Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » 141 વર્ષમાં આટલી બદલાઈ રથયાત્રા, આ છે 1878 થી 2017 સુધીની તવારિખ know Ahmedabad Rathyatra ten fact

141 વર્ષમાં આ રીતે બદલાતી રહી છે અમદાવાદ રથયાત્રાની યાત્રા, આ છે તવારીખ

Divyabhaskar.com | Updated - Jul 13, 2018, 07:00 PM

141 વર્ષમાં આટલું બદલાયું ભગવાન જગન્નાથનું મંદિર અને રથયાત્રા, આ છે 1878 થી 2018 સુધીની છે તવારીખ

  • 141 વર્ષમાં આટલી બદલાઈ રથયાત્રા, આ છે 1878 થી 2017 સુધીની તવારિખ  know Ahmedabad Rathyatra ten fact

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આ વર્ષે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા તા. 14-7-2018નાં દિવસે નિકળશે. અમદાવાદની રથયાત્રા 1878થી આજ સુધી અવિરત નિકળે છે. 141 વર્ષથી નિકળતી રથયાત્રામાં ઘણા ફેરફારો થયા છે અને ઘણા વિઘ્નોનો સામનો પણ આ રથયાત્રાએ કર્યો છે. પુરીની રથયાત્રાથી પ્રેરાઈને શરૂ કરવામાં આવેલી આ યાત્રાએ અનેક ઊતાર-ચઢાવ જોયા છે. અમદાવાદની વિકાસયાત્રામાં પણ રથયાત્રાનું વિશેષ મહત્વ રહ્યું છે. નગરમાંથી વિશાળ મેગાસિટી બનેલાં અમદાવાદમાં રથયાત્રામાં અનેક ફેરફારો થાય છે. આજે અમે તમને 141 વર્ષ દરમિયાન મંદિર અને રથયાત્રામાં થયેલાં બદલાવો વિશે જણાવી રહ્યા છીએ.

    1-વર્ષ 1878ની અષાઢી બીજની વહેલી સવારે શ્રી નરસિંહદાસજીના નેતૃત્વમાં સૌ પ્રથમ રથયાત્રાનો પ્રારંભ થયો હતો.

    2-વર્ષ 1879થી સરસપુરમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીનું મોસાળું કરાયું હતું.

    3-1878થી ત્રણેય રથ ખેંચવાનું કાર્ય ખલાસી ભાઈઓ કરે છે, લગભગ 2000 ખલાસી રથ ખેંચે છે.

    4-વર્ષ 1996માં સૌપ્રથમ વખત દૂરદર્શન પર રથયાત્રાનું જીવંત પ્રસારણ કરાયું હતું.

    5-વર્ષ 1954માં મહંત શ્રી નરસિંહદાસજીએ મંદિરના વિશાળ પ્રાંગણમાં શહેર ચોર્યાસીનું સુંદર આયોજન કર્યું હતું.

    6-છેલ્લા 45 વર્ષથી કાશી, અયોધ્યા, હરિદ્વાર, વૃંદાવન, મથુરાથી રથયાત્રામાં ભાગ લેવા 200થી વધુ સખીઓ આવે છે.

    7-વર્ષ 2006માં અમદાવાદ મેગાસિટી બન્યું તેની સાથે જ શ્રદ્ધાળુઓની સંખ્યા અને પુરી પછી અમદાવાદની રથયાત્રા બીજા ક્રમે આવે છે.

    8-વર્ષ 1973માં ગૌસેવાના હિતાર્થે મંદિરમાં પ. પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથાનું આયોજન થયું હતું.

    9-વર્ષ 1947ના આરસામાં રથયાત્રા રતનપોળમાંથી નિકળી હતી કારણ કે આ વર્ષે અમદાવાદમાં રાયટ્સ થયા હતા.

    10-વર્ષ 2000માં ભગવાન જગન્નાથના નૂતન મંદિરનું નિર્માણ થયેલું તે પહેલાં જૂનું મંદિર હતું.

    11-વર્ષ 1560માં રામાનંદી સંત હનુમાનજી મહારાજ જગન્નાથ મંદિરના પ્રથમ ગાદીપતિ બન્યા હતા.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending