-શ્રવણ કુમારની કથાનું શું મહત્વ છે?
  પ્રશ્ન-6-રામસેતુ બાંધકામમાં પત્થર કેવી રીતે તરી ગયા?
  પ્રશ્ન-7-રાવણના દસ માથા કેમ હતા?
  પ્રશ્ન-8-લવ-કુશ અને હનુમાનની વચ્ચે યુદ્ધ કેમ થયું?
 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  પ્રશ્ન-1- શ્રીરામે વાલી ઉપર પાછળથી કેમ માર્યો?
   
  જવાબઃ- શ્રીરામ દ્વારા વાલીનો વધ કરવાની કથા રામચરિતમાનસના કિષ્કિંધાકાંડમાં મળે છે. આ એક વિવાદિત પ્રશ્ન રહ્યો છે કે મર્યાદાના રક્ષક શ્રીરામે વાલીનો વધ છુપાઈને પાછળથી કેમ કર્યો હતો.
   
  તુલસીદાસે એક ચોપાઈ- 
   
  धर्म हेतु अवतरेहु गोसाईं। 
  मारेहु मोहि ब्याध की नाईं।

   
  દ્વારા આ પ્રશ્નને ઊઠાવ્યો છે કે, વાલીને મરતી વખતે પૂછ્યું કે, રામ તમે ધર્મના રક્ષણ માટે અવતાર લીધો છે, પંરુત મને શિકારીની જેમ છુપાઈને કેમ માર્યો. તેના જવાબમાં આગલી ચોપાઈમાં રામજી જવાબ આપે છે.
   
  अनुज बधू भगिनी सुत नारी।सुनु सठ कन्या सम ए चारी।
  इन्हहि कुदृष्टि बिलाकइ जोई। ताहि बंधें कुछ पाप न होई।

   
  અર્થાત્ રામજી બોલ્યા અરે મૂર્ખ સાંભળ. નાના ભાઈની પત્ની, બહેન, પુત્રની પત્ની અને પુત્રી આ ચારેય સમાન છે. તેમને જે પણ ખરાબ દ્રષ્ટિથી જુએ છે તેને મારવામાં કોઈ જ પાપ નથી લાગતું. ધ્યાન રહે કે વાલીએ સુગ્રીવને માત્ર રાજ્યથી બહાર કાઢ્યો હતો એટલું જ નહીં પણ તેની પત્ની પણ છીનવી લીધી હતી. ભગવાન રામે ક્રોધ એટલા માટે હતો કે જે વ્યક્તિ સ્ત્રીનું સન્માન નથી કરતો તેને સામી છાતીએ મારો કે છુપાઈને મારો કોઈ જ ફરક પડતો નથી. મૂળ વાત એ છે કે તેને દંડ મળવો જ જોઈએ. આખરે ભગવાને વાલીને દંડ આપ્યો.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો....
 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  વાલ્મિકી રામાયણમાં જનક દ્વારા સીતા માટે વીર્ય શુલ્કનું સંબોધન મળે છે
  પ્રશ્ન-2-સીતાએ સ્વયંવર દ્વારા જ રામે કેમ પસંદ કર્યા?
   

  જવાબઃ- સ્વયંવર બે શબ્દ સાથે જોડાયેલ છે સ્વયં અને વર. તેનો આશય છે કે કન્યા પોતે જ પોતાના વરની પસંદગી કરે. પ્રાચીનકાળથી જ ભારતમાં આ પ્રથા હતી. જેમાં કન્યાએ એવો અધિકાર પ્રાપ્ત થતો હતો કે તે પોતાને અનુકૂળ વરની પસંદગી કરે. પાર્વતી દ્વારા શિવની પસંદગી, સીતાનો સ્વયંવર અને દ્વોપદીના અર્જુનની સાથે લગ્ન હંમેશા આ પરંપરાના ઉદાહરણ છે. રામ અને કૃષ્ણ યુગમાં આ પ્રથાની સાથે જ વરના શૌર્ય પ્રદર્શનને પણ જોડવામાં આવેલું. રામે જનકના દરબારમાં ભગવાન શંકરના ધનુષ ઊઠાવવાથી સીતા અને અર્જુનને માછલીની આંખ બાણથી વિધવાને કારણે દ્વોપદી પ્રાપ્ત થયેલી.
   
  સીતાને સ્વયંવરની કથા વાલ્મિકી રામાયણ અને રામચરિતમાનસના બાળકાંડ સહિત બધી રામકથાઓમાં મળે છે. વાલ્મિકી રામાયણમાં જનક દ્વારા સીતા માટે વીર્ય શુલ્કનું સંબોધન મળે છે. જેનો અર્થ છે જનકે એવો નિશ્ચય કર્યો હતો કે જે વ્યક્તિ પોતાના પરાક્રમના પ્રદર્શન રૂપી શુલ્કને આપવામાં સમર્થ હશે, તે સીતા સાથે લગ્ન કરશે. તેને અર્થ છે કે વીર્યશુલ્કા કન્યા અર્થાત્ સીતા માટે સ્વયંવરનું આયોજન કર્યું. એક પ્રકારે આ પ્રથા તત્કાલીન સમાનમાં સ્ત્રીના સશક્તિકરણનું શ્રેષ્ટ ઉદાહરણ હતું. જેમાં પોતાના જીવનસાથી પસંદ કરવા માટે પિતાના આગ્રહ કે દુરાગ્રહથી નહીં પણ કન્યાને જ વરની પસંદગીનો સામાજિક અધિકાર પ્રાપ્ત થયેલો હતો.
   
 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  રામ વનમાં જઈ રહ્યા હતા તે વખતે ભરત પોતાના નાના ભાઈ શત્રુગ્નની સાથે મોસાળમાં હતા
  પ્રશ્ન-3-ભરત રાજગાદી ઉપર કેમ ન બેઠો?
   
  જવાબઃ દશરથના ચાર પુત્રમાં ભરત દશરથની પ્રિય રાણી કૈકેયી દ્વારા જનમ્યો હતો. રામકથામાં બધા વિવાદ તેને લઈને જ થયા હતા. દશરથે જ્યારે રામને રાજા બનાવવાની તૈયારી કરી, ત્યારે કૈકેયી પોતાના પુત્ર ભરતને રાજ્ય આપવા માટે દશરથ સમક્ષ જીદ્દ કરી બેઠી. ભૂતકાળમાં આપેલા વચન સાથે બંધાયેલ હોવાને લીધે દશરથે રામને વનવાસ આપ્યો અને ભરતને રાજ્યની જવાબદારી આપી દીધી. તેની સાથે જ દશરથના પ્રાણનો અંત આવી ગયો. રામ અને લક્ષ્મણ સીતાની સાથે વનમાં ચાલ્યા ગયા. આ આખી ઘટનાક્રમ બની તે વખતે ભરત પોતાના નાના ભાઈ શત્રુગ્નની સાથે મોસાળમાં હતા.
   
  ભરત અને શત્રુગ્ન અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને વિવાદના કારણની જાણ થઈ, તો તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. તેમને રામને વનમાંથી પાછા અયોધ્યા લાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ સફળતા ન મળવાને લીધે રામના ખડાઉ જ લઈને પાછા ફર્યા અને તેને રાજગાદી ઉપર મૂકીને રાજ-કાજ ચલાવ્યું. રામના વનવાસનો સમયગાળો 14 વર્ષ હતો. આ દરમિયાન ભરત પણ અયોધ્યાની પાસે નંદીગ્રામમાં તપસ્વી જીવન વિતાવતા રહ્યા. ભરતનું ચરિત્ર રાજ્યને બદલે ભાતૃપ્રેમ અને ત્યાગનું ઉદાહરણ છે. તેમને રાજા બનવા છતાં પણ રાજ્યસુખ ગ્રહણ ન કરેલું, કારણ કે તેઓ પરિવારમાં ધન માટે વિવાદનું કારણ બનવા માગતા ન હતા. ભરતનો ત્યાગ તેને યશસ્વી બનાવી ગયો.
 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  દેવતાઓએ જ્ઞાનની દેવી સરસ્વતીની મદદથી કૈકેયીની દાસી મંથરાની મતિ ભ્રષ્ટ કરી દીધી
  પ્રશ્ન-4-મંથરાનું શ્રીરામ સાથે શું વેર હતું?
   
  જવાબઃ- મંથરા રામકથાનું એક મહત્વપૂર્ણ પાત્ર છે, જે દશરથની સૌથી પ્રિય અને સુંદર રાણી કૈકેયીની દાસી હતી અને લગ્નમાં પિતા દ્વારા કૈકેયીને દહેજમાં આપવામાં આવી હતી. મંથરાએ કૈકેયીને ભડકાવી હતી, જેને કારણે કૈકેયીએ રામને રાજ્યાભિષેકમાં વિઘ્ન ઊભું કર્યું અને મંથરાએ જ બતાવેલા બે વચન દશરથ પાસે માંગીને આખા પરિવારને સંકટમાં નાખી દીધો. વાલ્મિકી રામાયણ અને શ્રીરામચરિત માનસ સહિત રામકથાઓના અન્ય સંસ્કરણોમાં મંથરાનું ચરિત્ર અને તેની ભૂમિકા મોટાભાગે એક સરખી જ છે. ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના રામચરિતમાનસના અયોધ્યાકાંડમાં તેની પાછળ દેવતાઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.
   
  સંદર્ભ છે કે જ્યારે દશરથે રામને રાજા બનવાનો નિશ્ચય કર્યો અને અવધમાં તૈયારીઓ શરૂ થઈ, દેવતાઓ ઘબરાઈ ગયા. તેમનો ઉદ્દેશ્ય હતો રામ વનમાં જાય જેથી તેના બહાને રાવણ સહિત અન્ય રાક્ષસોનો વધ કરી શકાય. આ કારણે જ રામનો અવતાર થયો હતો, પરંતુ જ્યારે રાજ્યાભિષેકની તૈયારીઓ શરૂ થઈ, ત્યારે રામે વન મોકલવાના ઉદ્દેશ્યથી દેવતાઓએ જ્ઞાનની દેવી સરસ્વતીની મદદથી કૈકેયીની દાસી મંથરાની મતિ ભ્રષ્ટ કરી દીધી. પરિણામસ્વરૂપે મંથરાના મનમાં મોહ પેદા થયો, લોભ અને ક્રોધના વિકારમાં આવીને તેને કૈકેયીને ભડકાવી દીધી. મંથરાનું રામ સાથે તો કોઈ વેર ન હતું, પરંતુ તે તુલસીદાસજીના શબ્દોમાં જ પોતાની એક ભૂલ કારણે હંમેશા અપયશનું પાત્ર બની ગઈ.
 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  શ્રાવણનો અર્થ સાંભળવું અને એક નક્ષત્રના નામના રૂપમાં ઓળખવામાં આવ્યું છે
  પ્રશ્ન-5-શ્રવણ કુમારની કથાનું શું મહત્વ છે?
   
  જવાબઃ- શ્રાવણનો અર્થ સાંભળવું અને એક નક્ષત્રના નામના રૂપમાં ઓળખવામાં આવ્યું છે, પરંતુ શ્રીરામકથામાં શ્રવણકુમાર એક મહત્વપૂર્ણ પાત્ર છે. જેના વિશે વાલ્મિકી રામાયણમાં અયોધ્યાકાંડના 64માં અધ્યયમાં કથા પ્રાપ્ત થાય છે. શ્રીરામના વનગમનથી દુઃખી દશરથે પોતાના મૃત્યુ પહેલાં રાણી કૌશલ્યાને આ કથા જણાવી હતી. તે પ્રમાણે દશરથ શબ્દભેદી બાણ ચલાવે છે અર્થાત્ શબ્દ અને ધ્વનિ સાંભળીને બાણ ચલાવવામાં સમર્થ હતા.
   
  એક દિવસ ભૂલથી હિંસક પશુના ભ્રમમાં તેમને એક મુનિ ઉપર જેમના માતા-પિતા વૃદ્ધ અને નેત્રહીન હતા, તેમની ઉપર બાણ ચલાવ્યું. પોતાના એકના એક પુત્રનો વધ થયાનું સાંભળીને મુનિએ દશરથને પુત્ર વિયોગમાં પ્રાણ ત્યાગવાનો શ્રાપ આપી દીધો. પોતાના અંતિમ સમયમાં દશરથે કૌશલ્યાએ જણાવ્યું કે તેમના પ્રાણ પણ પુત્ર વિયોગમાં જ જશે. કારણ કે તેમના હાથે મુનિ કુમારના વધનું પાપ થયું છે અને તે મુનિના શ્રાપથી ગ્રસ્ત છે. રામાયણમાં બતાવ્યા પ્રમાણે મુનિ કુમાર જ મળે છે, શ્રવણ નામ નથી, પરંતુ અન્ય પુરાણોમાં આ કથા શ્રવણના રૂપમાં પ્રાપ્ત થાય છે. જેના વિશે એવું કહેવાય છે કે તે કાવડમાં બેસાડીને પોતાના માતા-પિતાને તીર્થ યાત્રાએ લઈ ગયો હતો.
   
 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શ્રીરામે ગુસ્સામાં આવી પોતાનું ધનુષ-બાણ ઊઠાવ્યું અને સમુદ્રને સૂકવી નાખવા માટે પ્રયાસ કરેલો
  પ્રશ્ન-6- રામસેતુ બાંધકામમાં પત્થરો કેવી રીતે તરી ગયેલા?
   
  જવાબઃ માતા સીતાની શોધ માટે જ્યારે પ્રભુ શ્રીરામની સેના લંકા તરફ જઈ રહી ત્યારે રસ્તામાં વિશાળ સમુદ્ર મોટી બાધા બનીને ઉપસ્થિત થયો. સેના સહિત સમુદ્રને પાર કરવો લગભગ અશક્ય હતું. ત્રણ દિવસની રાહ જોયા પછી જ્યારે કોઈ વિકલ્પ ન દેખાયો ત્યારે શ્રીરામે ગુસ્સામાં આવી પોતાનું ધનુષ-બાણ ઊઠાવ્યું અને સમુદ્રને સૂકવી નાખવા માટે પ્રયાસ કર્યો ત્યારે માનવરૂપ ધારણ કરીને પ્રગટ થયેલા સમુદ્રએ તેમને પુલ નિર્માણ કરવાનો ઉપાય બતાવ્યો. તેમાં મોટી બધા એ હતી કે સમુદ્રની તેજ લહેરો ઉપર પત્થરો કેવી રીતે ટકશે. તે વખતે સમુદ્રદેવે પોતે જ તેનું સમાધાન બતાવ્યું હતું.
   
  તેને પ્રભુ શ્રીરામને જણાવ્યું કે તેમની સેનામાં નળ અને નીલ નામના બે વાનર છે, જેમને બાળપણમાં એક ઋષિ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે કે તેમના સ્પર્શ માત્રથી પત્થર પાણીમાં તરવા લાગશે. શ્રીરામના આદેશથી નળ અને નીલે બધા પત્થરો ઉપર પોતાના હાથેથી સ્પર્શ કરી વાનરોને આપ્યા, પરંતુ નળ અને નીલ પત્થર તરાવવા બાબતે નિષ્ણાત હતા. એટલા માટે બધા પત્થરો તરી ગયા અને પુલ આસાનીથી બંધાઈ ગયો. આ પ્રતીકાત્મક છે. વાસ્તવમાં નળ અને નીલ પુલ નિર્માણ નિષ્ણાત એન્જિનિયર હતા. સમુદ્રએ માત્ર તેમની ઉપસ્થિતિનો પરિચય માત્ર કરાવ્યો. બસ, પછી શું થયું શ્રીરામની કૃપાથી પ્રસિદ્ધ રામ સેતુ બની ગયો.
   
 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રાવણના દસ માથા, મોટી દાઢી, તાંબા જેવા હોઠ, વિશાળ મુખ અને વીસ બાહુઓની સાથે જનમ્યો હતો
  પ્રશ્ન-7-રાવણના દસ માથા કેમ હતા?
   
  જવાબઃ- રાવણ મુનિ વિશ્રવા અને કેકસીના ચાર બાળકોમાં સૌથી મોટો પુત્ર હતો. વાલ્મિકી રામાયણના ઉત્તરાખંડમાં વિશ્રવાના સંતાનોના જન્મની કથામાં પ્રસંગ છે કે રાવણ દસ માથા, મોટી દાઢી, તાંબા જેવા હોઠ, વિશાળ મુખ અને વીસ બાહુઓની સાથે જનમ્યો હતો. તેના શરીરનો રંગ કોલસા જેવો કાળો હતો. તેના પિતાએ તેની દસ ગ્રીવા જોઈ તો તેનું નામ દશગ્રીવ રાખ્યું. દસ ગરદન અર્થાત્ દસ માથાવાળો. 
   
  આ કારણ છે કે રાવણ દશાનન, દસકંધર વગેરે નામથી પ્રસિદ્ધ થયેલો, જો કે એ અસ્વભાવિક છે કે કોઈના એકસાથે દસ માથા હોય. તે પ્રતીક માત્ર છે. રાવણે દસ માથાથી જુદી-જુદી ધ્વનિ પ્રગટ કરવાની શક્તિ પ્રાપ્ત થયેલી હતી. તે પ્રમાણે રાવણના દસ માથા અહંકાર, મોહ, ક્રોધ, માયા વગેરે વિકારોનું પ્રતીક છે અર્થાત્ રાવણ બધા વિકારોથી ગ્રસિત હતો અને આ કારણે જ જ્ઞાન અને શ્રીસંપન્ન હોવા છતાં માત્ર સીતાહરણનો એક અપરાધ કરવાને લીધે તે માર્યો ગયો. સ્પષ્ટતઃ રાવણના દસ માથા પ્રતીકાત્મક છે નહીં કે પ્રાકૃતિક અને સ્વાભાવિક.
 • Hindu mythology behind Ramayan Story And Some Unknown Fact
  યજ્ઞના અશ્વનું રક્ષણ કરવા માટે સાથે ગયેલા ભરત, લક્ષ્મણ, શત્રુગ્ન અને હનુમાન સહિત પૂરી રામની સેના સાથે લવ-કુશ વચ્ચે લડાઈ થયેલી
  પ્રશ્નઃ- લવ-કુશ અને હનુમાનની વચ્ચે યુદ્ધ કેમ થયું?
   

  રાવણ વધ પછી સીતાને લઈને અયોધ્યા પાછા ફરીને રામે થોડો સમય રાજ કર્યું. ત્યારબાદ લોક મર્યાદાને લીધે સીતાનો ત્યાગ કરી દીધો. ત્યારે સીતામાતા વાલ્મિકીના આશ્રમમાં રહી અને ત્યાં જ બે જોડિયા પુત્રો લવ અને કુશને જન્મ આપ્યો. આશ્રમમાં જ બંને બાળકો મોટા થયા. એ દરમિયાન અયોધ્યામાં બધાના આગ્રહથી રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો. જેમાં યજ્ઞનો ઘોડો સ્વતંત્ર વિચરણ માટે છોડવામાં આવે છે, જો કોઈ આ યજ્ઞના ઘોડાને પકડે તો તેને યુદ્ધ કરવું પડે છે. રામના યજ્ઞનો ઘોડો જ્યારે વાલ્મિકી આશ્રમ સુધી પહોંચ્યો તો યજ્ઞથી અજાણ બંને તપસ્વી બાળકો લવ અને કુશે તેને પકડી લીધો.
   
  યજ્ઞના અશ્વનું રક્ષણ કરવા માટે સાથે ગયેલા ભરત, લક્ષ્મણ, શત્રુગ્ન અને હનુમાન સહિત પૂરી રામની સેના સાથે લવ-કુશ વચ્ચે લડાઈ થઈ. આ લડાઈમાં હનુમાન પણ લવ-કુશ સાથે લડ્યા, કારણ કે બંને રામ અને સીતાના પુત્ર હોવાની સાથે જ તે ખૂબ જ બળશાળી અને યુદ્ધમાં નિપુણ યોદ્ધા પણ હતા, એટલા માટે કોઈ પણ તેની સામે ટકી ન શક્યા. આખરે જ્યારે રામ પોતે યુદ્ધ કરવા માટે પહોંચ્યા. ત્યારે સીતાના આવી જવાથી આખી કથાની ધારા જ બદાલઈ ગઈ. હનુમાન અને લવ-કુશના યુદ્ધની આ કથા રામકથાઓમાં અલગ-અલગ સ્વરૂપોમાં વિસ્તારથી પ્રાપ્ત થાય છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending