Divya Bhaskar

Home » Jeevan Mantra Junior » Gyan Vigyan » Different Types of Rudraksha Beads and their benefits

14 પ્રકારના રુદ્રાક્ષની વાત, કયો રુદ્રાક્ષ ધારણ કરવાથી શું લાભ થાય

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 12:19 PM

એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી માથાના દુખાવો અને આંખનો દુખાવો દૂર થાય છે

  • Different Types of Rudraksha Beads and their benefits
    +13બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ રુદ્રનો અર્થ ભગવાન શંકર (શિવ) છે, અક્ષ આંખને કહેવાય છે. આ બંને શબ્દોથી મળીને રુદ્રાક્ષ શબ્દ બન્યો. રુદ્રાક્ષ મૂળરૂપે પર્વતીય ક્ષેત્રમાં પ્રાપ્ત થાય છે. જાવા સુમાત્રા (ઈન્ડોનેશિયા)માં નાના આકારના અને નેપાળમાં મોટા આકારના રુદ્રાક્ષ પ્રાપ્ત થાય છે. ભારતમાં પણ કેટલાક ક્ષેત્રોમાં આ વૃક્ષ વાવવામાં આવે છે. નોંધનિય છે કે 13 તારીખને મંગળવાના રોજ શિવરાત્રિ હોવાથી અમે આપને આ માહિતી આપી રહ્યા છીએ.

    પુરાણોમાં બતાવ્યા પ્રમાણે ભગવાન શંકરના નેત્રમાંથી જ્ઞાનાનંદ અશ્રુ (આંસુ)થી આ વૃક્ષનો જન્મ થયો હોવાની કથા ખૂબ જ પ્રચલિત છે. રદ્રાક્ષ સાધારણ વૃક્ષ બીજ નથી. તેને વિધિ-વિધાનથી ધારણ કરવાથી કેટલાક વિશેષ લાભ થાય છે. રુદ્રાક્ષ વૃક્ષ અને ફળ બંને પૂજનીય છે. રુદ્રાક્ષના ઉપયોગથી મનુષ્યના રોગ, દુઃખ, વિઘ્ન જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ વિવિધ રુદ્રાક્ષને ધારણ કરવાથી કયા લાભ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને વિવિધ રોગોમાં કયું રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ તે વિશે જણાવીશું.

    આગળની સ્લાઈડ્સમાં વાંચો કયો રુદ્રાક્ષ ધારણ કરવાથી શું લાભ થાય.......

  • Different Types of Rudraksha Beads and their benefits
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    રુદ્રાક્ષનો ગ્રહ ચંદ્ર છે, તે શિવ અને શક્તિનું પ્રતિક છે. તેને ધારણ કરવાથી ફેફસા, કિડની, વાયુ અને આંખની સમસ્યા દૂર થાય છે.

  • Different Types of Rudraksha Beads and their benefits
    +11બીજી સ્લાઈડ્સ જુઓ

    ત્રણ મુખી રુદ્રાક્ષનો ગ્રહ મંગળ છે. તેને ધારણ કરવું તે શિવ-શક્તિને ધારણ કરવા સમાન છે. રક્ત વિકાર, બ્લડ પ્રેશર, નબળાઈ, માસિક, અલ્સર જેવા રોગોમાં લાભ મળે છે.

  • Different Types of Rudraksha Beads and their benefits
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    ચાર મુખી રુદ્રાક્ષનો ગ્રહ બુધ છે અને દેવતા બ્રહ્મા છે. વૈજ્ઞાનિક, શોધકર્તા અને ડોક્ટર તેને ધારણ કરે તો વિશેષ લાભ થાય છે. માનસિક રોગ, તાવ, લકવા જેવી સમસ્યામાં લાભ થાય છે.

  • Different Types of Rudraksha Beads and their benefits
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    પાંચ મુખી રુદ્રાક્ષનો ગ્રહ ગુરુ છે. આ રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવનો પ્રસાદ છે. તે દરેક રોગોને દૂર કરે છે.

     

  • Different Types of Rudraksha Beads and their benefits
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    6મુખી રુદ્રાક્ષનો ગ્રહ શુક્ર છે. કાર્તિકેય તેના દેવતા છે. તેને ધારણ કરવાથી શરીરના સમસ્ત વિકારો દૂર થાય છે. સારા વિચારો આવે છે. સન્માન અને વિજય મળે છે.

  • Different Types of Rudraksha Beads and their benefits
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    7મુખી રુદ્રાક્ષનો ગ્રહ શનિ છે. તે મહાલક્ષ્મી અને સપ્ત ઋષિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ધારણ કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. હાડકા અને મસ્તિષ્કને લગતા રોગ દૂર થાય છે.

  • Different Types of Rudraksha Beads and their benefits
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    8મુખી રુદ્રાક્ષનો ગ્રહ રાહું છે. તે ભૈરવનો સ્વરૂપ છે. દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. ગણેશજીની કૃપા રહે છે. ત્વચા અને આંખના રોગો દૂર થાય છે.

  • Different Types of Rudraksha Beads and their benefits
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    9મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી નવગ્રહોની ખરાબ અસરથી રક્ષા મળે છે. તે નવ માતાઓનું પ્રતિક છે.  ગરીબી દૂર થાય છે.

  • Different Types of Rudraksha Beads and their benefits
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    10 મુખી રુદ્રાક્ષ વિષ્ણુજીનું પ્રતિક છે. ધારણ કરવાથી સારા વિચારો આવે છે. વ્યક્તિ સાચા માર્ગ પર ચાલે છે. પેટ અને આંખના રોગ દૂર થાય છે. 

  • Different Types of Rudraksha Beads and their benefits
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શુભ ફળ મળે છે. ધાર્મિક કાર્યોમાં રસ વધે છે. તીર્થયાત્રા પર જવાનું થાય છે. વ્યક્તિ પર ઈશ્વરની કૃપા રહે છે.

  • Different Types of Rudraksha Beads and their benefits
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    12 મુખી રુદ્રાક્ષ 12 જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ધારણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. 

  • Different Types of Rudraksha Beads and their benefits
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    13 મુખી રુદ્રાક્ષના મુખ્ય દેવતા ઈન્દ્ર છે. તેને ધારણ કરવાથી વ્યક્તિને સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે. દરિદ્રતા દૂર થાય છે. સાંધા, હાડકા, દાંતની સમસ્યા દૂર થાય છે.

     

  • Different Types of Rudraksha Beads and their benefits

    14મુખી રુદ્રાક્ષ ભગવાન શંકરનું પ્રતિક છે. તેને ધારણ કરવાથી શનિના કોપથી બચી શકાય છે. ચામડી, વાળ અને પેટને લગતી સમસ્યા દૂર થાય છે. ધારણ કરવાથી વ્યક્તિ શિવભક્ત બને છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Mantra Junior

Trending