1

Divya Bhaskar

Home » Jeevan Darshan » Know interesting story of swami vivekananda life

1 વેશ્યાએ સ્વામી વિવેકાનંદજીને કરાવ્યો હતો અસલી સંન્યાસી હોવાનો અહેસાસ

Divyabhaskar.com | Last Modified - Nov 14, 2017, 04:32 PM IST

એક પારસ પથ્થર તો લોખંડના દરેક ટુકડાને પોતાના સ્પર્શથી સોનું બનાવે છે

 • Know interesting story of swami vivekananda life
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સ્વામી વિવેકાનંદ આજીવન એક સંન્યાસીના રૂપમાં રહ્યા અને દેશ-સમાજમાં ભલાઈ માટે કામ કરતાં રહ્યાં. પોતાના જ્ઞાનના બળથી સ્વામી વિવેકાનંદ વિશ્વ વિજેતા બન્યાં. તેઓ હિન્દુસ્થાનના એક એવા સંન્યાસી રહ્યા હતાં જેનો સંદેશો આજે પણ લોકોને અનુસરણ કરવા માટે મજબૂર કરી દે છે. આજે જાણો વિવેકાનંજીના જીવન સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના જેને તેઓએ પોતાના સંસ્મરણોમાં પોતે જ રજૂ કરેલી છે.
  સ્વામી વિવેકાનંદ એક એવા સંન્યાસીનું નામ જેના અનુયાયીઓ દેશમાં જ નહીં, પણ દુનિયાના દરેક ખૂણામાં જોવા મળે છે અને એક એવા સંન્યાસી જેમનું એક વક્તવ્ય આખી દુનિયાને પોતાનું કાયલ બનાવવા માટે પર્યાપ્ત હતું. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જ્ઞાનના બળે જ દુનિયાનું દિલ જીતનાર તે સ્વામી વિવેકાનંદ એક વાર એક વેશ્યા આગળ હારી ગયાં હતાં. એક પ્રસંગ એવો પણ છે કે સ્વામી વિવેકાનંદનું ઘર એક મોહલ્લામાં હતું જેને કારણે વિવેકાનંદ બે મિલનું ચક્કર લગાવીને પોતાના ઘરે પહોંચતાં હતાં.
  વાત એ સમયની છે જ્યારે સ્વામી વિવેકાનંદ જયપુરની પાસે એક નાનકડી રિયાસતના મહેમાન બન્યાં. થોડા દિવસ ત્યાં રહ્યા પછી જ્યારે સ્વામીજીએ વિદાય લેવાનો સમય આવ્યો તો રિયાસના રાજાને તેમની માટે એક સ્વાગત સમારોહ રાખ્યો. એ સમારોહ માટે તેમને બનારસથી એક જાણીતી વેશ્યાને બોલાવી. વેશ્યાના ભજન ગાતી વખતે તેના આંખથી આંસૂ વહી રહ્યાં હતાં. તે વેશ્યા ભજન સાંભળીને સ્વામી વિવેકાનંદ બહારથી અંદર આવી ગયા.
  આગળ વાંચો શું થયું હતું આગળ..તે વેશ્યાના ભજનના શબ્દોની સાથે જ એક વેશ્યાએ કરાવ્યો હતો સ્વામી વિવેકાનંદને સંન્યાસી હોવાનો અહેસાસ....
  (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે જ કરવામાં આવ્યો છે)
 • Know interesting story of swami vivekananda life
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  જેવા સ્વામી વિવેકાનંદને આ વાતની જાણકારી મળી કે રાજાને સ્વાગત સમારોહમાં એક વેશ્યાને બોલાવી છે તો તેઓ સંશયમા પડી ગયાં. આખરે સંન્યાસીનું વેશ્યાના સમારોહમાં શું કામ, એમ વિચારીને તેમને સમારોહમાં જવાનો ઈન્કાર કરી દીધો અનેપોતાના રૂમમાં બેસી રહ્યાં. જ્યારે આ ખબર વેશ્યા સુધી પહોંચી કે રાજાના જે મહાન વિભૂતિના સ્વાગત સમારોહ માટે તેને બોલાવી છે, તેને કારણે જ તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા નથી માગતાં તો તે ઘણી આહત(દુઃખી) થઈ અને તેને સૂરદાસનું એક ભજન પ્રભુજી મેરે અવગુણ ચિત ન ધરો...ગાવાનું શરૂ કરી દીધું.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો શું હતું વેશ્યાના ભજનના શબ્દો....
 • Know interesting story of swami vivekananda life
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વેશ્યાએ જે ભજન ગાયું, તેના ભાવ હતા કે એક પારસ પથ્થર તો લોખંડના દરેક ટુકડાને પોતાના સ્પર્શથી સોનું બનાવે છે પછી તે લોખંડનો ટુકડો પૂજા ઘરમાં રાખ્યો હોય કે પછી કસાઈના દરવાજા ઉપર પડ્યો હોય અને જો તે પારસ એમ નથી કરતો અર્થાત્ પૂજા ઘરવાળા લોખંડનો ટુકડો અને કસાઈના દરવાજા ઉપર પડેલ લોખંડના ટુકડામાં ફરક કરીને માત્ર પૂજા ઘરવાળા લોખંડના જ ટુકડાને અડીને સોનું બનાવી દે અને કસાઈના દરવાજા ઉપર પડેલ લોખંડના ટુકડાને નહીં તો તે પારસ પત્થર અસલી નથી.
 • Know interesting story of swami vivekananda life
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સ્વામી વિવેકાનંદે તે ભજન સાંભળ્યું અને તે જગ્યાએ પહોંચી ગયા જ્યાં વેશ્યા ભજન ગાઈ રહી હતી. તેમને જોયું કે વેશ્યાના આંખોથી ઝરઝર આંસૂ વહીં રહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદે પોતાના એક સંસ્મરણમાં આ વાતનો ઉલ્લેખ લખ્યો છે કે તે દિવસે તેમને પહેલીવાર વેશ્યાને જોઈ હતી, પરંતુ તેમના મનમાં તેમની માટે કોઈ જ આકર્ષણ ન હતું અને કોઈ જ વિકર્ષણ ન હતું. વાસ્તવમાં તેમને ત્યારે પહેલીવાર એવો અનુભવ થયો હતો કે તેઓ પૂર્ણ રૂપે સંન્યાસી બની ચૂક્યા છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો વેશ્યા મોહલ્લામાં ઘર હોવાને લીધે વિવેકાનંદ બે કિ.મી. ચક્કર લગાવીને ઘરે પહોંચતા હતા...
 • Know interesting story of swami vivekananda life
  પોતાના સંસ્મરણમાં તેમને એવું પણ લખ્યું છે કે તે પહેલાં જ્યારે પોતાના ઘરેથી નિકળતાં હતાં કે પાછા ઘરે જવાનું હતું તો તેઓ બે કિ.મી. ચક્કર લગાવીને જવું પડતું હતું કારણ કે તેમના ઘરના રસ્તામાં વેશ્યાઓનો એક મોહલ્લો હતો અને સંન્યાસી હોવાના કારણે જ્યાંથી પસાર થવું પડતું હતું તે પોતાના સંન્યાસ ધર્મની વિરુદ્ધ સમજતાં હતાં. પરંતુ તે દિવસ રાજાના સ્વાગત સમારોહમાં તેમને એવો અહેસાસ થયો કે એક અસલી સંન્યાસી એ જ હોય છે જે વેશ્યાઓના મહોલ્લાથી પસાર થઈ જાય પણ તેને કોઈ જ ફરક ન પડે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending