Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » chant om namah shivay mantra for happy and wealthy life

આ શિવમંત્રનો રોજ સવારે જાપ કરવાથી અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 03:07 PM

શરીર-મનનાં દરેક દુ:ખદર્દોમાં રાહત મેળવવા માટે આ મંત્રનો જાપ કરો

  • chant om namah shivay mantra for happy and wealthy life
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક,અમદાવાદ: શિવમાં જીવન અને જગત બંને છે. જ્યારે જીવન અને જગતના પ્રત્યેક ઘટનાક્રમમાં પોતાના કલ્યાણની શાશ્વતતા અને નિરંતરતાની સતત અનુભૂતિ થવા લાગે ત્યારે સમજો કે શિવતત્ત્વની અનુભૂતિ થવા લાગી.

    મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્|
    જન્મમૃત્યુજરાવ્યાધિ પિડિતં કર્મ બંધન્નૈ||

    શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. આધ્યાત્મિક સ્વરૂપે જોઇએ તો ‘શ’ અક્ષરમાં સુખશયનનું સમાધિ સત્ય છે. ‘ઇ’ શબ્દમાં ત્રિતાપહારિણી શક્તિ છે. ‘વ’ શબ્દમાં અમૃતવર્ષા સમાયેલી છે..

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • chant om namah shivay mantra for happy and wealthy life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    તેથી જ તો શિવમાં કલ્યાણની શાશ્વતતા અને નિરંતરતા છે એ જ સત્ય શિવ શબ્દનો સમ્યક અર્થ છે. શિવમાં જીવન અને જગત બંને છે. જ્યારે જીવન અને જગતના પ્રત્યેક ઘટનાક્રમમાં પોતાના કલ્યાણની શાશ્વતતા અને નિરંતરતાની સતત અનુભૂતિ થવા લાગે ત્યારે સમજો કે શિવતત્ત્વની અનુભૂતિ થવા લાગી.

    શિવમાં વિવેક અને વૈરાગ્ય બંને સંપૂર્ણપણે સમાવિષ્ટ છે. શિવ નામ સ્મરણ થતું રહે તો આપોઆપ વિવેકનું ત્રીજું નેત્ર ખૂલી જાય છે અને સાથે જ અંતરચેતના દુર્ગુણોથી, દુષ્પવૃત્તિઓથી વિમુખ થઇ વૈરાગ્ય તરફ અગ્રેસર થાય છે. શિવ જ સર્જન અને સંહાર છે. શિવમાં શાસ્ત્ર અને સંસ્કૃતિ બંને સમાયેલાં છે. શિવની ચેતનાથી ઉત્પન્ન થયેલા એકતા-સમતા અને સુચિતાના ગુણ માનવની સર્વોચ્ચ સંસ્કૃતિનું નિર્માણ કરે છે.

    શિવતત્ત્વમાં સમર્પણ તેમની પાસે સાધકનો સતત એ જ પોકાર રહે છે અને કહે છે - હે ઇશ્વર! ક્યારે મારી આર્તવાણીથી શિવ-શિવનું ઉચ્ચારણ કરતો કરતો આપનાં ચરણોમાં લીન થઇ સમસ્ત સાંસારિકતા અને દુ:ખોથી છુટકારો મેળવીશ?

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • chant om namah shivay mantra for happy and wealthy life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    શિવપુરાણની પૌરાણિક કથામાં પણ લખાયું છે કે પારધીએ અનાયશે મૃગનો શિકાર કરતાં કરતાં મહાશિવરાત્રિની આખી રાત્રિ બીલીના વૃક્ષ ઉપર રહી ઉપવાસ કર્યો. જળનું બિંદુ શિવલિંગ ઉપર પડ્યું. બીલીપત્ર પણ પડ્યાં તેનું અદ્્ભુત ફળ તેને પ્રાપ્ત થયું અને મુક્તિ પ્રાપ્ત થઇ. અનાયાસે આવું ફળ પ્રાપ્ત થતું હોય તો જે ભક્તો ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રિનું ઉત્તમ વ્રત કરે તો ફળની પ્રાપ્તિ  કેમ ન થાય?

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • chant om namah shivay mantra for happy and wealthy life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ત્રિદલ-બીલીપત્ર-ત્રિનેત્ર-ત્રિપુંડ-ત્રિશૂળ આ સર્વે પ્રકૃતિના સત્ત્વગુણ-રજોગુણ અને તમોગુણ. આ ત્રણેનું સંતુલન અને સમ કરવાનો ભાવ વ્યક્ત કરે છે.      
    માધકૃષ્ણ ચતુર્દશ્યામાદિદેવો મહાનિશિ|
    શિવલિંગતયોદ્ ભુત: કોટિ સૂર્ય સમપ્રભ:||
    તત્કાલ વ્યાપિની ગ્રાહ્યા શિવરાત્રિવ્રતે તિથિ:|

    અર્થાત્ માઘમાસની કૃષ્ણ ચતુર્દશીની મહાનિશામાં આદિદેવ મહાદેવ કોટિ સૂર્ય સમાન દીપ્તિ સંપન્ન થઇને શિવલિંગ રૂપે આવિર્ભૂત થયા હતા. આથી શિવરાત્રિ વ્રતમાં એ મહાનિશાવ્યાપિની ચતુર્દશીને ગ્રહણ કરવી જોઇએ. દેહને નંદિની જેમ આત્મભિમુખ અને શિવમય થવું પડશે ત્યારે જ આપણે શિવની કૃપા મેળવી શકીશું. નંદી આગળ કાચબો દૃષ્ટિમાન થાય છે જે આપણા સૂક્ષ્મ શરીરને માર્ગદર્શન આપે છે અર્થાત્ આપણું મન કાચબાની માફક કવચધારી સુદૃઢ હોવું જોઇએ. જેમ કાચબો શિવ તરફ ગતિશીલ છે તેવી જ રીતે આપણા મનને પણ શિવમય થવું જોઇએ. તેની માફક સતત પ્રયત્નશીલ અને સ્થિતપ્રજ્ઞ થવું જોઇએ. આમ મહાશિવરાત્રિની રાત્રિ જીવનું શિવ સાથે મિલન થાય તેમ ગણવામાં આવે છે. તે દિવસે ઉપવાસી રહી રાત્રે શિવલિંગ ઉપર રુદ્રીનો પાંચમો અધ્યાય ‘નમસ્તે રુદ્રમન્યવ ઊતો ત ઇસવે નમ:||’ આ 11 વાર ભણવાથી રુદ્રાભિષેક થયો ગણાય તેમ કહી બીલીપત્ર ચઢાવવા, પંચામૃત તથા જળથી અભિષેક કરવો.

     

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • chant om namah shivay mantra for happy and wealthy life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ‘પંચાક્ષર મિદં પુણ્યં ય: પઠે શિવ સંન્નિદ્યૌ|
    શિવલોકે મવાપ્નોનિ શિવેન સહમોદતે||’

    આગળની સ્લાઈડ પર ક્લિક કરી જાણો વધુ...

  • chant om namah shivay mantra for happy and wealthy life

    પંચાક્ષર મંત્ર ‘ૐ નમ: શિવાય’ આ મંત્રનો જપ કરવાથી પણ અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આવા કલ્યાણકારી ભગવાન શિવને મહાશિવરાત્રિ મહાપર્વે પ્રસંગે કોટિ કોટિ પ્રણામ! 

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending