• આપઘાત પછી મોક્ષ મળશે કે સજા, શું કહે છે ગરૂડ પુરાણ । what will happen to the soul after committing suicide

આપઘાત કર્યા પછી શું થાય છે આત્મા સાથે, શું કહે છે ગરૂડ પુરાણ? / આપઘાત કર્યા પછી શું થાય છે આત્મા સાથે, શું કહે છે ગરૂડ પુરાણ?

આપઘાત પછી મોક્ષ મળશે કે સજા, શું કહે છે ગરૂડ પુરાણ । what will happen to the soul after committing suicide

Divyabhaskar.com

Jul 03, 2018, 05:18 PM IST

ધર્મ ડેસ્કઃ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંથી એક છે ગરૂડ પુરાણ. આ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરૂડને જીવન અને મૃત્યુના રહસ્યો જણાવ્યાં છે. આ પુરાણમાં મનુષ્યને તેના કર્મોના આધાર પર મળતા દંડ વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ પુરાણ કહે છે કે વ્યક્તિને તેના કર્મોનું ફળ કોઈ પણ સંજોગોમાં ભોગવવું જ પડે છે. જીવનથી ભાગવાના પ્રયાસ કરવા પર પણ તેનાથી બચી નથી શકાતું, પરંતુ આપઘાતના પરિણામ વધુ કષ્ટકારી હોય છે. આપઘાત પછી કોઈ પણ વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત નથી થતો. વિષ્ણુ પુરાણમાં શ્રીકૃષ્ણે મોક્ષ પ્રાપ્તિ માટે સાધના કરવાનું જ્ઞાન આપ્યું છે ન કે આપઘાતનું.

આપઘાતનો દંડ શું હોય છે તેના વિશે ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આપઘાત કરનાર વ્યક્તિની આત્માને વધુ પીડામાંથી પસાર થવું પડે છે. આ લોકો એવા લોકમાં જાય છે જ્યાં ન પ્રકાશ હોય છે ન પાણી આત્મા પાણી માટે તડપતી રહે છે અને પોતાના કર્મોને યાદ કરીને રોતી રહે છે. વૈદિક ગ્રંથોમાં આપઘાત કરનાર વ્યક્તિ માટે એક શ્લોક લખવામાં આવ્યો છે, જે આ મુજબ છે -
असूर्या नाम ते लोका अंधेन तमसावृता।
तास्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जना:।।

અર્થઃ- આપઘાત કરનાર મનુષ્ય અજ્ઞાન અને અંધકારથી ભરેલા, સૂર્યના પ્રકાશથી હીન, અસૂર્ય નામના લોકમાં જાય છે.

ધર્મગ્રંથો મુજબ જે સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ આપઘાત કરે છે, તેનો ઉકેલ તે જીવિત રહીને તો મેળવી શકે છે, પરંતુ આપઘાત કરીને અંતહીન કષ્ટોથી ભરપૂર જીવનની શરૂઆત થઈ જાય છે. તેમને વારંવાર ભગવાનના બનાવેલા નિયમો તોડવાનો દંડ ભોગવવો પડે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ, આપઘાત પછી આત્માને ભૂત-પ્રેત પિશાચ જેવી અનેક યોનિઓમાં ભટકવું પડે છે. જો આપઘાત પહેલા વ્યક્તિની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તેની પૂર્તિ માટે તેને ફરીથી જન્મ લેવાનો હોય છે. આ વચ્ચે આત્માને અનેક પ્રકારના નરકથી પસાર થવું પડે છે.

પુરાણો મુજબ, જન્મ અને મૃત્યુ પ્રકૃતિ દ્વારા ચલાવવામાં આવતું ચક્ર છે, જેને પ્રકૃતિ મનુષ્યના કર્મોના આધાર પણ નક્કી કરે છે. એવામાં જો કોઈ વ્યક્તિની ઉંમર 80 વર્ષ નક્કી કરવામાં આવી હોય અને તે 50 વર્ષની ઉંમરમાં આપઘાત કરી લે તો તેની આત્માને 30 વર્ષો સુધી મુક્તિ નથી મળતી, જ્યાં સુધી નક્કી થયેલી ઉંમર પૂરી ન થઈ જાય.

ધાર્મિક માન્યતાઓ મુજબ જે વ્યક્તિ આપઘાત કરે છે તેની આત્મા ન તો સ્વર્ગ જઈ શકે છે ન નરક અને ન તો તે પાછા પોતાના ખોવાઇ ગયેલા જીવનમાં આવી શકે છે. એવામાં તે આત્મા અધવચ્ચે લટકી જાય છે અને અંધકારમાં ભટકતા બેચેન જીવન જીવે છે, જ્યાં સુધી તેની વાસ્તવિક ઉંમર પૂરી ન થઈ જાય. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આપઘાત કર્યા પછી આત્માને જીવન કરતા પણ વધુ કષ્ટ ભોગવવા પડે છે. આત્મા અધૂરાપણાંની ભાવનાની સાથે ભટકતી રહે છે. કારણ કે આપઘાત કરવાથી તેનું જીવનચક્ર અધૂરું રહી જાય છે. વ્યક્તિની આત્માને જ્યારે નવું શરીર મળે છે ત્યારે ફરીથી તે કર્મોને ભોગવવા પડે છે, જેનાથી ભાગીને તેણે આપઘાત કર્યો હોય છે. એટલે કે કર્મોથી ભાગીને ક્યાંય નથી જઈ શકાતું. જે પણ કર્મફળ છે તેને ભોગવવા જ પડે છે. આપઘાત કરવા પર કર્મોથી મુક્તિ નથી મળતી, પરંતુ વધુ કષ્ટો ભોગવવા પડે છે.

આ પણ વાંચોઃ- મૃત્યુ પહેલા યમરાજ બધાને આપે છે આ 14 સંકેતો, તમને મળે તો ચેતી જજો

X
આપઘાત પછી મોક્ષ મળશે કે સજા, શું કહે છે ગરૂડ પુરાણ । what will happen to the soul after committing suicide
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી