• Mahabharata Facts, Yudhishthir In Mahabharata, Shri Krishna's Facts

સત્ય સિદ્ધિના કારણે ધરતીથી 3 આંગળ ઉપર ચાલતો હતો યુધિષ્ઠિરનો રથ, અશ્વત્થામા મરી ગયો એવું કહેવાથી ખતમ થઈ ગઈ તેની સિદ્ધિ / સત્ય સિદ્ધિના કારણે ધરતીથી 3 આંગળ ઉપર ચાલતો હતો યુધિષ્ઠિરનો રથ, અશ્વત્થામા મરી ગયો એવું કહેવાથી ખતમ થઈ ગઈ તેની સિદ્ધિ

Mahabharata Facts, Yudhishthir In Mahabharata, Shri Krishna's Facts

Divyabhaskar.com

Jul 12, 2018, 05:41 PM IST

ધર્મ ડેસ્કઃ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ભીષ્મ તીરોની શય્યા પર સૂતા હતા. કૌરવ સેનાની ડોર ગુરૂ દ્રોણાચાર્યના હાથમાં હતી. દ્રોણાચાર્ય સતત નવી-નવી વ્યૂહ રચનાઓથી પાંડવોની સેનાનો નાશ કરી રહ્યા હતા. પાંડવોની સેનામાં ખળભળાટ મચી ગયો હતો. તે સમયે યુધિષ્ઠિરે એક જૂઠમાં સાથ આપ્યો અને તેના કારણે તેની સત્ય સિદ્ધિ ખતમ થઈ ગઈ.

શ્રીકૃષ્ણે કહ્યું, કોઈ પણ સંજોગોમાં દ્રોણાચાર્યને રોકવા પડશે, નહીં તો પાંડવોની સેના ખતમ થઈ જશે. દ્રોણાચાર્યને શસ્ત્રોથી રોકવું મુશ્કેલ હતું, તેથી કૂટનીતિનો સહારો લેવામાં આવ્યો.

શ્રીકૃષ્ણ અને ભીમની યોજના


- કૌરવ સેનાના એક હાથીનું નામ અશ્વત્થામા હતું, શ્રીકૃષ્ણે ભીમને કહ્યું તેને મારી દે. ભીમે એવું જ કર્યું અને શોરબકોર કરવા લાગ્યો કે મેં અશ્વત્થામાને મારી નાખ્યો. દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ અશ્વત્થામા હતું.

- ગુરૂ દ્રોણ તેની ખાતરી કરવા માટે યુધિષ્ઠિર પાસે ગયા. યુધિષ્ઠિરને પૂછ્યું કે શું ખરેખર અશ્વત્થામા મરી ગયો છે તો યુધિષ્ઠિરે કહ્યું કે હા, મરી ગયો. આ સમય દરમિયાન શ્રીકૃષ્ણે વિજયી શંખ વગાડી દીધો.

ધૃષ્ટધુમ્ને કાપી નાખ્યું દ્રોણાચાર્યનું માથું


- યુધિષ્ઠિરે એવું પણ કહ્યું હતું કે હાથી કે મનુષ્ય, એ નથી ખબર, પરંતુ દ્રોણ શંખના અવાજમાં આ વાત સાંભળી ન શક્યા. તે પુત્રશોકમાં ધ્યાન લગાવીને બેસી ગયા અને ધૃષ્ટધુમ્નને તેમનું માથું કાપી નાખ્યું.
- યુધિષ્ઠિરે સત્યવ્રત લીધુ હતુ. તે ક્યારેય ખોટું નહોતો બોલતો. કહેવાય છે કે તેના આ પ્રભાવથી તેનો રથ ધરતીથી ત્રણ આંગળી ઉપર ચાલતો હતો. દ્રોણાચાર્ય સાથે વાત કર્યા પછી તેનો રથ જમીન પર આવી ગયો.

આપ્યો જૂઠનો સાથ


- યુધિષ્ઠિરે જૂઠું નહોતું બોલ્યું, પરંતુ તેણે એક ખોટા કામમાં સાથ આપ્યો. આ કર્મના કારણે તેમની સત્ય સિદ્ધિ જતી રહી.
- આપણે જ્યારે પણ કોઈ સિદ્ધિ અથવા સફલતા પ્રાપ્ત કરીએ છીએ તો તેને અનુશાસનને ભૂલથી પણ ન તોડવા જોઈએ. નહીં તો તે સફળતા પળભરમાં આપણો સાથ છોડી દેશે. કાયમ અનુશાસન બનાવી રાખવું જોઈએ.

આ પણ વાંચોઃ- મહાભારતમાં 1 અરબ 66 કરોડ યોદ્ધાઓ પામ્યા હતા મૃત્યુ, જાણો શું થયું આ શબનું?

રાજ્યાભિષેક વખતે એવી કઈ ઘટના બની જેણે ડરાવી દીધો યુધિષ્ઠિરને?

X
Mahabharata Facts, Yudhishthir In Mahabharata, Shri Krishna's Facts
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી