Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » importance and benifits of shivpooja on mahashivratri 2018

આ દિવસે વ્રત કરવાથી અનેક જન્મોનાં પાપોમાંથી મળશે મુક્તિ, સાથે થશે ધનલાભ

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 05:22 PM

આ વ્રત કરવાથી ભક્તોના બધા જ મનોરથો પૂર્ણ થાય છે.

 • importance and benifits of shivpooja on mahashivratri 2018
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક,અમદાવાદ: મહાશિવરાત્રિનો અર્થ મહાલિંગની રાત્રિ. મહેશ્વર શિવની રાત્રિ. રાત્રિનો સમય સુખ પ્રદાન કરનારો સમય છે. એ ઉપરથી જોઇએ તો, શિવરાત્રિ એટલે, શુભગુણોથી સંપન્ન, સુખ પ્રદાન કરનાર, બ્રહ્માનંદ પ્રદાન કરનાર મહાશિવરૂપી દિવ્ય જ્ઞાન પ્રદાન કરનાર શિવરાત્રિ.

  માઘકૃષ્ણ ચતુર્થસ્યાં આદિ દેવો મહાનિશિ:|
  શિવલિંગ યવોદભૂતં કોટી સૂર્ય સમપ્રભમ:||
  તત્કાલ વ્યાધિની ગ્રાહ્યા શિવરાત્રિ વ્રતે તિથિ:|
  અર્ધરાત્રા દધશ્ચોર્ધ્વમ યુક્તા યત્ર ચતુર્દશી||

  (ઇશાન સંહિતા)

  મહામાસના કૃષ્ણપક્ષની ચૌદશની મધ્યરાત્રિના સમયે કરોડો સૂર્ય સમાન તેજવાળા પરમ શિવજી લિંગાકારે આવિર્ભૂત થયા. ત્યારથી દર માસની કૃષ્ણપક્ષની ચૌદશને શિવરાત્રિ કહેવામાં આવે છે. દર માસની શિવરાત્રિને માસ શિવરાત્રિ કહેવાય છે અને મહા મહિનાની વદ ચૌદશને મહાશિવરાત્રિ તરીકે ઓળખીએ છીએ.આ પવિત્ર રાત્રિએ જે કોઇ ભક્ત, જે કોઇ જીવ ભક્તિથી ઉપવાસ કરશે, રુદ્રાભિષેક કરશે, રાત્રિ જાગરણ કરશે, શિવલિંગની મહાપૂજા કરશે તે મોક્ષના અધિકારી બનશે.

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

 • importance and benifits of shivpooja on mahashivratri 2018
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  સમુદ્રમંથન સમયે સહુ પ્રથમ હળાહળ ઝેર નીકળ્યું તે તમામ ઝેર સદાશિવે સૃષ્ટિના ઉદ્ધાર માટે લોકોની રક્ષા માટે પોતે ગળામાં ધારણ કરી લીધું. એ સમયે સદાશિવ મૂર્છિત થઇ ગયા. શિવજીને યથાસ્થિતિમાં લાવવા માટે મા પાર્વતી તથા તમામ દેવોએ સંપૂર્ણ રાત્રિ જાગરણ કરીને શિવજી સમક્ષ અનેક પ્રકારના દિવ્ય સ્તોત્રો ગાયા. અનેક પ્રકારની વિશિષ્ટ સ્તુતિ કરી ત્યારબાદ સદાશિવ યથાસ્થિતિમાં આવી ગયા. આ પવિત્ર દિવસ એટલે શિવરાત્રિ. સદાશિવ યથાસ્થિતિમાં મૂળ સ્વરૂપમાં આવ્યા ત્યારે દેવતાઓએ પ્રણામ કર્યા. તેના વળતા ઉત્તરે શિવજીએ કહ્યું કે, આ પવિત્ર રાત્રિએ જે કોઇ ભક્ત, જે કોઇ જીવ ભક્તિથી ઉપવાસ કરશે, રુદ્રાભિષેક કરશે, રાત્રિ જાગરણ કરશે, શિવલિંગની મહાપૂજા કરશે તે મોક્ષના અધિકારી બનશે.

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

 • importance and benifits of shivpooja on mahashivratri 2018
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  શાસ્ત્રમાં કહેવાય છે કે, કૃષ્ણપક્ષનો સમય અંધકારમય હોય છે. આ સમયમાં જીવને ખરા અર્થમાં જ્ઞાનરૂપી પ્રકાશની જરૂર હોય છે. આ કૃષ્ણપક્ષની ચૌદશની મધ્યરાત્રિમાં જ્ઞાનને પ્રદાન કરનાર શિવની અવિરત કૃપાથી અંધકારમાં સબડતો જીવ આ મધ્યરાત્રિમાં શિવલિંગની પૂજા કરે કે તેમની પાસે બેસીને મંત્ર-જાપ કરે તો જીવ નિજાનંદ પ્રાપ્ત કરીને જ્ઞાનરૂપી પ્રકાશને પામે છે.

  આ વિષયમાં કઠોપનિષદ પણ કહે છે કે, શિવરાત્રિનું જાગરણ કરવાથી, ઉપવાસ કરવાથી, મહાપૂજા કરવાથી અનેક જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. શિવરાત્રિ જાગરણમાં ચારે પ્રહરની પૂજા કરવાથી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારેયની શુદ્ધિ થાય છે. 

   

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

 • importance and benifits of shivpooja on mahashivratri 2018
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

   ‘ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્યવ-રાન્નિબોધતા’ કહેવાય છે કે, શિવરાત્રિના દિવસે રુદ્રાભિષેક કરવાથી આયુની વૃદ્ધિ થાય છે. અકાલ મૃત્યુથી મુક્તિ મળીને પૂર્ણ આયુષ્ય સુખમય, પ્રભુમય પસાર થાય છે. આ માટે વર્ષભરમાં મહા વદ 14 પૂર્ણ રૂપથી સંપૂર્ણ દિવસ અને સંપૂર્ણ રાત શિવમય બનવાથી માનવદેહનો જન્મ સાર્થક થઇ જાય છે. 

  આપણે ઘણા પ્રકારનો ઉત્સવો તહેવારો મનાવીએ છીએ તેમાં બે તહેવારની ઉજવણી મધ્યરાત્રિમાં કરીએ છીએ, જેમાં એક જન્માષ્ટમી અને બીજી મહાશિવરાત્રિ આ બંનેમાં રાત્રિના સમયમાં પ્રભુની ઉપાસના કરીએ છીએ. ધર્મશાસ્ત્ર કહે છે કે 360 દિવસમાંથી જન્માષ્ટમીના ઠીક 180 દિવસ પછી મહાશિવરાત્રિ આવે છે.પરમાત્મા પરમશિવના કુલ 63 રૂપોમાં લિંગોદ્્ભવ અે વિશેષ મૂર્તિ છે. આ મૂર્તિની ઉપર એક હંસ અને નીચે વરાહ અંકિત હોય છે. આ શિવલિંગ બ્રહ્માંડનો સંકેત આપે છે. 

  એમ કુલ 64 અવતારના સંકેતરૂપ 64 મહાશિવભક્ત અવતરિત છે.

   

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

 • importance and benifits of shivpooja on mahashivratri 2018
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  પુરાણમાં કહ્યું છે કોઇ મહાપાપી પણ અજાણતા શિવરાત્રિના દિવસે ઉપવાસ કરી રાત્રિના મહાપૂજા કરે તો શિવસાયુજ્ય પ્રાપ્ત થાય છે. આ માટે સુકુમારનું વૃતાંત તેની સાક્ષી પૂરે છે. સુકુમાર ખૂબ જ પાપી હતો, ખૂબ જ ભૂખ્યો-તરસ્યો હતો. ભૂખ સંતોષવા, તરસ સંતોષવા શિવાલયમાં અન્નની ચોરી કરવા ગયો. એ મહાશિવરાત્રિ હતી. પ્રસાદ ચોરવા ગયો અને અજાણતાં જાગરણ થયું. અજાણતાં શિવપૂજા થઇ અને મહાપાપી સુકુમાર જીવન તરી ગયો.

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

 • importance and benifits of shivpooja on mahashivratri 2018
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  બીજી કથા પણ પ્રચલિત છે. ભીલ શિકારી પરિવારની ભૂખ સંતોષવા રાત્રિએ શિકાર કરવા નીકળ્યો. શિકારની શોધમાં બીલીના ઝાડ ઉપર ચડી ગયો. હરણનો પરિવાર અલગ અલગ પ્રહરમાં ત્યાં આવે છે. એ સમય શિવરાત્રિનો હતો. ભીલ શિકારીથી હરણના પરિવારની રાહ ચારે પ્રહરનું જાગરણ થયું. ચારે પ્રહર બીલીના ઝાડ નીચે રહેલા શિવલિંગની અજાણતાં પૂજા થઇ. જેના પરિણામે નિશાદરાજ ભીલ શિકારી અને હરણના પરિવાર સહુને સાયુજ્ય મુક્તિ મળી ગઇ. આ રીતે મહાશિવરાત્રિ એક વિશેષ માનવહિત પર્વ ગણાય છે. 

  શિવરાત્રિના પવિત્ર દિવસે રાત્રિના સમયે ‘ગીરીની કલ્યાણોત્સવ’ થાય છે. જગન્માતા-પિતાના વિવાહથી સંપન્ન આ મહાશિવરાત્રિ સુખ અને શુભ પ્રદાન કરનારી છે. ભીષ્મ પિતામહ મહાભારતના શાંતિપર્વમાં કહે છે કે ચિત્રભાનુ નામના રાજાએ શિવરાત્રિ વ્રત કરીને પોતાના જીવનને ચરિતાર્થ કર્યું હતું. મહાશિવરાત્રિની રાત્રિએ ભભૂત (ભસ્મ) બનાવવી પવિત્ર મનાય છે. એ ભસ્મ શિવભક્તની ઉન્નતિ કરે છે. 

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

 • importance and benifits of shivpooja on mahashivratri 2018
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  વિશેષમાં શિવરાત્રિની મહારાત્રિએ સ્વામી દયાનંદ સરસ્વતીને જ્ઞાનનો ઉદય થયો હતો. 

  માનવે ભૌતિકરૂપથી, આધ્યાત્મિકરૂપથી, મહાશક્તિ અને સમર્થતા પ્રાપ્ત કરવા, દીર્ઘાયુ બનવા, સુખ અને શાંતિમય પોતાની જીવનયાત્રા પૂર્ણ કરવા, શિવતત્ત્વને પ્રાપ્ત કરીને મુક્તિ મેળવવા મહાશિવરાત્રિનું અનુસંધાન કરવું જ રહ્યું.

  ૐ નમો શંભવાય ચ મયો ભવા થ.
  નમ શંકરાય ચ મયસ્કરાય ચ.
  નમ:શિવાય ચ શિવ તરાય ચ.|| 

   

   

 • importance and benifits of shivpooja on mahashivratri 2018

  શિવરાત્રિના જાગરણનો મહિમા 
  શિવરાત્રિની રાત્રિનું જાગરણ માનવને મુક્તિ આપે છે. શિવ નામસ્મરણ કરીને, શિવમંત્રજાપ કરીને, શિવાભિષેક કરીને આપણા મન અને હૃદયને અંદરથી જાગૃત અવસ્થામાં રાખીને આપણા હૃદયને શિવમય બનાવી દેવાની જે વૃત્તિ છે એ જ શિવરાત્રિનું જાગરણ છે.

  આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending