Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » Things To Do And Not Do During a Solar Eclipse

13મીએ સૂર્ય અને 27મી જુલાઈએ ચંદ્રગ્રહણઃ અશુભ અસરથી બચવા ગાયને ખવડાવો લીલું ઘાસ

Divyabhaskar.com | Updated - Jul 11, 2018, 06:36 PM

જુલાઈ મહિનો ખૂબ ખાસ છે કારણ કે આ મહિનામાં 2 ગ્રહણ થઈ રહ્યા છે. એક 13 જુલાઈના સૂર્યગ્રહણ અને બીજો 27 જુલાઈના ચંદ્રગ્રહણ.

  • Things To Do And Not Do During a Solar Eclipse

    ધર્મ ડેસ્કઃ આ વર્ષનો જુલાઈ મહિનો ખૂબ ખાસ છે કારણ કે આ મહિનામાં 2 ગ્રહણ થઈ રહ્યા છે. એક 13 જુલાઈના સૂર્યગ્રહણ અને બીજો 27 જુલાઈના ચંદ્રગ્રહણ. હિન્દી પંચાંગ મુજબ 13 જુલાઈ અમાસ છે અને 27 જુલાઈના પૂનમ છે. આ દિવસે સૂર્ય મિથુન રાશિમાં રહેશે. સૂર્યની સાથે જ ચંદ્ર પણ આ રાશિમાં રહેશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. એટલે ગ્રહણના સૂતકની અસર ભારતમાં થશે નહીં. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, દક્ષિણી વિક્ટોરિયા, તસ્માનિયા, પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં દેખાશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ સૂર્યગ્રહણ સવારે આશરે 7.19 મિનિટથી શરૂ થશે અને 9.44 મિનિટ સુધી રહેશે. જાણો સૂર્યગ્રહણ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો..

    કેવી રીતે થાય છે સૂર્યગ્રહણ?

    ચંદ્ર પૃથ્વીનો ચક્કર લગાવે છે અને પૃથ્વી પોતાની ધુરી પર ફરતા સૂર્યના ચક્કર લગાવે છે. પૃથ્વી 365 દિવસમાં સૂર્યનો ચક્કર લગાવે છે. જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. પૃથ્વીના જે ભાગ પર ચંદ્રના કારણે સૂર્ય દેખાતો નથી ત્યાં સૂર્યગ્રહણની અસર થાય છે. જ્યોતિષ મુજબ ગ્રહણકાળનો સૂતક આશરે 12 કલાક પહેલાથી જ શરૂ થઈ જાય છે. ભારતમાં ગ્રહણ ન દેખાવાના કારણે અહીં ગ્રહણનું સૂતક રહેશે નહીં.

    પરેશાનીઓથી બચવા જાણો સૂર્યગ્રહણના દિવસે શું કરવું અને શું નહીં?

    - જે ભાગમાં ગ્રહણ દેખાવાનો છે, ત્યાં રહેતા લોકોને ગ્રહણ પહેલા ખાવા-પીવાની વસ્તુઓમાં તુલસીના પાન નાખી દેવા જોઈએ. તુલસીના કારણે આ વસ્તુઓ પર ગ્રહણની અસર નથી થતી.

    - ગ્રહણ પહેલા રાંધેલું ભોજન ગ્રહણ પછી ન ખાવું જોઈએ.

    - ગ્રહણ કાળમાં પૂજા-પાઠ ન કરવા જોઈએ. એટલે આ સમયમાં મંદિર બંધ કરી દેવામાં આવે છે.

    - ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ કાળમાં ઘરની બહાર ન નીકળવું જોઈએ. જો આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.

    - ગ્રહણ કાળમાં પતિ-પત્નીએ અંતર બનાવીને રાખવું જોઈએ. આ દરમિયાન શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ. ગ્રહણના સમય બાંધેલા સંબંધથી ઉત્પન્ન થતી સંતાનને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

    - ગ્રહણના સમયે મંત્રોના માનસિક જાપ કરવા જોઈએ. માનસિક જાપ એટલે ધીમે-ધીમે તમારા ઇષ્ટદેવના મંત્રોના જાપ કરવા જોઈએ.

    - ગ્રહણ પછી સંપૂર્ણ ઘરની સફાઈ કરવી જોઈએ. ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. દાન-પુણ્ય કરો. જો શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો.

    આ પણ વાંચોઃ- મેષ રાશિના જાતકો હોય છે સૌથી અમીર, રાશિ મુજબ જાણો ખાસિયત અને નબળાઇ

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending