Divya Bhaskar

Home » Jeevan Darshan » The Story Behind The Shivling, Story Of Origin Of Shivling

ક્યાં અને કેવી રીતે સ્થાપિત થયું હતું સૌથી પહેલું શિવલિંગ, કોણે કરી હતી પૂજા

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 05:46 PM

સૌથી પહેલા કોણે શિવના લિંગ રૂપની પૂજા કરી હતી અને કેવી રીતે તેની પૂજાની પરમ્પરા શરૂ થઈ. તેની એક કથા લિંગમહાપુરાણમાં છે.

  • The Story Behind The Shivling, Story Of Origin Of Shivling
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    શિવલિંગની પૂજાનું મહત્વ અનેક પુરાણો અને ગ્રંથોમાં જોવા મળે છે

    યૂટિલિટી ડેસ્કઃ બધા જ ભગવાનની પૂજા મૂર્તિના રૂપમાં કરવામાં આવે છે, પરંતુ ભગવાન શિવ જ છે જેમની પૂજા લિંગના રૂપમાં થાય છે. શિવલિંગની પૂજાનું મહત્વ અનેક પુરાણો અને ગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગની પૂજાની પરમ્પરા કેવી રીતે શરૂ થઈ. સૌથી પહેલા કોણે ભગવાન શિવના લિંગ રૂપની પૂજા કરી હતી અને કેવી રીતે શિવલિંગની પૂજાની પરમ્પરા શરૂ થઈ. તેનાથી સંબંધિત એક કથા લિંગમહાપુરાણમાં છે.

    આવી રીતે થઈ હતી શિવલિંગની સ્થાપના

    લિંગમહાપુરાણના મુજબ, એક વખત ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પોતાની શ્રેષ્ઠતાને લઈને વિવાદ થયો. સ્વંયને શ્રેષ્ઠ બતાવવા માટે બંને દેવ એકબીજાનું અપમાન કરવા લાગ્યાં. જ્યારે તેમનો વિવાદ ખૂબ વધારે વધી ગયો ત્યારે એક અગ્નિથી જ્વાળાઓમાં વીટાયેલું લિંગ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે આવીને સ્થાપિત થઈ ગયું.

    બંને દેવ તે લિંગના રહસ્યને સમઝી નહોતા શકતા. તે અગ્નિયુક્ત લિંગનો મુખ્ય સ્ત્રોત વિશે જાણવા માટે ભગવાન બ્રહ્માએ લિંગની ઉપર અને ભગવાન વિષ્ણુએ લિંગની નીચેની તરફ જવાનું શરૂ કર્યું. હજારો વર્ષો સુધી શોધ કરવા છતાં તેમને તે લિંગનો સ્ત્રોત ખબર ન પડ્યો. હારીને તે બંને ત્યાં જ આવી ગયા જ્યાં તેમણે લિંગને જોયું હતું. ત્યાં આવવા પર તેમને ઓમનો સ્વર સંભળાવા લાગ્યો. આ સાંભળીને બંને દેવ સમજી ગયા કે આ કોઈ શક્તિ છે અને તે ઓમના સ્વરની આરાધના કરવા લાગ્યા.

    ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની આરાધનાથી ખુશ થઈને તે લિંગથી ભગવાન શિવ પ્રગટ થયા અને બંને દેવોને સદ્બુદ્ધિનો વરદાન પણ આપ્યો. દેવોને વરદાન આપીને ભગવાન શિવ અંતર્ધાન થઈ ગયા અને એક શિવલિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા. લિંગમહાપુરાણ મુજબ તે બગવાન શિવનું પહેલું શિવલિંગ માનવામાં આવે છે.

    આગળ વાંચો, સૌથી પહેલા કોણે કરી શિવલિંગની પૂજા...

  • The Story Behind The Shivling, Story Of Origin Of Shivling
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ભગવાન વિષ્ણુ માટે નીલકાન્તમણિનું શિવલિંગ બનાવવામાં આવ્યું.

    સૌથી પહેલા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી શિવલિંગની પૂજા

     

    જ્યારે ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા ગયા અને ત્યાં શિવલિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા, ત્યારે સૌથી પહેલા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવના તે લિંગની પૂજા-અર્ચના કરી હતી. તે સમયે જ ભગવાન શિવની લિંગના રૂપમાં પૂજા કરવાની પરમ્પરાની શરૂઆત માનવામાં આવે છે.

  • The Story Behind The Shivling, Story Of Origin Of Shivling
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈન્દ્રલોકના તમામ દેવતાઓ માટે ચાંદીનું શિવલિંગ બનાવવામાં આવ્યું.

    વિશ્વકર્માએ કર્યું હતું વિવિધ શિવલિંગોનું નિર્માણ

     

    લિંગમહાપુરાણ મુજબ, ભગવાન બ્રહ્માએ દેવ શિલ્પી વિશ્વકર્માને તમામ દેવતાઓ માટે અલગ-અલગ શિવલિંગના નિર્માણ કરવાનું કહ્યું હતું. ભગવાન બ્રહ્માના કહેવા પર ભગવાન વિશ્વકર્માએ અલગ-અલગ શિવલિંગ બનાવીને દેવતાઓને આપ્યાં હતાં.

     

    1. ભગવાન વિષ્ણુ માટે નીલકાન્તમણિનું શિવલિંગ બનાવવામાં આવ્યું.

     

    2. ભગવાન કુબેરના પુત્ર વિશ્રવા માટે સોનાનું શિવલિંગ બનાવવામાં આવ્યું.

     

    3. ઈન્દ્રલોકના તમામ દેવતાઓ માટે ચાંદીનું શિવલિંગ બનાવવામાં આવ્યું.

     

    4. વસુઓ માટે ચંદ્રકાન્તમણિથી બનેલું શિવલિંગ બનાવવામાં આવ્યું.

     

    5. વાયુ દેવને પીતળથી બનેલું અને ભગવાન વરૂણને સ્ફટિકથી બનેલું શિવલિંગ આપવામાં આવ્યું.

  • The Story Behind The Shivling, Story Of Origin Of Shivling
    દેત્યો અને રાક્ષસોને લોખંડથી બનેલું શિવલિંગ આપવામાં આવ્યું.

    6. આદિત્યોને તાંબા અને અશ્વિનીકુમારોને માટીથી બનાવેલું શિવલિંગ આપવામાં આવ્યું.

     

    7. દેત્યો અને રાક્ષસોને લોખંડથી બનેલું શિવલિંગ આપવામાં આવ્યું.

     

    8. તમામ દેવીઓને રેતીથી બનેલા શિવલિંગ આપવામાં આવ્યાં.

     

    9. દેવી લક્ષ્મીએ લક્ષ્મીવૃક્ષ (બિલી)થી બનેલા શિવલિંગની પૂજા કરી.

     

    10. દેવી સરસ્વતીને રત્નોથી બનેલા અને રૂદ્રોને જળથી બનેલા શિવલિંગ આપવામાં આવ્યાં.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending