Home » Jeevan Darshan » વિદૂર નીતીઃ સુખ આપનારી 6 બાબતો । Most Happy Man who have this six Thing

જો તમારી પાસે છે આ 6 વસ્તુઓ તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઓ

Divyabhaskar.com | Updated - Apr 09, 2018, 05:06 PM

જે લોકો પાસે હોય છે આ 6 વસ્તુઓ, તે જીવનમાં ક્યારેય નથી થતો દુઃખી

 • વિદૂર નીતીઃ સુખ આપનારી 6 બાબતો । Most Happy Man who have this six Thing
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દરેક મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ આવતા-જતાં રહે છે. આ માટે એવું કહેવામાં આવે છે કે, કોઇપણ મનુષ્ય ક્યારેય પણ પૂર્ણ સુખી થતો નથી. કોઇને કોઇ કમી દરેક મનુષ્યના જીવનમાં જરૂર રહે જ છે, પરંતુ મહાભારતના એક પ્રસંગમાં મહાત્મા વિદુરે થોડી એવી વાતો જણાવી છે, જે જો કોઇ મનુષ્યની પાસ હોય તો તે ક્યારેય દુઃખી થતો નથી. મહાભારતના ઉદ્યોગ પર્વમાં મહાત્મા વિદુરે આ શ્લોકમાં 6 પ્રકારના સુખની ગણતરી કરાવી છે જે આ પ્રકારે છે-

  શ્લોકઃ-
  अर्थागमों नित्यमरोगिता च प्रिया च भार्या प्रियवादिनी च।
  वश्यश्च पुत्रो अर्थकरी च विद्या षट् जीव लोकेषु सुखानि राजन्।

  અર્થ- 1. ધન, 2. નિરોગી શરીર, 3. સુંદર પત્ની, 4. તે પણ પ્રિય બોલનારી હોય, 5. પુત્રનું આજ્ઞાકારી હોવું અને 6. ધન પેદા કરનારી વિદ્યાનું જ્ઞાન હોવું.- આ 6 વાતો આ લોકમાં મનુષ્યને સુખ આપે છે.

  આગળની સ્લાઈડ્સમાં વાંચો આ વસ્તુઓ પુરુષને કઈ રીતે જિંદગીભર સુખ આપે છે...

 • વિદૂર નીતીઃ સુખ આપનારી 6 બાબતો । Most Happy Man who have this six Thing
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  1- ધનઃ-

   

  સુખી જીવન માટે ધનનું હોવું ખૂબ જ જરૂરી છે. વિના ધન કોઇપણ વ્યક્તિને સન્માન મળી શકતું નથી અને યશ પણ પ્રાપ્ત થતું નથી. પરિવારના પાલન-પોષણ માટે પણ ધનનું હોવું ખૂબ જ જરૂરી છે. આજના સમયમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે પણ ધનની જરૂર પડે છે. વિના ધનના કોઇ બીમારનો ઉપચાર પણ સંભવ નથી. વૃદ્ધાવસ્થામાં ધન જ સૌથી મોટો સહારો બને છે. જીવનમાં ધનની જરૂરિયાત સૌથી વધારે વૃદ્ધાવસ્થામાં જ હોય છે.

   

  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય 5 વસ્તુઓ હોવાથી મનુષ્ય કેમ દુઃખી નથી થતો.....

   

 • વિદૂર નીતીઃ સુખ આપનારી 6 બાબતો । Most Happy Man who have this six Thing
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  2. નિરોગી (સ્વસ્થ) શરીરઃ-
   
  જીવનમાં હમેશાં સુખી રહેવા માટે શરીરનું તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં કોઇ રોગ હોય તો તમે યોગ્ય રીતે ખાન-પાન પણ કરી શકતા નથી. આવી અવસ્થામાં તમે જીવનના અનેક સુખોથી વંચિત રહી શકો છો. જો તમને નાનામાં નાની બીમારી પણ છે તો તેના કારણે તમારે અનેક કષ્ટ સહન કરવા પડી શકે છે. મોટી બીમારી હોય તો દવાઓ, તપાસ વગેરેમાં ખૂબ જ સમય બર્બાદ થઇ શકે છે.
   
  સાથે જ, ધનનો પણ નાશ થાય છે. જેમનું શરીર નિરોગી હોય છે તે કોઇપણ કામ કરવા માટે સક્ષમ હોઇ શકે છે. જરૂરિયાત પડવા પર તે શારીરિક શ્રમ પણ કરી શકે છે જ્યારે રોગી વ્યક્તિ એવું નથી કરી શકતો. આ માટે શરીરનું નિરોગી હોવું ખૂબ જ જરૂરી છે.

   

 • વિદૂર નીતીઃ સુખ આપનારી 6 બાબતો । Most Happy Man who have this six Thing
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  3. સુંદર પત્ની, 4. તે પણ મીઠું બોલનારીઃ-
   
  મહાભારતમાં મહાત્મા વિદુરે સુંદર પત્નીનું ત્રીજુ અને જો તે મીઠું બોલનારી હોય તો તેને જીવનનું ચોથું સુખ જણાવ્યું છે. આવું એટલાં માટે કારણ કે, સુંદર પત્ની સુંદર હોય તો તમારું મન બહારની તરફ ભટકશે નહીં અને આ સ્થિતિમાં કરવામાં આવતાં પાપથી તમે બચી શકો છો. સુંદર પત્ની જો મીઠું બોલનારી હોય તો સોને પે સુહાગા જેવી વાત બની શકે છે.
   
  મીઠું એટલે બધા જ વ્યક્તિઓ સાથે નમ્રતાપૂર્વક વાત કરી તે પોતાના પરિવારના દરેક સભ્યોને સુખ રાખે. પરિવાર ખુશ રહેશે તો તમે આપમેળે જ પ્રસન્ન રહેશો. જો પત્ની કડવું બોલનારી હોય તો પતિ-પત્નીમાં રોજ કોઇને કોઇ વાત પર વાદ-વિવાદની સ્થિતિ બની રહેશે અને જીવન નરક બની જશે. આ માટે એવું કહેવામાં આવ્યું છે કે, પત્ની સુંદર અને મીઠું બોલનારી હોય તો જીવનમાં કોઇપણ પ્રકારનું દુઃખ આવતું નથી.

   

 • વિદૂર નીતીઃ સુખ આપનારી 6 બાબતો । Most Happy Man who have this six Thing
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  5. પુત્રનું આજ્ઞાકારી હોવું-
   
  વર્તમાન સમયમાં સૌથી મોટી સમસ્યા જ સંતાનને લઇને છે. સંતાન જો ખોટા રસ્તા પર નીકળવા લાગે તો માતા-પિતાને જ તેમના દોષી માનવામાં આવે છે અને જો સંતાન વિદ્વાન હોય તો પણ તે માતા-પિતાના વશમાં ના રહીને સૌથી વધારે દુઃખ તેમને જ આપતા હોય છે. મોટાભાગે આવું જ જોવા મળે છે કે, માતા-પિતા પોતાની સંતાનને ઉચ્ચ શિક્ષા માટે વિદેશ મોકલે છે અને તે ત્યાં જ જઇને વસી જાય છે.
   
  વૃદ્ધાવસ્થામાં જ્યારે માતા-પિતાને પોતાના બાળકોની સૌથી વધારે જરૂરિયાત હોય છે તો તે તેમની સાથે રહેતાં નથી. પુત્ર જો પાસે હોય અને આજ્ઞા ન માનતા હોય તો તે વધારે દુખદાયી બને છે. આ માટે મહાત્મા વિદુરે કહ્યું છે કે, જેમનો પુત્ર આજ્ઞાકારી હોય, તેણે જીવનમાં ક્યારેય કોઇ દુઃખ મળતું નથી.

   

 • વિદૂર નીતીઃ સુખ આપનારી 6 બાબતો । Most Happy Man who have this six Thing

  ધન પેદા કરનાર વિદ્યાનું જ્ઞાન-

   

  ઘણીવાર એવું જોવા મળે છે કે કોઈ વ્યક્તિ ક્યારેય ધનવાન હોય છે, તો કેટલાક દિવસો પછી તે રૂપિયા માટે મોહતાજ બની જાય છે. આવી સ્થિતિથી બચવા માટે તમારી પાસે કોઈ એવીકલા કે જ્ઞાન હોવું જોઈએ જેનાથી ધનની આવક સતત થતી રહે. એ કાળાના બળે પોતાનું પાલન-પોષણ કરી શકે। જો તમારી પાસે કોઈ એવી કળા હોય તો તમારા જીવનમાં ક્યારેય ધનનો અભાવ નહીં થાય અને તમે સન્માનપૂર્વક જીવી શકશો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending

વીડિયો વધુ જુઓ