Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » રેકી વિજ્ઞાન શું છે અને તેનાથી શું ફાયદા થાય છે | Reiki: What is it and what are the benefits?

ભગવાન બુદ્ધે નિરોગી રહેવા વિકસાવ્યું હતું રેકી વિજ્ઞાન, મટાડે છે અસાધ્ય રોગો

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 05:43 PM

અઢી હજાર વર્ષ પહેલાં બુદ્ધે આ વિદ્યા પોતાના શિષ્યોને શિખવી હતી

 • રેકી વિજ્ઞાન શું છે અને તેનાથી શું ફાયદા થાય છે | Reiki: What is it and what are the benefits?
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ રેઈકી અથવા રેકી એ મૂળ જપાનીઝ સંજ્ઞા છે. તેનો અર્થ “વિશ્વ વ્યાપી જીવન શક્તિ” એ થાય, જેને સંસ્કૃતિમાં “પ્રાણ” કહે છે, તેને ચાયનીઝમાં ઘણાં લોકો તેને Cosmic Energy તરીકે સંબોધે છે. ૧૯મી સદીના બીજા ભાગમાં ડૉ. મિકાઉ ઉસુઇ (Mikao Usui) એ આ ઉપચાર પદ્ધતિને (પુન:) સંશોધન દ્વારા તેને આ (રેકી) નામથી અપનાવ્યું.

  જાણો શું છે રેકી વિજ્ઞાનની પ્રાચીન હિસ્ટ્રી-

  અથર્વવેદમાં તેના પ્રમાણ પ્રાપ્ત થયેલા છે. આ વિદ્યા ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા મૌખિક રીતે વિદ્યમાન રહી છે. લિખિત રૂપમાં આ વિદ્યા ન હોવાથી ધીરે-ધીરે તેનો લોપ થતો ચાલ્યો. અઢી હજાર વર્ષ પહેલાં બુદ્ધ દ્વારા આ વિદ્યા પોતાના શિષ્યોને શિખવી જેને દેશવિદેશમાં ફરતી વખતે તેમને ચિકિત્સા સુવિધાનો અભાવ ન થાય અને તે પોતાનો ઉપચાર કરી શકે. ભગવાનના કમળસૂત્ર નામના પુસ્તકમાં તેનું વર્ણન મળે છે.

  રેકી પધ્ધતિમાં સામેલ ઊર્જાને Reiki Channel (રેકીનું ઉપચાર આપનાર) ઉપચાર લેનાર વ્યક્તિમાં ફેરબદલ કરવામાં આવે છે. તેમાં વિવિધ પદ્ધતિથી ઉપચાર કરવામાં આવે છે અને તેના સિદ્ધાંતો બીજા અસરકારક ઉપચાર પદ્ધતિની સમાન છે. તેમ છતાં’ રેકીમાં કોઈ પ્રકારના દબાણ પદ્ધતિથી જરૂરી નથી અને Reiki Channel દ્વારા ગ્રહણ કરેલ ચૈતન્ય ઊર્જા ઉપચાર લેના વ્યક્તિમાં active થાય છે. આપણા શરીર સિવાય બીજા કેટલાક શરીર આપણી આસપાસ હોય છે. આપાણી આસપાસ રહેનારા તેજો મંડલ આધુનિક ફોટોગ્રાફીઈથી છાયાચિત્રણ કરતાં હોય છે. યોગામાં આપણા શરીરના આધ્યાત્મિક ઊર્જા કેન્દ્રનું/ચક્રનું ઉલ્લેખન થયું છે. તે કેંદ્ર તેજમંડલના સ્તર પર હોય છે તથા તેનો સંભંધ આપણા શરીરના એન્ડોકાઇન હોય છે. એનો સંબંધ એટ્લો ઘનિષ્ટ હોય છે કે એકમાં નિર્માણ થનાર અસંતુલનની બીજા પર પરિણામ કરે છે. એનો અર્થ એ અર્થ થાય કે, સંસર્ગનો હમલો પ્રથમ તેજમંડલ પર થાય છે ત્યાર પછી શરીર લક્ષણો દેખાય છે એટલે જ તેજમંડલને આરોગ્યપૂર્ણ/સ્વસ્થ રાખવો એટલે રોગથી દૂર જવું (મુક્ત થવું) રેકીને રોજ આચરણ કરવાથી શરીર, મન, ભાવના, આધ્યાત્મિક સ્તર પર સારું પરિણામ આવે છે એટલે ફક્ત રોગ થાય તો જ રેકીનું ઉપયોગ કરવો એવું નથી. રેકી બાળક અથવા કોઇપણ શરીર આચરણ કરી શકે છે. તે ખૂબ જ સરળ – સાદો કોશલ્ય છે. જેને રેકી શીખવું હોય, ઉપયોગમાં લેવી હોય તેને રેકીના તજ્ઞ પાસેથી આત્મસાત કરવો પડે છે તેને લીધે તે વ્યક્તિના શરીરમાંના ચક્ર/કેન્દ્ર ખુલે છે તથા વિશ્વવ્યાપી જીવન ઊર્જાને અસરકારક રીતે મોકલતો માર્ગ તૈયાર થાય છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો રેકી કંઈ રીતે શીખી શકાય અને તેની ઉપયોગ લેવાની પદ્ધતિ કઈ છે આગળની સ્લાઈડ્સમાં વાંચો....

