1

Divya Bhaskar

Home » Jeevan Darshan » Ramcharit Manas: know about five thing which destroy your life

સુખી જીવનની ઈચ્છા ધરાવતા લોકોએ તરત જ છોડી દેવા જોઈએ આ 5 કામ

Divyabhaskar.com | Last Modified - Nov 24, 2017, 02:07 PM IST

આ પાંચ કામોથી હંમેશાં નુકસાન જ થાય છે, તેને હંમેશાં છોડી દેવા જોઈએ

  • Ramcharit Manas: know about five thing which destroy your life
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જીવનને સુખી અને સફળ બનાવવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું પડે છે. મનુષ્ય અજાણતા જ અનેક એવા કામ કરી જાય, જે તેણે ન કરવા જોઇએ જેના કારણે તેને ખરાબ ફળ ભોગવવા પડે છે. કઇ આદતો સારી છે અને કયા કામ કરવાથી નુકસાન જ થાય છે, તેના વિશે શ્રીરામચરિતમાનસના એક દોહામાં સમજી શકાય છે.


    દોહોઃ-

    रागु रोषु इरिषा मदु मोहु, जनि जनि सपनेहुं इन्ह के बस होहु।
    सकल प्रकार बिकार बिहाई, मन क्रम बचन करेहु सेवकाई।।


    એટલે કે, રાગ (વધારે પડતો પ્રેમ), રોષ (ગુસ્સો), ઈર્ષ્યા (બળતરા), મદ (અહંકાર) અને મોહ (લગાવ)- આ પાંચ કામોથી હમેશાં નુકસાન જ પહોંચે છે. એટલે આ વસ્તુઓથી સપનામાં પણ દૂર જ રહેવું જોઇએ.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ પાંચ વાતો કઇ-કઇ છે....
  • Ramcharit Manas: know about five thing which destroy your life
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    રોષ એટલે ગુસ્સોઃ-
     
    ગુસ્સો મનુષ્યનો સૌથી મોટો દુશ્મન હોય છે. ગુસ્સામં મનુષ્યને સારા અને ખરાબની ઓળખાણ રહેતી નથી. જે વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય છે, તે વિના કંઇપણ વિચાર્યે કોઇપણ વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરી શકે છે. ગુસ્સાના કારણે મનુષ્યનો સ્વભાવ દાનવ જેવો થઇ જાય છે. ગુસ્સામાં આવીને કરવામાં આવેલાં કામો કર્યા પછી પછતાવું પડે છે અને ઘણીવાર પરેશાનીઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ માટે આપણે આ આદતને છોડી દેવી જોઇએ.

     

  • Ramcharit Manas: know about five thing which destroy your life
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મદ એટલે કે અહંકારઃ-
     
    સામાજિક જીવનમાં બધા જ લોકો માટે થોડી સીમાઓ હોય છે. દરેક વ્યક્તિ તે સીમાઓનું હમેશાં પાલન કરવું જોઇએ, પરંતુ અહંકારી વ્યક્તિની કોઇ સીમા હોતી નથી. અહંકારમાં મનુષ્યને સારા-ખરાબનું કોઇ જ ભાન રહેતું નથી. અહંકારને કારણે વ્યક્તિ ક્યારેય બીજા લોકોની સલાહને માન આપતો નથી. તે અહંકારને કારણે ક્યારેય પોતાની ભુલનો સ્વીકાર કરતો નથી અને બીજા લોકોનું સન્માન પણ કરતો નથી. આવો વ્યક્તિ પોતાના પરિવાર અને મિત્રોને કષ્ટ પહોંચાડનાર હોય છે.

     

  • Ramcharit Manas: know about five thing which destroy your life
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈર્ષ્યા એટલે બળતરાઃ-
     
    જે વ્યક્તિ અન્ય પ્રત્યે પોતાના મનમાં ઈર્ષ્યા અથવા બળતરાની ભાવના રાખે છે, તે નિશ્ચિત જ પાપી, છળ-કપટ કરનાર, દગો આપનાર હોય છે. તે અન્ય વ્યક્તિને નીચો દેખાડવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. બળતરાની ભાવના રાખનાર વ્યક્તિને સારા અને ખરાબનું કોઇ ભાન રહેતું નથી જેમ કે, દુર્યોધન. દુર્યોધન બધા જ પાંડવોની વીરતા અને પ્રસિદ્ધિથી બળતો હતો. આ બળતરાની ભાવનાને કારણે દુર્યોધને જીવનભર પાંડવોનું ખરાબ કરવાની જ કોશિશ કરી અને અંતમાં પોતાના કુળનો નાશ કરી દીધો. એટલે, ઈર્ષ્યા અથવા બળતરાની ભાવના ક્યારેય પોતાના મનમાં આવવા દેવી ન જોઇએ.

  • Ramcharit Manas: know about five thing which destroy your life
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મોહ એટલે કે લગાવઃ-
     
    બધા જ લોકોને કોઇને કોઇ વસ્તુ અથવા વ્યક્તિ સાથે લગાવ જરૂર હોય છે. આ મનુષ્યના સ્વભાવમાં સામેલ હોય છે, પરંતુ કોઇપણ વસ્તુ અથવા વ્યક્તિ સાથે વધારે મોહ પણ બરબાદીનું કારણ બની શકે છે. કોઇપણ વ્યક્તિ સાથે વધારે પડતો લગાવ હોવા પર પણ વ્યક્તિને સાચા-ખોટાનો નિર્ણય કરી શકતો નથી અને તે વ્યક્તિના દરેક કામમાં પણ તે સાથ આપવા લાગે છે. જેના કારણે વ્યક્તિએ ઘણીવાર નુકસાનનો સામનો પણ કરવો પડે છે. ઉદાહરણ તરીકે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રને પોતાના પુત્ર દુર્યોધન માટે ઘણો લગાવ હતો. જેના કારણે તે ધૃતરાષ્ટ્રે આખું જીવન અધર્મમાં દુર્યોધનનો સાથ આપ્યો અને આ મોહને કારણે જ તેના આખા કુળનો નાશ થઇ ગયો. આ માટે કોઇ વ્યક્તિ સાથે વધારે પડતો મોહ રાખવો ખોટી બાબત માનવામાં આવે છે, તેને હમેશાં માટે છોડી જ દેવો જોઇએ.

  • Ramcharit Manas: know about five thing which destroy your life

    રાગ એટલે કે વધારે પડતો પ્રેમઃ-
     
    જીવનમાં કોઇપણ વાતની અતિ ખરાબ હોય છે. કોઇપણ વ્યક્તિ સાથે વધારે પડતો અથવા હદથી વધારે પ્રેમ કરવો ખોટું જ માનવામાં આવે છે. વધારે પડતાં પ્રેમના કારણે આપણને સાચા-ખોટાની ઓળખાણ રહેતી નથી. ઘણીવાર વધારે પડતા પ્રેમના કારણે મનુષ્ય અધર્મ પણ કરી જાય છે જેમ કે, ગુરૂ દ્રૌણાચાર્ય, ગુરૂ દ્રૌણાચાર્ય જાણતાં હતા કે, કૌરવ અધર્મી હતા, છતાં પણ પોતાના પુત્ર અશ્વત્થામાંથી વધારે પડતાં પ્રેમને કારણે તે જીવનભર અધર્મનો સાથ આપતાં રહ્યાં. પુત્ર સાથે વધારે પડતાં પ્રેમના કારણે જ ગુરૂ દ્રૌણાચાર્યની મૃત્યુ થઇ ગઇ હતી. આ માટે કોઇપણ વ્યક્તિ કરતાં વધારે પ્રેમ અથવા મોહ ન કરવો જોઇએ.

     

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending