1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Kahani Aur Kisse » મહાભારતનાં રહસ્યો, The Interesting Fact Of Mahabharata about death and age

ભગવાન આપે છે 100 વર્ષનું આયુષ્ય, પણ આ 6 કારણથી આવે છે વહેલું મૃત્યુ

Divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 02:42 PM IST

6 કારણ, જેના કારણે ઘટી શકે છે માણસની ઉંમર

  • મહાભારતનાં રહસ્યો, The Interesting Fact Of Mahabharata about death and age
    લોકોનું અભિમાન જ તેમની ઉંમર ઘટાડે છે

    ધર્મ ડેસ્ક: મહાભારતમાં દરેક માણસનું આયુષ્ય 100 વર્ષ જણાવવામાં આવ્યું છે, છતાં લોકો ઓછી ઉંમરમાં મૃત્યુ પામે છે. તેનું કારણ મહાત્મા વિદુરે ધૃતરાષ્ટ્રને જણાવ્યું છે. વિદુરે જણાવેલ આ શ્લોકમાં આ કારણને સમજાવવામાં આવ્યું છે.


    શ્લોક:


    अतिमानोअतिवादश्च तथात्यागो नराधिप।

    क्रोधश्चात्मविधित्सा च मित्रद्रोहश्च तानि षट्।।

    एत एवासयस्तीक्ष्णा: कृन्तन्यायूंषि देहिनाम्।

    एतानि मानवान् घ्नन्ति न मृत्युर्भद्रमस्तु ते।।


    ૧. વધારે પડતું અભિમાન: હંમેશાં પોતાનાં વખાણ કરનાર અને પોતાને સૌથી વધુ હોશિયાર સમજતા લોકો અભિમાની હોય છે. પોતાના કરતાં બીજાને નાના સમજતા લોકોનું અભિમાન જ તેમની ઉંમર ઘટાડે છે.

    ૨. વધારે પડતું બોલવું: વધારે પડતું અને કામ વગરનું બોલતા લોકો ઘણીવાર એવું-એવું બોલી દેતા હોય છે કે, તેમને નકારાત્મક પરિણામ ભોગવવું પડે છે. તેમની આ આદતની ખરાબ અસર તેમના જીવન પર પડે છે.

    3. ગુસ્સો: ગુસ્સો માણસનો દુશ્મન ગણાય છે. ગુસ્સામાં ઘણીવાર માણસ એવાં કામ કરી લેતો હોય છે કે, આ કામ તેના માટે નુકસાન અને દુ:ખનું કારણ બની શકે છે. તેમની આ આદત પણ તેમની ઉંમર ઘટાડે છે.

    ૪. ત્યાગની ભાવના ન હોવી: સમાજમાં સુખ-શાંતિ જાળવી રાખવા મનુષ્યમાં ત્યાગ અને સમર્પણની ભાવના હોય છે. ત્યાગ અને પોતાનાપણાની ઉણપના કારણે માણસનું આયુષ્ય ઘટે છે.

    ૫. મિત્રને દગો: શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મિત્રોને દગો આપવો એ મહાપાપ છે. આમ કરનાર માણસનું આયુષ્ય ઘટે છે.

    ૬. લાલચ: લાલચ એ મનુષ્યનો દુશ્મન ગણાય છે. લાલચના કારણે મનુષ્ય તેની ભાવનાઓ પર નિયંત્રણ નથી રાખી શકતો અને પાપ પણ કરી બેસે છે. તેના કારણે તેમની ઉંમર પણ ઘટી શકે છે.

    માતાના ગર્ભમાં જ નક્કી થઈ જાય છે બાળકના ભવિષ્યની આ 5 વાતો

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending