• Life Management According to Sriramcharit Manas

કોઈનાથી વધુ પ્રેમ કરવો અથવા હમેશાં ગુસ્સો કરવો બની શકે છે દુખનું કારણ / કોઈનાથી વધુ પ્રેમ કરવો અથવા હમેશાં ગુસ્સો કરવો બની શકે છે દુખનું કારણ

Life Management According to Sriramcharit Manas

Divyabhaskar.com

Jul 12, 2018, 06:08 PM IST

ધર્મ ડેસ્ક: જીવનને સુખદ અને સફળ બનાવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો વ્યક્તિ અજાણતાં પણ એવા કામ કરી લે જે તેણે ન કરવા જોઈએ તો તેનું ફળ ભોગવવું પડે છે. કઈ ટેવ સારી છે અને કયું કામ નુકસાનકારક છે, આ વિશે શ્રીરામચરિત માનસની ચોપાઈમાં સમજાવ્યું છે.

ચોપાઈ-
रागु रोषु इरिषा मदु मोहु। जनि जनि सपनेहुं इन्ह के बस होहु।।
सकल प्रकार बिकार बिहाई। मन क्रम बचन करेहु सेवकाई।।


અર્થ- રાગ (પ્રેમ), રોષ (ક્રોધ), ઈર્ષ્યા (જલન), મદ (અહંકાર) અને મોહ. જો કોઈ આ 5ના વશમાં થઈ જાય તો તેમાં બધાં પ્રકારના વિકાર આવી જાય છે અને તે વ્યક્તિનું મન, કર્મ અને વચનથી વિકારોમાં ઘેરાય જાય છે.


રાગ એટલે બહુ જ પ્રેમ
બહુ વધારે પ્રેમથી આપણે સાચાં-ખોટાંમાં ફરક જાણી શકતા નથી. ધૃતરાષ્ટ્ર જાણતા હતા કે દુર્યોધન અધર્મી છે, તેમ છતાં પુત્ર મોહમાં તેઓ જીવનભર અધર્મનો સાથ આપતા રહ્યાં. પુત્રથી અત્યધિક પ્રેમને કારણે જ તેમના આખા કુળનો નાશ થયો. આ જ કારણથી કોઈપણ વસ્તુથી વધુ મોહ ન કરવો.

રોષ એટલે ક્રોધ
ક્રોધ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. ક્રોધમાં વ્યક્તિ સારાં-ખોટાંની ઓળખ કરી શકતો નથી. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય છે જે વિચાર્યા વિના કોઈની પણ સાથે ખોટું કરી શકે છે. ક્રોધને કારણે વ્યક્તિનો સ્વભાવ દાનવ સમાન થઈ જાય છે જેથી તેને છોડી દેવો જોઈએ.


મદ એટલે અહંકાર
નશો કર્યાં અને દારૂ પીધા બાદ સારાં-ખોટાંનો હોશ રહેતો નથી. મદનો અર્થ અહંકારથી પણ છે. અહંકારને કારણે વ્યક્તિ બીજાની સલાહ નથી માનતો અને પોતી ભૂલ સ્વીકારતો નથી અને અન્યોનું સન્માન કરતો નથી. આવો વ્યક્તિ પરિવાર અને મિત્રોને દુખી કરનાર હોય છે.


ઈર્ષ્યા એટલે જલન
જે વ્યક્તિ બીજા માટે મનમાં ઈર્ષ્યા રાખે છે જે પાપી, છલ-કપટ કરવાવાળો, દગો આપનાર હોય છે. દુર્યોધન પાંડવોની વીરતા અને પ્રસિદ્ધિથી ઈર્ષ્યા કરતો હતો. આ જ કારણથી દુર્યોધને જીવનભર પાંડવોનું ખરાબ કરવાની કોશિશ કરી અંતે પોતાના કુળનો જ નાશ કરી દીધો.


મોહ એટલે લાલચ
બધાંને કોઈને કોઈ લાલચ જરૂર હોય છે. આ મનુષ્ય સ્વભાવમાં સામેલ છે. પણ કોઈ વસ્તુ અથવા વ્યક્તિથી વધુ પડતો મોહ બરબાદીનું કારણ પણ બની શકે છે.

X
Life Management According to Sriramcharit Manas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી