Home » Jeevan Mantra Junior » Kahani Aur Kisse » યુધિષ્ઠિરના આ શ્રાપથી આજે પણ મુક્ત નથી થઈ શકી મહિલાઓ । Why no woman shall succeed in keeping a secret

સદીઓ પહેલા યુધિષ્ઠિરે આપ્યો હતો સ્ત્રીઓને આવો શ્રાપ, જે ભોગવી રહી છે આજેય

Divyabhaskar.com | Updated - May 23, 2018, 06:16 PM

કર્ણ મારી કન્યાવસ્થામાં સૂર્યના અંશ રૂપે પહેલેથી જ કવચ કુંડળ ધારીને આવેલો. એ તમારા બધાનો જયેષ્ઠભાઈ હતો.

 • યુધિષ્ઠિરના આ શ્રાપથી આજે પણ મુક્ત નથી થઈ શકી મહિલાઓ । Why no woman shall succeed in keeping a secret
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  યૂટિલિટી ડેસ્કઃ મહાભારત’માં કૌરવ-પાંડવનું યુદ્ધ પૂર્ણ થયા પછી, સ્ત્રીઓ સહિત પાંચેય પાંડવો પણ તર્પણ કર્મ કરાવી રહ્યા હોય છે, ત્યારે યુધિષ્ઠિરને જાણ થાય છે કે કર્ણ તેનો ભાઈ હતો. આ વાતથી દુઃખી થઈ તે સ્ત્રીઓને કાયમ માટે આ શ્રાપ આપી બેસે છે. આ વાતનો ઉલ્લેખ ‘મહાભારત’ના ચતુર્થ ખંડના સ્ત્રી પર્વના શ્રાદ્ધપર્વ અંતર્ગત કર્ણગૂઢજત્વ કથા નામના 27મા અધ્યાયમાં 20થી 30 શ્લોકો વચ્ચે વર્ણન આવે છે.

  વાત ત્યાંથી શરૂ થાય છે કે કર્ણ પર્વમાં અર્જુનના હાથે કર્ણનો વધ થાય છે. અને કૌરવ સેનાના અંતિમ વીરયોદ્ધાની વિદાય જેવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. આ અગાઉ માત્ર કૃષ્ણ અને કુંતીને જ જાણ હોય છે કે કર્ણ કુંતીના કુખે સૂર્યના અંશ રૂપ જન્મેલો પુત્ર હતો. પણ પાંચ પાંડવો તે વાત જાણતા નથી. જ્યારે અસ્ત્ર પરિક્ષણ વખતે કૌરવો અને પાંડવોના બધા કુમારો ગુરૂકુળમાંથી આવી અને રંગમંચ પર પોતાની વિદ્યા જણાવે છે, આ સમયે કર્ણ અર્જુનને પડકારે છે એ વેળા પણ કુંતી મૂર્છિત થઈ જાય છે પણ તેના પુત્રોને રહસ્ય જણાવતી નથી.


  કૃષ્ણને ખ્યાલ છે કે આ યુદ્ધમાં અર્જુન સામે જો કોઈ પડે તેમ છે તો તે કર્ણ છે માટે તેને પાંડવપક્ષે લાવવા કુંતીને મોકલે છે. આ સમયે પ્રથમ વાર માતા-પુત્રનું પ્રથમ મિલન થાય છે. કર્ણ રૂક્ષતાપૂર્ણ વ્યવહાર કરી કુંતીને દિલાસો આપે છે કે યુદ્ધ પછી જો જીવશે તો નિર્ણય લેશે. કૃષ્ણ સર્વજ્ઞ છે. જ્યારે કર્ણવધ સમયે તેનો રથ જમીનમાં ગરક થવા લાગે છે, ત્યારે અર્જુન કર્ણને નિહથ્થો હોવા છતાં હણીનાખે છે. પાંડવો એટલા આનંદમાં આવી જાય છે કે અર્જુનના અસંખ્ય બાણોથી ઘેરાયેલું તેનું શબ જોવા જાય છે. યુધિષ્ઠિર આ જોઈ કૃષ્ણ અને અર્જુનને બીરદાવે છે. આટલું થયા પછી પણ કુંતી તેના રહસ્યને કહેતી નથી. તે વાત હવે પછી કરે છે.

  આગળ વાંચો, આ શ્રાપ બાબતે શું કથા છે, કઈ રીતે અને શા માટે ધર્મરાજને સ્ત્રીઓને શ્રાપ આપવો પડ્યો...

 • યુધિષ્ઠિરના આ શ્રાપથી આજે પણ મુક્ત નથી થઈ શકી મહિલાઓ । Why no woman shall succeed in keeping a secret

  દુર્યોધનના વધ પછી ગંગાકિનારે કુરૂક્ષેત્રમાં હણાયેલા અસંખ્ય યોદ્ધાઓની સ્ત્રીઓ અને તેમના બચેલા કિશોર ઉંમરના છોકરાઓ તર્પણ કરાવી રહ્યા હતા, ત્યારે પાંડવોએ પણ ભીષ્મથી લઈને અભિમન્યુ સુધીનું તર્પણ કરાવ્યું. ત્યારે યુધિષ્ઠિરને દાયિત્વ પૂરેપૂરું નિભાવવાનું કહેતા કુંતી કહે છે કે કર્ણનું પણ તર્પણ કરજો. આ વાત સાંભળી અને પાંચેય ભાઈઓને આશ્ચર્ય થયું ત્યારે કુંતી તેમને સંપૂર્ણ વાત જણાવતા કહે છે કે તે વીરોચિત શુભ લક્ષણોથી સંપન્ન તમે જેને રાધાપુત્ર ગણાવતા હતા તે કર્ણ મારી કન્યાવસ્થામાં સૂર્યના અંશ રૂપે પહેલેથી જ કવચ કુંડળ ધારીને આવેલો. એ તમારા બધાનો જયેષ્ઠભાઈ હતો. કુંતી આમ કહીને હૈયાફાટ રૂદન કરવા લાગી આ સાંભળીને યુધિષ્ઠિર પાસે કર્ણની સ્ત્રીઓ આવી અને તે પણ રૂદન કરવા લાગી ત્યારે યુધિષ્ઠિર પણ દુઃખી થાય છે અને કહે છે-


  ‘અભિમન્યુ, દ્રૌપદીના પુત્રો અને પાંચાલોના વિનાશથી તથા કુરૂવંશના પતનથી મને જેટલું દુઃખ નથી થયું તેનાથી સો ગણું આ દુઃખ આ સમયે મને વ્યથિત કરે છે.’ (23-24) આ રીતે યુધિષ્ઠિર ખૂબ વિલાપ કરીને અંદરને અંદર વલોવાય છે. તે પછી બુદ્ધિમાન કુરૂરાજ યુધિષ્ઠિરે ભાઈના પ્રેમથી કર્ણની સ્ત્રીઓને પરિવાર સહિત બોલાવી અને પ્રેતકર્મ કર્યું. આ પછી તેઓ બધાની હાજરીમાં દુઃખી થતાં બોલ્યા...

   

  પાપેનસૌ મયા શ્રેષ્ઠો ભ્રાતાજ્ઞાતિર્નિપાતિતઃ।

  અતો મનસિ યદ્ ગુહ્યં સ્ત્રીણાંત્તન્નભવિષ્યતિ।।29।।

   

  અર્થાત્

   

  મુજ પાપીથી આ રહસ્ય ન જાણી શકવાના કારણે મોટાભાઈનો વધ થયો છે. આથી હું શ્રાપ આપું છું કે આજ પછી કોઈ પણ સ્ત્રી તેના મનમાં કોઈ ગુપ્ત રહસ્ય છુપાવી નહીં શકે. આવું કહી વ્યાકુળ મને ગંગાજળથી અંજલી આપે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending

વીડિયો વધુ જુઓ