1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Kahani Aur Kisse » કેવી રીતે થઈ શ્રીરામના ભાઈ લક્ષ્મણની મૃત્યુ, જાણો રહસ્ય । Why And How To Death Lord Ram S Brother Lakshman, Know

શા માટે શ્રીરામે પોતાના જ ભાઈ લક્ષ્મણનો ત્યાગ કરી દીધો? જાણો શું હતું કારણ!

Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 12:48 PM IST

આ ઘટના એ સમયની છે જ્યારે શ્રીરામ લંકા વિજય કરી અયોધ્યા પાછા આવી જાય છે અને અયોધ્યાના રાજા બની જાય છે.

  • કેવી રીતે થઈ શ્રીરામના ભાઈ લક્ષ્મણની મૃત્યુ, જાણો રહસ્ય । Why And How To Death Lord Ram S Brother Lakshman, Know
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ રામાયણની એક ઘટનાનું વર્ણન આવે છે, જેમાં શ્રીરામે ન ઈચ્છા હોવા છતાં પોતાના પ્રાણથી પણ પ્રિય ભાઈ તેમના અનુજ લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડ્યો હતો. શું છે આ ઘટના અને આખરે શા માટે શ્રીરામને લક્ષ્મણને મૃત્યુદંડ આપવો પડ્યો?

    આ ઘટના એ સમયની છે જ્યારે શ્રીરામ લંકા વિજય કરી અયોધ્યા પાછા આવી જાય છે અને અયોધ્યાના રાજા બની જાય છે. એક દિવસ યમ દેવતા કોઈ મહત્વપૂર્ણ ચર્ચા કરવા શ્રીરામ પાસે આવે છે. ચર્ચા શરૂ કરતા પહેલા તેઓ ભગવાન રામથી કહે છે કે તમે જે પણ પ્રતિજ્ઞા કરતા હોવ છો તેને પૂર્ણ કરો છો. હું પણ તમારી પાસે એક વચન માંગુ છું કે જ્યાં સુધી આપણાં બંનેની વચ્ચે ચર્ચા ચાલે ત્યાં સુધી આપણી વચ્ચે કોઈ નહી આવે અને જો કોઈ વચ્ચે આવશે તેને તમારે મૃત્યુદંડ આપવું પડશે. ભગવાન રામ યમને વચન આપી દે છે.

    રામ, લક્ષ્મણને એવું કહીને દ્વારપાલ નિયુક્ત કરી દે છે કે જ્યાં સુધી તેમની અને યમ દેવની વાત ચાલી રહી છે, તેઓ કોઈને અંદર નહી આવવા દે, નહી તો તેને શ્રીરામે મૃત્યુદંડ આપવું પડશે. લક્ષ્મણ ભાઈની આજ્ઞા માની દ્વારપાલ બની ઊભા રહી જાય છે.

    આગળની સ્લાઇડમાં ક્લિક કરીને જાણો કઈ રીતે લક્ષ્મણને મળ્યો મૃત્યુદંડ...

    (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)

  • કેવી રીતે થઈ શ્રીરામના ભાઈ લક્ષ્મણની મૃત્યુ, જાણો રહસ્ય । Why And How To Death Lord Ram S Brother Lakshman, Know

    લક્ષ્મણને દ્વારપાલ બન્યાં થોડો જ સમય વીતે છે ત્યાં ઋષિ દુર્વાસાનો આગમન થાય છે. જ્યારે દુર્વસાએ લક્ષ્મણને પોતાના આગમન વિશે રામને જણાવવા કહ્યું તો લક્ષ્મણે વિનમ્રતાની સાથે ના કહી દીધી. તેની ઉપર દુર્વાસા ગુસ્સે થઈ ગયા તથા તેમણે સંપૂર્ણ અયોધ્યાને શ્રાપ આપવાની વાત કહી. લક્ષ્મણ સમજી ગયો કે આ એક વિકટ પરિસ્થિતિ છે, જેમાં કાં તો તેણે રામની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું પડશે કાં તો સંપૂર્ણ નગરને ઋષિના શ્રાપની અગ્નિમાં સ્વાહા થવું પડશે. લક્ષ્મણે તરત જ એ નક્કી કરી લીધું કે તેણે સ્વયંનું બલિદાન આપવું પડશે, જેથી તે નગરવાસીઓને ઋષિના શ્રાપથી બચાવી શકે. તેણે અંદર જઈ દુર્વાસાના આગમનની સૂચના આપી.

     

    રામે જલ્દી જ યમ દેવ સાથે પોતાની વાતચીત પૂરી કરી ઋષિ દુર્વાસાની આગતા-સ્વાગતા કરી, પરંતુ હવે શ્રીરામ દુવિધામાં પડી ગયા કારણ કે તેમણે પોતાના વચન મુજબ લક્ષ્મણને મૃત્યુદંડ આપવાનો હતો. તેઓ સમજી નહોતા શકતા કે તેઓ પોતાના જ ભાઈને મૃત્યુદંડ કઈ રીતે આપે, પરંતુ યમને વચન આપ્યો હતો જેને નિભાવવાનું તો હતું. જ.

     

    આ દુવિધાની સ્થિતિમાં શ્રીરામે પોતાના ગુરૂનું સ્મરણ કર્યુ અને કોઈ માર્ગ દેખાડવા પ્રાર્થના કરી. ગુરૂદેવે કહ્યું કે પોતાના કોઈ પ્રિયનો ત્યાગ, તેની મૃત્યુ સમાન જ છે. એટલે તું પોતાના વચનનું પાલન કરવા માટે લક્ષ્મણનો ત્યાગ કરી દે. શ્રીરામ દ્વારા ત્યાગ કરવાથી દુઃખી થઈને લક્ષ્મણ સીધે સરયૂ નદીના તટ પર ગયો અને યોગ ક્રિયા દ્વારા પોતાના શરીરનો ત્યાગ કરી દીધો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending