1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » Know why hindu god and Goddess riding on Animals and Birds

હિન્દુ દેવી-દેવતાઓ કેમ પશુ-પક્ષીઓને જ વાહન તરીકે ઉપયોગ કરે છે, જાણો રહસ્ય

Divyabhaskar.com | Last Modified - Oct 11, 2017, 06:51 PM IST

દેવોના વાહનો પશુ-પક્ષી જ કેમ? દરેક વાહન આપે છે જીવનમંત્રનો આ સંદેશ

  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં વિવિધ દેવતાઓનો સ્વરૂપ અલગ-અલગ છે, સાથે જ તેમના વાહન પણ અલગ છે. ધર્મ ગ્રંથો મુજબ મોટાભાગના દેવી-દેવતાઓના વાહન પશુ-પક્ષી છે. દેવતાઓના વાહનના રૂપમાં આ પશુ-પક્ષી આપણને લાઈફ મેનેજમેન્ટનો પાઠ ભણાવે છે. આજે અમે જણાવીશું હિન્દુ દેવી-દેવતાઓના વાહન અને તેમનો અર્થ....

    આગળની સ્લાઈડ્સમાં વાંચો દરેક ભગવાનના પશુ-પક્ષી વાહન હોવા પાછળનો છુપાયેલો સંદેશો....
    (તસવીરોનો પ્રયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ
     
    ભગવાન વિષ્ણુના વાહન ગરૂડને પક્ષિઓનો રાજા પણ કહેવાય છે. ગરૂડ ખૂબ જ ઊંચાઈ પરથી પણ ધરતી પરના નાના નાના જીવો ઉપર નજર રાખી શકે છે સાથે જ તે ખૂબ શક્તિશાળી હોય છે, તે જ રીતે ભગવાન વિષ્ણુ બધાંનું પાલન કરનારા છે, તે બધાંની રક્ષા કરે છે, એટલે જ તે પરમ શક્તિશાળી છે.
     
     
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ભગવાન શંકરનું વાહન બળદ
     
    ભગવાન શંકરનું વાહન નંદી (બળદ) છે. બળદ ખૂબ જ મહેનતી જીવ છે, તે શક્તિશાળી છે છતાં શાંત અને ભોળો છે, તેવી જ રીતે ભગવાન શિવ પણ પરમયોગી અને શક્તિશાળી છે છતાં શાંત અને એટલા ભોળા છે કે તે આખા વિશ્વમાં ભોળેનાથ તરીકે પ્રખ્યાત છે. ભગવાન શંકરે કામને ભસ્મ કરી તેના પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેવી જ રીતે બળદનું કામ પર પૂરું નિયંત્રણ હોય છે.
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    માતા લક્ષ્મીનું વાહન હાથી અને ઘુવડ
     
    માતા લક્ષ્મીનું વાહન સફેદ હાથી છે. હાથી પરિવાર સાથે રહે છે તે એક સામાજિક અને બુદ્ધિમાન પ્રાણી છે. તેમના પરિવારમાં સ્ત્રીને પ્રાથમિકતા અને સન્માન આપવામાં આવે છે. હાથી હિંસક પ્રાણી નથી. તે જ રીતે પોતાના પરિવારને એક સાથે રાખનાર અને પરિવારની સ્ત્રીઓનું આદર અને સન્માન કરવાવાળા વ્યક્તિના પરિવારમાં લક્ષ્મીનો વાસ રહે છે.
     
    માતા લક્ષ્મીનું બીજું વાહન ઘુવડ છે. ઘુવડ હંમેશા પોતાનું કાર્ય કરતો રહે છે આનો અર્થ છે કે જે મનુષ્ય રાત-દિવસ મહેનત કરે છે લક્ષ્મી સદા તેના પર પ્રસન્ન રહે છે.
     
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    માતા દુર્ગાનું વાહન વાઘ
     
    શાસ્ત્રો મુજબ માતા દુર્ગાનું વાહન વાઘ છે. વાઘ સંયુક્ત પરિવારમાં રહે છે. તે પોતાના પરિવારની રક્ષા કરે છે અને એક સામાજિક પ્રાણી છે. તે જંગલનો સૌથી શક્તિશાળી પ્રાણી છે પણ પોતાની શક્તિ નકામી ખર્ચ નથી કરતો, જરૂરત પડવા પર જ તેનો ઉપયોગ કરે છે. આનાથી સંદેશ મળે છે કે ઘરની મુખ્ય સ્ત્રીએ પરિવારને એક સાથે રાખવું જોઈએ અને નકામા કાર્યોમાં પોતાની શક્તિ અને બુદ્ધિ ન લગાડી ઘરને સુખી બનાવવા પ્રયાસ કરવા જોઈએ.
     
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ભગવાન શ્રીગણેશનું વાહન ઉંદર
     
    ઉંદરની વિશેષતા છે તે દરેક વસ્તુને કાપી નાંખે છે, તે ધ્યાન નથી રાખતો કે વસ્તુ મૂલ્યવાન છે કે નકામી તે જ રીતે દુષ્ટ વ્યક્તિ વિચાર નથી કરતો કે આ કાર્ય શુભ છે અથવા અશુભ, સારું છે કે ખરાબ.
     
    ભગવાન ગણેશ બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છે અને ઉંદરને નિયંત્રણમાં રાખી પોતાનું વાહન બનાવ્યું છે આપણે પણ ખરાબ વિચારો પર નિયંત્રણ કરી સદબુદ્ધિથી કાર્ય કરવા જોઈએ.
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ભગવાન કાર્તિકેયનું વાહન મોર
     
    ભગવાન શિવના પુત્ર કાર્તિકેય દેવતાઓના સેનાપતિ છે. ધર્મ ગ્રંથો મુજબ કાર્તિકેયએ દાનવો સાથે યુદ્ઘ કરી દેવતાઓને વિજય અપાવી હતી. તેમનું યુદ્ઘ કૌશલ શ્રેષ્ઠ છે. મોરનું મુખ્ય ભોજન સાપ છે, સાપનો શિકાર કરવા ખૂબ જ ઝડપ અને ચાલાકીની જરૂર પડે છે, આ જ ગુણોના કારણે મોર ભગવાન કાર્તિકેયનું વાહન છે.
     
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    યમરાજનું વાહન પાડો
     
    પાડો પણ સામાજિક પ્રાણી છે. ભેંસોનું ટોળું મળીને એકબીજાની રક્ષા કરે છે, તેમનું રૂપ ભયંકર હોય છે અને તેમનામાં ખૂજ જ શક્તિ હોય છે પણ તેઓ પોતાની શક્તિનો દુરૂપયોગ નથી કરતાં. આનો અર્થ છે કે જો આપણે પરિવાર સાથે મળીને રહીએ તો મોટી સમસ્યાઓનો સામનો પણ સહેલાઈથી કરી શકીએ છીએ.
     
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સૂર્યનું વાહન રથ
     
    ભગવાન સૂર્યનું વાહન રથ છે જેમાં સાત ઘોડા છે જે સાત વારના પ્રતીક છે. રથનું એક પૈડું એક વર્ષનું પ્રતીક છે અને તેના 12 ભાગ 12 મહિનાના પ્રતીક છે. રથ પ્રતીક છે કે આપણે પોતાનું કાર્ય કરતા રહેવું અને સદા આગળ વધતાં રહેવું ત્યારે જ જીવનમાં પ્રકાશ આવે છે.
     
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    માતા સરસ્વતીનું વાહન હંસ
     
    હંસનો ગુણ હોય છે કે તેની સામે દૂધ અને પાણી મેળવીને મૂકવા પર તે ફક્ત દૂધ પીએ છે અને પાણી છોડી દે છે. માતા સરસ્વતી વિદ્યાની દેવી છે. ગુણ અને અવગુણને ત્યારે જ ઓળખી શકાય છે જ્યારે વ્યક્તિમાં જ્ઞાન હોય, આ જ કારણથી માતા સરસ્વતીનું વાહન હંસ છે.
  • Know why hindu god and Goddess riding on Animals and Birds
    ગંગાનું વાહન મગર
     
    આનો અર્થ છે કે આપણે જળમાં રહેતા દરેક પ્રાણીની રક્ષા કરવી જોઈએ પોતાના અંગત સ્વાર્થ માટે તેમનો શિકાર કરવો યોગ્ય નથી, કારણ કે જળમાં રહેતાં પ્રાણી જીવસૃષ્ટિના તંત્રમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, તેમની ગેરહાજરીમાં આ તંત્ર બગડી શકે છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending