• Interesting Facts Of Mahabharata about Playing Jua and Draupadi

1 નહીં 2 વાર જુગાર રમ્યા હતા કૌરવો સાથે પાંડવો, પહેલીવારમાં થયું ચીરહરણ અને બીજીવારમાં મળ્યો વનવાસ / 1 નહીં 2 વાર જુગાર રમ્યા હતા કૌરવો સાથે પાંડવો, પહેલીવારમાં થયું ચીરહરણ અને બીજીવારમાં મળ્યો વનવાસ

મહાભારત અનુસાર પાંડવો કૌરવો સાથે 1 નહીં પણ 2 વાર રમ્યા હતા જુગાર

Dharm Desk | Updated - Jul 14, 2018, 10:00 AM
Interesting Facts Of Mahabharata about Playing Jua and Draupadi

ધર્મ ડેસ્ક: મહાભારતની કથા જેટલી અનોખી છે, એટલી જ વિચિત્ર પણ છે. આ વાત તો બધાં જ જાણે છે કે, પાંડવો કૌરવો સાથે જુગાર રમ્યા હતા, જેમાં તેઓ બધું જ હારી ગયા હતા, આ જ કારણે તેમને વનવાસ વેઠવો પડ્યો હતો. પરંતુ આ વાત બહું ઓછા લોકો જાણે છે કે, પાંડવો એકવાર નહીં, બે વાર જુગાર રમ્યા હતા કૌરવો સાથે. પહેલીવાર હાર્યા ત્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું અને બીજીવાર હાર્યા ત્યારે તેમને 12 વર્ષનો વનવાસ મળ્યો. અહીં જાણો શું છે આખો પ્રસંગ...


વિદુર નહોંતા ઇચ્છતા કે કૌરવો અને પાંડવો વચ્ચે જુગર રમાય
મહાભારતના સભાપર્વ અનુસાર, યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો એટલે દુર્યોધનને પાંડવોની ઇર્ષા આવવા લાગી. ત્યારે શકુનિએ કહ્યું કે, તું રાજા ધૃતરાષ્ટ્રને કહીને પાંડવોને હસ્તિનાપુરમાં જુગાર રમવા બોલાવ. અહીં હું જુગારમાં તેમની પાસેથી બધું જ જીતી લઈશ. શકુનિના કહેવા અનુસાર જ દુર્યોધને કર્યું. ધૃતરાષ્ટ્રે પણ દુર્યોધનની વાત માની લીધી અને વિદુરને કહ્યું કે, ઈંદ્રપ્રસ્થ જાઓ અને પાંડવોને જુગાર રમવા આમંત્રિત કરો. વિદુરને દુર્યોધનની ચાલ સમજાઇ ગઈ હતી, માટે તેમણે આનો વિરોધ કર્યો, પરંતુ ધૃતરાષ્ટ્રના આદેશ અનુસાર તેમને જવું પડ્યું.


યુધિષ્ઠિર પણ નહોંતા ઇચ્છતા જુગાર રમવાનું
જ્યારે વિદુરે યુધિષ્ઠિર સામે કૌરવોનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે, યુધિષ્ઠિરે કહ્યું કે જુગાર અધર્મનું જડ છે, પરંતુ મહારાજ ધૃતરાષ્ટ્રની આજ્ઞા માનવી એ મારો ધર્મ છે. માટે અમે બધા જ ભાઇઓ જુગાર રમવા હસ્તિનાપુર આવશું. યુધિષ્ઠિર કૌરવો સાથે જુગાર રમવા પહોંચ્યા ત્યારે દુર્યોધને કહ્યું કે, દાવમાં લગાવવા માટે ધન હું આપીશ, પરંતુ મારા તરફથી મારા મામા શકુનિ રમશે. આ રીતે જુગાર ચાલું થયો.


જ્યારે બધુ જ હારી ગયા યુદ્ધિષ્ઠિર
શકુનિ જુગાર રમવામાં માહિર હતા, જોતજોતામાં તેમણે યુધિષ્ઠિર પાસેથી તેમનું ધન, મહેલ, ભૂમિ બધું જ જીતી લીધું. ત્યારબાદ યુધિષ્ઠિરે નકુલ, સહદેવ, અર્જુન, ભીમ અને પોતાને દાવ પર લગાવ્યા. શકુનિ આ દાવ પણ જીતી ગયા. છેલ્લે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવ પર લગાવી. શકુનિ આ દાવ પણ જીતી ગયા. ત્યારબાદ દુર્યોધનના કહેવાથી દુ:શાસન દ્રૌપદીને વાળ ખેંચીને ઘસડીને સભામાં લઈ આવ્યો. આ જોઇને પાંડવોને ખૂબજ દુ:ખ થયું.

દ્રૌપદીનાં ચીરહરણ બાદ થયું આ ભયંકર અપશુકન
ત્યારબાદ કર્ણના કહેવાથી દુ:શાસન બળજબરીથી દ્રૌપદીનાં વસ્ત્રો ઉતારવા લાગ્યો, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એ ન થઈ શક્યું. આ દ્રશ્ય જોઇ ભીમને ગુસ્સો આવ્યો અને તેમણે ભરી સભામાં દુ:શાસનની છાતિનું લોહી પીવાની પ્રતિજ્ઞા લીધી. ભીમની પ્રતિજ્ઞા સાંભળી ત્યાં ઉપસ્થિત બધા જ ડરી ગયા. ત્યારબાદ દુર્યોધને દ્રૌપદીને પોતાની ડાબી જાંઘ પર બેસવા કહ્યું. ગુસ્સામાં આવેલ ભીમે યુદ્ધમાં દુર્યોધનની જાંઘ તોડવાની પ્રતિજ્ઞા લીધી. આ ઘટનાક્રમ ચાલી જ રહ્યો હતો ત્યારે, ધૃતરાષ્ટ્રની યજ્ઞશાળામાં ગીધડ ભેગાં થઈને રડવા લાગ્યાં અને ગધેડાં ભાંકવા લાગ્યાં. આ અપશુકનથી ગાંધારી ડરી ગઈ.


જ્યારે ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને પાછું આપી દીધું રાજ્ય
જ્યારે ગાંધારી અને વિદુરે ધૃતરાષ્ટ્રને આ અપશુકનો વિશે જણાવ્યું ત્યારે તેઓ પણ ડરી ગયા અને કઈંક અસંભવ વાત ન થઈ જાય એની બીકે દ્રૌપદીને વરદાન માંગવાનું કહ્યું. દ્રૌપદીએ દુર્યોધનના દાસત્વમાંથી પાંચેય પતિ મુક્ત કરાવ્યા અને રાજ્ય પણ પાછું લઈ લીધું. ત્યારબાદ ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને કહ્યું કે, મારા પુત્રોને માફ કરી દે. મારી અને માતા ગાંધારી તરફ જોઇને દુર્યોધનની ભૂલ ભૂલી જા. ધૃતરષ્ટ્રના કહેવાથી યુધિષ્ઠિર બધા જ ભાઇઓને લઈને ઈંદ્રપ્રસ્થ ચાલ્યા ગયા. આ જોઇ દુર્યોધનને ગુસ્સો આવ્યો અને તેણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે, પાંડવો આપણને ક્યારેય માફ નહીં કરે. માટે વનવાસની શરતે પાંડવો સાથે ફરી જુગાર રમશે. જુગારમાં જે પણ હારશે તેને 12 વર્ષ સુધી વનમાં રહેવું પડશે અને તેરમું વર્ષ અજ્ઞાત વર્ષમાં સંતાઇને રહેવું પડશે.

જ્યારે પાંડવો અને કૌરવો ફરીવાર રમ્યા જુગાર
ધૃતરાષ્ટ્રે દુર્યોધનની વાત માની લીધી અને પાંડવો હજી રસ્તામાં જ હતા ત્યાં, તેમને ફરીવાર જુગાર રમવા હસ્તિનાપુર બોલાવ્યા. ધૃતરાષ્ટ્રની વાત માની યુધિષ્ઠિર ફરી જુગાર રમવા તૈયાર થયા અને હસ્તિનાપુર આવ્યા. વનવાસની આખી વાત જાણી યુધિષ્ઠિર ફરી શકુનિ સામે જુગાર રમવા બેઠા અને આ દાવ પણ હારી ગતા. પિતામહ ભીષ્મ, ગુરૂ દ્રોણાચાર્ય, કુલગુરૂ કૃપાચાર્ય અને મહારાજ ધૃતરાષ્ટ્રની આજ્ઞા લઈને પાંડવો વન તરફ નીકળી પડ્યા. શરત અનુસાર પાંડવોને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું.

7 સફેદ ઘોડા સહિત આ 6 ગિફ્ટ ફાયદાકારક છે આપનાર અને લેનાર બંન્ને માટે

X
Interesting Facts Of Mahabharata about Playing Jua and Draupadi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App