1

Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation

પૂનમે સ્ત્રી-પુરુષે સંબંધો કેમ ન બનાવવા? આ 20 દિવસોમાં સંબંધોનો છે નિષેધ

Divyabhaskar.com | Last Modified - Oct 05, 2017, 03:59 PM IST

દિવસે અને બંને સંધ્યાના સમયે જે સૂવે અને સ્ત્રી સહવાસ કરે છે એ સાત જન્મો સુધી રોગી અને દરિદ્ર થાય છે

 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મખંડમાં લખ્યું છે કે સ્ત્રી-પુરુષના મિલન માટે કેટલાક દિવસો અશુભ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન લગ્ન કરેલાં દંપતી કે પ્રેમીઓએ જાતીય સહવાસ ન માણવો જોઈએ, આ નિષેધ કરેલાં દિવસો દરમિયાન શારીરિક સહવાસ કરવાથી અશુભ થાય છે. આજે જાણો કયા છે એ દિવસો, સાથે જ ધર્મશાસ્ત્રોમાં સ્ત્રી-પુરુષના સંબંધો કયા સમયે અશુભ માનવામાં આવે છે તે પણ જાણો.

  ધર્મશાસ્ત્રોમાં સમાગમના શારીરિક સંબંધો રાખવાના સમય અંગે શું કહ્યું છે-


  સનાતન ધર્મમાં સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધોની બાબતોને લઈને ઘણી જરૂરી બાબતો બતાવવામાં આવી છે. લગ્ન પછી સમાગમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમાગમના માધ્યમથી જ દંપતીના અંશરૂપે સંતાનનો જન્મ થાય છે.

  સંસાર વ્યવહાર અર્થાત્ સ્ત્રી-પુરુઓએ ક્યારે સેક્સ ન કરવું જોઈએ તે અંગે આપણે ત્યાં અનેક મતમતાન્તરો જોવા મળે છે. પશ્ચિમી સંસ્કૃતિને વરેલ આધુનિક વિજ્ઞાન તો સેક્સને ગમે ત્યારે છુટ આપતું હોય, પરંતુ ધાર્મિક આચરણ કરનાર વ્યક્તિઓ આ બાબતે ઘણા અસંમજસમાં રહે છે. વ્યક્તિ પોતાની લાગણીવશ કે ઈચ્છાવશ સેક્સને તાબે થઈ જાય તો તેને ઘણા સમય સુધી મનમાં કંઈક ખોટું થઈ ગયાની લાગણી અનુભવે છે. જો કે આ અંગે આપણે ત્યાં પ્રાચીનકાળથી જ ધર્મગ્રંથો અને આયુર્વેદમાં સેક્સ સંબંધી સમયકાળને નક્કી કરવામાં આવ્યો છે. તેથી જ આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે ક્યારે સેક્સ ન માણવું અથવા સંસાર વ્યવહાર ન કરવો?

  શા માટે 20 દિવસો દરમિયાન સેક્સ ઉપર છે પ્રતિબંધઃ-


  વર્ષમાં 20 એવા દિવસો કે પર્વ હોય છે ત્યારે સેક્સ ઉપર મનાઈ કરવામાં આવી છે. તેનું કારણ એ છે કે હિન્દુ ધર્મમાં કેટલાક તહેવારો લક્ષ્મી, પિતૃઓ અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે ઉજવવામાં આવતા હોય છે. આ તિથિઓ ઉપર પતિ-પત્ની જો શારીરિક સંબંધો બાંધે તો આ દેવો નારાજ થઈ શકે છે. કેટલીક અશુભ તિથિઓ ઉપર સેક્સ માણવાથી બાળકો ખોડખાપણવાળા પેદા થાય છે અથવા રોગો થવાની સંભાવના રહે છે. શાસ્ત્રોમાં તેના કારણો પણ જણાવ્યા છે.

  જુદા-જુદા શાસ્ત્રોમાં સેક્સ ક્યારે માણવું જોઈએ અને ક્યારે નહીં તે વિશે મહાભારત, સ્કંદપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, વગેરેમાં શું શું કહ્યું છે જાણો આગળની સ્લાઈડ્સમાં....
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  શાસ્ત્રોમાં સ્ત્રી-પુરુષના સહવાસ વિશે શું-શું કહેવામાં આવ્યું છેઃ-
   
  -આ સંબંધમાં ધર્મશાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે રાત્રિના પ્રથમ પ્રહર સમાગમ માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે. એવું માનવામાં આવે છે કે રાતના પ્રથમ પ્રહરમાં કરેલા સમાગમથી ઉત્પન્ન થનારી સંતાનને શિવના આશીર્વાદ મળે છે. અને આ સંતાન પૂર્ણ રીતે ધાર્મિક, માતા-પિતાની આજ્ઞાનું પાલન કરનારું, ભાગ્યવાન અને દીર્ઘાયુ થાય છે.
   
  -માન્યતા છે કે રાત્રિના પ્રથમ પ્રહર પછી રાક્ષસગણ પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને તે દરમિયાન કરવામાં આવતા સમાગમથી ઉત્પન્ન થનાર સંતાન રાક્ષસોના સમાન ગુણોવાળું  માતા- પિતાનો અનાદર કરનાર, ભાગ્યહીન અને ખરાબ વ્યસનોમાં ખુંપનારું બને છે. રાત્રિનો પ્રથમ પ્રહર રાતના 12 વાગે સુધી માનવામાં આવે છે.
   
  -વૈદિક ધર્મ અનુસાર આ સમય સિવાય અન્ય સમયે સમાગમ કરનારા દંપતી ઘણા પ્રકારના શારીરિક, માનસિક અને આર્થિક દુઃખ ભોગવે છે. રાતના 12 વાગ્યા પછી સમાગમ કરનારા ઘણા પ્રકારની બીમારીઓ વેઠે છે. જેમ કે અનિદ્રા, માનસિક તણાવ, થાક અને અન્ય શારીરિક બીમારીઓ ઘેરી લે છે. આ સાથે તેમને દેવી- દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી નથી.
   
  -દિવસે અને બંને સંધ્યાના સમયે જે સૂવે અને સ્ત્રી સહવાસ કરે છે એ સાત જન્મો સુધી રોગી અને દરિદ્ર થાય છે.(બ્રહ્મવૈવર્ત પુરાણ, શ્રીકૃષ્ણજન્મ ખંડ-75-80)
   
  -માતા-પિતાની મરણતિથિ, પોતાની જન્મતિથિ, નક્ષત્રોની સંધિ(બે નક્ષત્રો વચ્ચેનો સમય) તથા અશ્વિની, રેવતી, ભરણી, મઘા, મૂળ- આ નક્ષત્રોમાં સમાગમ વર્જિત છે.
   
  -જે લોકો દિવસે સ્ત્રી સાથે સમાગમ કરે છે તેઓ સાચે જ પોતાના પ્રાણોને ક્ષીણ કરે છે.(પ્રશ્નોપનિષદઃ1.13)
   
  -દિવસે સ્ત્રી-સમાગમ પુરુષ માટે અત્યંત ભારે આયુનાશક માનવામાં આવે છે. (સ્કંદ પુરાણ, બ્રહ્મ ખંડ, ધર્માણ્ય મહાત્મ્યઃ 6.35) 
   
  -પરસ્ત્રીગમનથી મનુષ્યનું આયુષ્ય ઘણું જલદી સમાપ્ત થઈ જાય છે. આથી કોઈપણ વર્ણના પુરુષે પરસ્ત્રીનો સંસર્ગ ન કરવો જોઈએ. આના સમાન સંસારમાં આયુષ્ય નષ્ટ કરનાર અન્ય કોઈ કાર્ય નથી. સ્ત્રીઓના શરીરમાં જેટલા રોમકૂપ હોય છે. એટલાં હજાર વર્ષ સુધી વ્યાભિચારી પુરુષે નરકમાં રહેવું પડે છે.(મહાભારત, અનુશાસન પર્વ)
   
  -જો પત્ની રજસ્વલા હોય તો એની પાસે ન જવું તથા એને પણ પોતાની પાસે ન બોલાવવી, શાસ્ત્રની અવજ્ઞા કરવાથી ગૃહસ્થ જીવન દુઃખમય બને છે, વધારે સમય સુધી સુખી જીવન નથી જીવી શકાતું. (મહાભારત, અનુશાસન પર્વ)
   
  -લગ્ન કરવાં પરંતુ સંયમ-નિયમથી રહેવું. બ્રહ્મચર્ચનું પાલન કરવું.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો કયા-કયા દિવસે શારીરિક સંબંધો રાખવા ન જોઈએ....
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Brahvaivat Puran: When man and women should Avoid Physical Relation
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending