1

Divya Bhaskar

Home » Jeevan Darshan » Garud puran: Be careful this five thing it can be dangerous for you

આ 5 ઉપર ભરોસો કરશો તો ગમે ત્યારે તમને ભોગવવું પડશે મૃત્યુ સમાન દુઃખ

Divyabhaskar.com | Last Modified - Jul 29, 2017, 05:18 PM IST

ગરુડપુરાણમાં બતાવ્યું છે કે આ 5 બાબતો ઉપર ભરસો કરવાથી તમારું જ નુકસાન થશે

  • Garud puran: Be careful this five thing it can be dangerous for you
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ક્યારેક-ક્યારેય આપણે એવા લોકો અને વસ્તુઓ ઉપર ભરોસો કરી લેઈએ છીએ, જેનાથી આપણને નુકસાન થઈ શકે છે. ગુરડ પુરાણમાં જણાવ્યું છે કે આપણે એવી સ્ત્રી કે પુરુષ ઉપર ભરોસો ન કરવો જોઈએ જે સંસ્કારી ન હોય, ખરાબ સ્વભાવવાળા હોય. એવા લોકો પોતાના ફાયદા માટે અનેક બહાનાઓ બનાવે છે, જેથી બીજા લોકો તેમની વાતોમાં ફસાઈ જાય. તેમની વાતો ઉપર વિશ્વાસ કર્યા પચી ધન અને માન-સન્માનને ઠેસ પહોંચે છે. એટલા માટે ખોટા સ્વભાવવાળા સ્ત્રી-પુરુષથી દૂર રહેવું જોઈએ.
    રાજા, મંત્રી કે શાસન સાથે સંબંધિત વ્યક્તિ-
    જો આપણે શાસન સાથે સંબંધિત કોઈ વ્યક્તિ ઉપર વધુ ભરોસો કરીએ અને તેને કોઈ રાજાની વાત જણાવીએ તો તે નુકસાનકારક હોઈ શકે છે. સામાન્ય રીતે કોઈ રાજા નિયમો અને પોતાના રાજ્યના લાભને વધુ મહત્વ આપે છે. રાજ્યના લાભ માટે રાજા બીજાને નુકસાન પણ કરી શકે છે. ક્યારેક-ક્યારેક જનતાનો સાથ મેળવવા રાજાનો મંત્રી જૂઠી વાતો પણ બોલી શકે છે. એટલા માટે શાસન-પ્રશાસન સાથે જોડાયેલા લોકો ઉપર વધુ ભરોસો કરવો ન જોઈએ.
    આગળની સ્લાઈડ્સમાં જાણો બીજા કયા લોકો ઉપર ભરોસો ન કરવો જોઈએ....
  • Garud puran: Be careful this five thing it can be dangerous for you
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    દુશ્મનો નોકર-

    ક્યારેય પણ દુશ્મનના નોકર ઉપર ભરોસો ન કરવો જોઈએ. જૂના સમયકાળથી જ એવા અનેક કિસ્સાઓ છે, જેમાં દુશ્મનના સેવકને કારણે લોકો બરબાદ થઈ ગયા હોય. જો વ્યક્તિ ચાલાક હોય તો તે કોઈપણ પ્રકારે પોતાના સેવકને દુશ્મને ત્યાં નહીં મોકલે. જો આપણે દુશ્મનના નોકર ઉપર ભરોસો કરીને તેને પોતાને ત્યાં રાખી લઈએ તો તે આપણી મહત્વપૂર્ણ અને ગુપ્ત વાતો આપણા દુશ્મને બતાવી શકે છે. જેનાથી આપણે બરબાદ થઈ શકીએ છીએ.
  • Garud puran: Be careful this five thing it can be dangerous for you
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સાપ-

    સાપ ઝેરીલો હોય કે ન હોય, તેની ઉપર ભરોસો ન કરી શકાય. સાપના ડંસવાથી મૃત્યુ થઈ શકે છે. ક્યારેય પણ સાપ જોવા મળે તો સાવધાન થઈ જવું જોઈે. જો સાપ ઝેરીલો ન હોય અને તેને કોઈ વ્યક્તિને કરડી જાય તો તે વ્યક્તિ સાપના ઝેરથી નહીં પણ તેના ડરથી પણ મરી શકે છે. સાપ સાથે કરવામાં આવેલ કોઈપણ ભૂલ જાનલેવા સાબિત થઈ શકે છે.
  • Garud puran: Be careful this five thing it can be dangerous for you
    આગ-
     
    જો ક્યાંક આગ લાગી હોય તો તેની ઉપર પણ ભરોસો ન કરવો જોઈએ કે તે વધુ નહીં ફેલાય. આગ કોઈપણ પળે ભયાનક રૂપ લઈ શકે છે. આગને યોગ્ય સમયે કાબૂ મેળવી લેવો જોઈએ. નહીંતર જાન અને માલનું નુકસાન થઈ શકે છે. જેવી પણ આગ હોય તેને તરત જ બુઝાવી દેવી જોઈએ.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending