Divya Bhaskar

Home » Jeevan Darshan » Take Care About These Seven Things When You Listen Shivpuran

શિવરાત્રિ SPL: ધ્યાન રાખજો આ 7 વાતો, કાયમ પ્રસન્ન રહેશે શિવ

Divyabhaskar.com | Updated - Feb 10, 2018, 12:05 PM

કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 તારીખે ઉજવાશે તો અમુક જગ્યાએ 14 તારીખે ઉજવાશે.

  • Take Care About These Seven Things When You Listen Shivpuran
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 તારીખે ઉજવાશે તો અમુક જગ્યાએ 14 તારીખે ઉજવાશે.

    યૂટિલિટી ડેસ્કઃ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચૌદમી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે 13-14 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ છે. કેટલીક જગ્યાએ પંચાંગ ભેદના કારણે શિવરાત્રિ 13 તારીખે ઉજવાશે તો અમુક જગ્યાએ 14 તારીખે ઉજવાશે. આ દિવસે વિશેષ રૂપથી ભગવાન શિવનું પૂજન કરવામાં આવે છે. ભગવાન શિવના પૂજન વગેરે સાથે જોડાયેલી અનેક વાતો શિવપુરાણમાં જણાવવામાં આવી છે. શિવપુરાણની કથા કરનાર અને સાંભળનાર લોકો માટે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. શિવપુરાણ મુજબ આ નિયમ આ પ્રકારે છે-

    1- જે સંત, મહાત્મા અથવા યોગ્ય બ્રાહ્મણ શિવપુરાણની કથા કરે છે, તેને કથા શરૂ કરતાં એક દિવસ પહેલાં જ વ્રત રાખવા માટે ક્ષૌર કર્મ (વાળ કપાવવા અથવા નખ કાપવા) વગેરે કરી લેવું જોઇએ. કથા શરૂ થવાથી લઇને અંત સુધી ક્ષૌર કર્મ કરવું જોઇએ નહીં.

    2- ગરિષ્ઠ અન્ન (જે જલ્દી પચી ના શકે), દાળ, બળી ગયેલું ભોજન. મસૂર તથા વાસી ભોજનનું સેવન કરીને શિવપુરાણની કથા ન સાંભળવી જોઇએ.

    3- જે લોકો ભક્તિ પૂર્વક શિવપુરાણની કથા સાંભળવા માંગે છે, તેણે સૌથી પહેલાં વક્તા (કથા કહેનાર) પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઇએ. દીક્ષા લીધા પછી બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન પર સૂવું, પતરાળુંમાં ભોજન કરવું અને દરરોજ કથા સમાપ્ત થયા પછી જ ભોજન કરવું જોઇએ.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ખાસ વાતો...

  • Take Care About These Seven Things When You Listen Shivpuran
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કથાનું વ્રત લેનાર વ્યક્તિએ કામ અને ગુસ્સાથી બચવું જોઇએ. બ્રાહ્મણો અને સાધુ-સંતોની નિંદા પણ ન કરવી જોઇએ.

    4- શિવપુરાણ કથાનું વ્રત લેનાર પુરૂષે દરરોજ એક જ વાર હવિષ્યાન્ન (જવ, તલ અને ચોખા)નું ભોજન કરવું જોઇએ. જેણે કથા સાંભળવાનું વ્રત લઇને રાખ્યું છે, તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર, દારૂ વગેરેનો ત્યાગ કરી દેવો જોઇએ.

     

    5- કથાનું વ્રત લેનાર વ્યક્તિએ કામ અને ગુસ્સાથી બચવું જોઇએ. બ્રાહ્મણો અને સાધુ-સંતોની નિંદા પણ ન કરવી જોઇએ. ગરીબ, રોગી, પાપી, ભાગ્યહીન તથા સંતાન રહિત પુરૂષોએ શિવપુરાણની કથા જરૂર સાંભળવી જોઇએ.

  • Take Care About These Seven Things When You Listen Shivpuran
    કથા સાંભળવાથી મળવાનારા ફળની પ્રાપ્તિ માટે 11 બ્રાહ્મણોને મધ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી જોઇએ.

    6- શુવપુરાણની કથા સમાપ્ત થયા પછી ઉત્સવ મનાવવો જોઇએ. આ દિવસે ભગવાન શિવની પૂજાની સાથે-સાથે પુરાણની પણ પૂજા કરવી જોઇએ. સાથે જ કથાવાચક (કથા કહેનાર)ની પણ પૂજા કરી તેમને દાન-દક્ષિણા આપીને સંતુષ્ટ કરવા જોઇએ. કથા સાંભળનાર આવેલાં બ્રાહ્મણોનો સત્કાર કરી તેમને પણ દાન-દક્ષિણા આપવી જોઇએ.

     

    7- કથા સાંભળવાથી મળવાનારા ફળની પ્રાપ્તિ માટે 11 બ્રાહ્મણોને મધ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી જોઇએ. જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સિંહાસન બનાવવું અને તેના પર વિધિપૂર્વક શિવપુરાણની પોથી સ્થાપિત કરવી. તેની પૂજા કરીને યોગ્ય આચાર્યને વસ્ત્ર, આભૂષણ સહિત તે પોથી તેમને સમર્પિત કરવી.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending