Home » Jeevan Darshan » Gayatri Chetana Kendra Start on Modasa Gujarat

અરવલ્લી જિલ્લામાં રચનાત્મક કાર્યક્રમો માટે આકાર પામ્યું છે 1 કરોડના ખર્ચે ગાયત્રી ચેતના કેન્દ્ર

Divyabhaskar.com | Updated - Sep 21, 2018, 09:02 PM

અરવલ્લી જિલ્લામાં રચનાત્મક કાર્યક્રમો માટે આકાર પામ્યું છે 1 કરોડના ખર્ચે ગાયત્રી ચેતના કેન્દ્ર

  • Gayatri Chetana Kendra Start on Modasa Gujarat

    મોડાસા, અરવલ્લીના યુવાનો માટે રચનાત્મક કાર્યક્રમ કરવા માટે હવે મોડાસાના માલપુર રોડ પર 1 કરોડની કિંમતે ભવ્ય ગાયત્રી ચેતના કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાયત્રી પરિવારના આંતર્રાષ્ટ્રીય મુખ્યાલય શાંતિકુંડના માર્ગદર્શન હેઠળ આ ભવનનું ઉદઘાટન નવેમ્બર સુધીમાં થતાની સાથે જ યુવા જાગરણ શિબિર, સ્વાવલંબન શિક્ષણના કાર્યક્રમોની શરૂઆત થઈ શકશે.

    આ કેન્દ્રના નિર્માણ સાથે જોડાયેલ મોડાસા ગાયત્રી પરિવારના કાર્યકર્તા હરેશ કંસારાએ જણાવ્યું કે મોડાસા વિસ્તારમાં રચનાત્મક કાર્યક્રમો માટે ગુજરાતને લગતા કાર્યક્રમો, મિટિગ્સ અને પ્રશિક્ષણ શિબિર માટે કોઈ કેન્દ્ર ન હતું પરંતુ હવે આ કેન્દ્ર તૈયાર થઈ જતા મોડાસા ગાયત્રી પરિવાર સમાજને વ્યસન મુક્ત બનાવવા અને રચનાત્મક કાર્યક્રમોને ગતિ આપવામાં ખૂબ જ મદદ મળશે. તેમને આગળ જણાવ્યું કે ગાયત્રી પરિવારના પ્રમુખ ડો. પ્રણવ પંડ્યા અને શૈલીદીદી ના માર્ગદર્શનમાં ઘણા વ્યસનમુક્તિ કાર્યક્રમ ચલાવવામાં આવે છે જે હવે આ કેન્દ્ર તૈયાર થતા વધુ વેગ મળશે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending

વીડિયો વધુ જુઓ