 • રેકી વિજ્ઞાન શું છે અને તેનાથી શું ફાયદા થાય છે | Reiki: What is it and what are the benefits?
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  રેકીએ સૂચનો કે પુસ્તક દ્વારા શીખી શકાતું નથી. રેકી એ હાથ વડે ઉપયોગમાં લેવાની એક સચોટ કુદરતી પદ્ધતિ છે. રેકી એટલે બ્રહ્નાંડમાં રહેલી રહસ્યમય શક્તિ, પાવર. રેકીનો જાણકાર આકાશમાંથી શક્તિ મેળવીને પોતાના શરીરના માધ્યમથી તે શક્તિ બીજાને આપે છે. યોગ-શક્તિપાન, કુંડળી જાગૃત કરવી, શરીરનાં સાત ચક્રો જાગૃત કરવા વગેરે રેકીની સારવાર પદ્ધતિમાં ઉપયોગી છે. રેકીથી માનસિક, શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. કોઇએ કોઇના મન પર, વિચારો પર કાબૂ કર્યો હોય, સ્વભાવમાં ઉગ્રતા, ચીડિયાપણુ હોય તો તેની સારવાર રેકી પદ્ધતિથી થઇ શકે છે. 

   

  શિવ અને શક્તિનો સંગમ ‘રેકી’માં છે. શિવ ઊર્જા ઉપરથી નીચેની તરફ આવે છે અને શક્તિ ઊર્જા નીચેથી ઉપરની તરફ મૂલાધાર ચક્ર દ્વારા જતી હોય છે. રેકી દ્વારા કરાતી સારવારનો સંબંધ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. ધ્યાન અને આધ્યાત્મિક સાધના વડે રેકી શક્તિ પ્રાપ્ત કરી શકાય. જેમ સૂર્ય આગળ દરેક પ્રકાશ ઝાંખો પડી જાય છે તે જ રીતે અજ્ઞાની માણસને આ શક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે તે ઇચ્છે તેમ કરી શકે છે.

   

  મહાત્મા બુદ્ધની શિક્ષા અનુસાર મન વિશે એમ કહેવામાં આવ્યું છે કે મન પોતાનામાં શક્તિસંપન્ન છે કારણ કે આખા શરીરનું સંચાલન ‘મન’ જ કરે છે. તેના વડે જ મન રડે છે, હસે છે, સુખ અથવા દુ:ખ અનુભવે છે. હાલના સંજોગોમાં એલોપથી, આયુર્વેદ, હોમિયોપથી વગેરે સારવાર પદ્ધતિઓ હોવા છતાં રેકીથી સારવાર ખૂબ લોકપ્રિય થઇ રહી છે. રેકી ઉપચારને સૌથી વધુ લોકપ્રિયતા અમેરિકામાં મળી રહી છે. ત્યાંના વિદ્વાનોએ તેનો પ્રચાર કર્યો અને સારવાર કેન્દ્રો ખૂલ્યાં. જ્યાં વર્ષો જુના રોગીઓનો ઇલાજ રેકી પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે. મનની જીત એ જીત છે, મનની હાર એ હાર. જેમણે મન જીતી લીધું તેણે આખા જગતને જીતી લીધું અને મનને આધ્યાત્મિક શક્તિથી જ જીતી શકાય. મનની શક્તિ સ્વયંમાં અદ્ભુત છે, કારણ કે તેમાં એટલી વધારે શક્તિ છે જેના દ્વારા આપણે અસંભવમાં એ સંભવ કાર્ય પણ આસાનીથી કરી શકીએ છીએ, પરંતુ આ કાર્ય માટે સતત અભ્યાસ અને આત્મશુદ્ધિની જરૂર હોય છે. જગતમાં ઈશ્વર પછીની સૌથી મોટી શક્તિ આ ‘મન’ જ છે. મન દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય છે અને મન દ્વારા જ રહસ્યો શોધી શકાય છે.

   

  રેકીમાં સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે કે પ્રયોગકર્તા પોતાના શરીરમાં સ્થિતચક્રોને જાગૃત કરે. આ શક્તિચક્રો કુલ સાત હોય છે, જે મનુષ્યના મેરુદંડમાં સ્થિત હોય છે. તેના સિવાય મૂલાધારમાં સ્થિત કુંડલિની શક્તિનું જાગરણ આવશ્યક છે. નિયમિત અભ્યાસથી તેને જાગૃત કરી શકાય છે. આ શક્તિચક્રોમાં ઘણી શક્તિ છે. વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોએ પણ આ શક્તિનો સ્વીકાર કર્યો છે. એલોપથી, હોમિયોપથી તથા આયુર્વેદ ઉપચાર સાથે આ ઉપચાર કરી શકાય છે જે નિર્દોષ છે. જેથી કોઇ આડઅસર નથી.

   

  રેકી દ્વારા કયા-કયા ચક્રોથી કેવી-કેવી ગ્રંથોઓને સજીવ કરી શકાય છે....

 • રેકી વિજ્ઞાન શું છે અને તેનાથી શું ફાયદા થાય છે | Reiki: What is it and what are the benefits?
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  રેકી માટેના શક્તિચક્રો નીચે મુજબ છે:-

  -સહસ્ત્રાર ચક્ર- પીનિયલ ગ્રંથિ
  -આજ્ઞાચક્ર – ગ્રંથિ
  -વિશુદ્ધ ચક્ર – થાઇરોઇડ તથા પેરાથાઇરોઇડ ગ્રંથિ
  -અનાહત ચક્ર – હૃદય ગતિ નિયંત્રણ ગ્રંથિ
  -મણપિુર ચક્ર – પેંક્રિયાસ ગ્રંથિ
  -સ્વાધિષ્ઠાન ચક્ર – એડિનલ ગ્રંથિ
  -મૂળાધાર ચક્ર – પુરુષોમાં અંડ ગ્રંથિ તથા સ્ત્રીઓમાં ડિમ્બ ગ્રંથિઓ

   

  રેકીનો ફાયદો જીવનમાં કેવી રીતે ઊઠાવી શકાય આગળની સ્લાઈડ્સમાં વાંચો....

 • રેકી વિજ્ઞાન શું છે અને તેનાથી શું ફાયદા થાય છે | Reiki: What is it and what are the benefits?
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  યોગશાસ્ત્ર દ્વારા કુંડલિની જાગૃત કરીને લઈ શકાય છે રેકીનો ફાયદોઃ-

   

  યોગશાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિના મૂલાધાર ચક્રને યોગ દ્વારા જાગૃત કરીને સહસ્ત્રાર સુધી લઇ જવામાં આવે છે. તેનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે. તેના તેજથી ચહેરો ચમકવા લાગે છે. કુંડલિની શક્તિ મૂલાધારમાં થઇને સ્વાધિષ્ઠાન, મણપિુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર ભેદીને સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા કરે છે. આ ચરમ સ્થિતિ હોય છે. આ સફર દરમિયાનના અનુભવોનો આનંદ લેવો જોઇએ.

  રેકી નો ફાયદો જીવન માં કેવી રીતે ઉઠાવી શકાય?

   

  રેકી એ જાપાની શબ્દ છે જેનો સાદો અર્થ થાય છે ” જીવન શક્તિ ”. માનવી ના જીવન માં અનંત સુખ, શાંતિ, આનંદ અને આર્થિક સમૃદ્ધિ રેકી દ્વારા શક્ય બને છે. આપણા શરીરને બહારથી તેમજ અંદરથી ઓળખવાની દ્રષ્ટી રેકીથી મેળવી શકાયછે. આપણા રોગ માંથી ૮૦ % રોગો મનોદૈહિક હોય છે. અર્થાત રોગ નો જન્મ પહેલા મનમાં થાય છે. અને અમુક સમયે તેની અસર શરીર ઉપર દેખાય છે. રેકી દ્વારા મનના શુદ્ધિકરણ નું કાર્ય થતું હોવા થી શારીરિક રોગ નિર્મૂળ થઇ જાય છે. સમગ્ર વિશ્વ ને મંદિ ઘેરી વળી પછી ઘણા લોકો ને માનસિક હતાશા – ડર વગેરે ભાવના ઓ જન્મી હતી. વળી કેટલીક વ્યક્તિઓ ને જુદા જુદા કારણોસર માનસિક અસર રેહેતી હોય છે. એટલી વાત પછી હવે એ જાણી લેવું જોઈએ કે કયા કયા હેતુ માટે રેકી લેવી જોઈએ.

   

  કંઈ-કંઈ બાબતોમાં રેકી કરે છે કામ આગળની સ્લાઈડ્સમાં વાંચો....

 • રેકી વિજ્ઞાન શું છે અને તેનાથી શું ફાયદા થાય છે | Reiki: What is it and what are the benefits?
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કઈ કઈ બાબતો માં રેકી કામ કરે છે?

   

  -માનશીક હતાશા દુર કરવામાં


  -શારીરિક રોગો દુર કરવામાં


  -જીવન ને આનંદમય, સુખમય બનાવવામાટે


  -સંતાન ને તેજસ્વી બનાવવામાટે


  -તેજસ્વી સંતાન પ્રાપ્તી માટે


  -નકારાત્મક ભાવનાઓ, વિચારો અને લાગણીઓ દુર કરવામાટે


  -હાથમાં લીધેલા કામ / પ્રોજેક્ટ સફળ બનાવવામાટે

   

  રેકી દ્વારા કયા-કયા રોગો મટાડી શકાય છે....આગળની સ્લાઈડ્સમાં વાંચો...

 • રેકી વિજ્ઞાન શું છે અને તેનાથી શું ફાયદા થાય છે | Reiki: What is it and what are the benefits?

  રેકી દ્વારા મટાડી શકાતા રોગો ની યાદી


  -તાવ


  -વ્યસન મુક્તિ


  -એલર્જી


  -લોહી ની કમજોરી


  -હાર્ટ ને લગતી તકલીફો


  -એકાગ્રતા મેળવવા માટે


  -ફેફસાની બીમારી


  -એસીડીટી / ઊલ્ટી


  -નબળી પાચન ક્રિયા


  -કબજિયાત


  -આધાશીશી


  -મધુ પ્રમેહ (Diabetes)


  -હાઈ અને લો બ્લડ દબાણ (Hi-Low Blood Pressure)


  -સંતાન પ્રાપ્તિ માટે

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending

વીડિયો વધુ જુઓ