Home » Jeevan Darshan » જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life

તમારા હયાત જીવન ને આવનારી પેઢી માટે તમારે આ 8 કામ જરૂર કરવા જોઈએ

Divyabhaskar.com | Updated - May 05, 2018, 01:25 PM

પરિવારના સુખ માટે તમે 'જીવતે જીવ' આ 8 કામ જરૂર પૂરાં કરી લેજો

 • જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પાપ માણસના દુઃખ અને પતનનું કારણ તો પુણ્ય સુખ અને પ્રગતિનું કારણ હોય છે. પરંતુ વ્યાવહારિક રીતે એવું જોવા મળે છે કે માણસ સ્વાર્થ, હિતપૂર્તિ અને જરૂરિયાતો કે લાભને કારણે પાપ અને પુણ્યને પણ પોતાની મનમાફક પરિભાષિત કરે છે. જીવનની ભાગદોડ પણ પાપ કે પુણ્યકર્મો ઉપર ઊંડાણથી વિચારવાનો સમય નથી આપતી. આ જ કારણે સુખ કે દુઃખ અને હોની-અનહોનીનો સામનો માણસે કરવો જ પડતો હોય છે.

  તેમ છતાં દરેક માણસની અંદર અચ્છાઈ સાથે જોડાવાનો ભાવ ક્યાંકને ક્યાંક તો રહેલો જ હોય છે. શાસ્ત્રોમાં મન, વચન અને કર્મ સાથે જોડાયેલ અનેક પાપ-પુણ્ય બતાવવામાં આવ્યા છે. જેની ઊંડી જાણકારી દરેક માણસને નથી હોતી. એટલાં માટે અહીં શાસ્ત્રોમાં બતાવેલ કેટલીક એવી વાતો જેને પુણ્ય કર્મમાં માની સુખ અને સફળ જીવન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. આ વાતો કાળ, સ્થાન અને વ્યક્તિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે...

  શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે...

  प्राणाघातान्निवृति: परधनहणे संयम: सत्यवाक्यं
  काले शक्तया प्रदानं युवतिजनकथामूकभाव: परेषाम्।
  तृष्णास्त्रोतोविभंगो गुरुषु च विनय: सर्वभूतानुकम्पा
  सामान्य: सर्वशास्त्रेष्वनुपहतविधि: श्रेयसामेष पन्था:।।

  આ શ્લોકને સરળ શબ્દોમાં સમજીએ તો માનવ માટે 8 વાતોને મન, વચન, વ્યવહારમાં અપનાવવા જોઈએ. જે નીચે પ્રમાણે છે......

 • જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  -સત્ય બોલવું


  -શક્તિ અને સમય પ્રમાણે દાન કરવું.


  -ગુરુની પ્રત્યે સન્માન અને નમ્રતાનો ભાવ. પછી તે ગુણ, ઉંમર કે કોઈપણ રૂપમાં મોટો હોય.


  -બધાની પ્રત્યે દયા ભાવ રાખવો.


  -મનમાં પેદા થતી ઈચ્છાઓ ઉપર કાબૂ રાખવો.


  -પારકી સ્ત્રી વિશે બોલવા કે સાંભળવાથી બચવું.


  -બીજાનું ધન મેળવવા કે પડાવી લેવાની ભાવનાથી દૂર રહેવું.


  -પ્રાણીઓ પ્રત્યે અહિંસાનો ભાવ અપનાવવો.
   
  આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો શ્લોક દ્વારા કયા ત્રણ કામથી દૂર રહેવું જોઈએ અને યુવાનીમાં કયા ત્રણ કામ ન કરવા જોઈએ....

 • જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  अर्थागमो नित्यमरोगिता च
  प्रिया च भार्या प्रियवादिनी च।
  वश्यश्च पुत्रोर्थकरी च विद्या
  षड् जीवलोकेषु सुखानि राजन्।।

   
  અર્થાત્ આ સંસારમાં દરરોજ ધન મળવું, નિરોગી શરીર હોવું, ખૂબ જ વધુ પ્રેમ કરનારી અને મીઠું બોલનારી સ્ત્રી મળવી, આજ્ઞા માનનાર પુત્ર પ્રાપ્ત થતો અને ધર્મ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને આપનારી વિદ્યા પ્રાપ્ત કરવા આ 6 સુખ હોય છે. તેને મેળવવાનો કોઈ જ મોકો ન છોડવો જોઈએ.
   
  આગળની સ્લાઈડ્સમાં વાંચો કેટલાક અન્ય અણમોલ અને ઉપયોગી વાતો....

 • જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  न दैवमपि सचिन्त्य त्यजेदुद्योगमात्मनः।
  अनुद्योगेन तैलानि तिलेभ्यो नाप्तुमर्हति।।

   
  સરળ શબ્દોમાં અર્થ છે કે કિસ્મત ઉપર ભરોસો કરવા છતાં પણ કોઈ માણસને કર્મ અને પરિશ્રમ છોડવું ન જોઈએ. એ જરીતે વગર મહેનતે તલમાંથી તેલ કાઢવા માટે પણ કોઈ જ વ્યક્તિ સક્ષમ નથી હોતું.
   
  द्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी-दैवेन देयमिति कापुरुषा वदन्ति।
  दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या यत्ने कृते यदि न सिध्यति कोत्र दोषः।।  

   
  અર્થાત્ સાંસારિક જીવનમાં પરિશ્રમ વ્યક્તિ ઉપર જ લક્ષ્મી પ્રસન્ન થાય છે. ભાગ્યથી જ બધુ જ મળે છે, એવું નબળો અને ડરપોક વ્યક્તિ કહે છે, એટલા માટે કિસ્મત ઉપર ભરોસો  ન કરીને પોતાની ક્ષમતા પ્રમાણે મહેનત કરવી જોઈએ. લગાતાર પ્રયત્નો પછી પણ જો કામ ન બનતું હોય કે સફળતા ન મળતી હોય તો એવું માનવું જોઈએ કે આપણા પ્રયાસોમાં જ ક્યાંક ખામી રહી ગઈ હતી અને આગળ વધવું જોઈએ.
   
  આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને વાંચો શાસ્ત્રો પ્રમાણે યુવાની કયા 3 કામ ન કરવા જોઈએ...

   

 • જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  શાસ્ત્રો પ્રમાણે જવાનીમાં કર્યા આ 3 કામ, તો થઈ જશો બરબાદ!
   

  યુવાપેઢીની ઊર્જા અને વિચારોને સંસ્કારો, મહેનત અને જ્ઞાન તરફ ન વળો તો સુખ-સુવિધાઓને તરત મેળવવાની જિદ્દમાં તે લોકો નબળાઈના શિકાર થઈ શકે છે, જે આખરે યશ તથા નિરાશા આપવાની સાથે નિષ્ફળ જિંદગીનું મોટું કારણ બનીને સામે આવે છે.
   
  શાસ્ત્રોની વાતો પર ધ્યાન કરો તો વિશેષ કરી ને સફળ અને યશસ્વી જીવન માટે દરેક યુવાનોને નબળા બનાવનાર 3 વાતો વિચાર તથા વ્યવહાર પર હાવી ન થવી જોઈએ તો સુખ મળી શકે છે.

   

  ક્રોધ – ક્રોધી એટલે કે ગુસ્સાવાળા સ્વભાવ તથા વ્યહાર મોટાભાગે નબળાઈ કે ખોટા પરપિણામનું કારણ બની શકે છે. ખાસ કરીને આજના ઘણાં યુવાનોમાં ઓછા સમયમાં વધારે મેળવવાની દોડમાં નાના રસ્તા જ્યારે કારગર નથી થતાં તો નિષ્ફળતા, નિરાશા વગરેને કારણે ક્રોધ આવી જાય છે. શાસ્ત્રોમાં ક્રોધથી બચવા માટે ગુસ્સો ન કરવાનો ઉપાય છે સમય અને સ્થિતિ જોઈને મૌન રહેવું.
   
  આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને વાંચો અન્ય બે કામ જે યુવાનીમાં ન કરવા જોઈએ....

 • જીવનમાં વ્યક્તિએ કયા કામ કરી લેવા જોઈએ | Every Peaople must do this eight work in life

  લાલચ

   

  લાલચ એટલે લોભ કોઈ પણ માણસનો વિવેક છીનવાઈ જાય છે. એટલે કે જે સુખ એટલે કે ચીજોને મેળવવા તે લાલચાય છે, તેને મેળવવા માટે સાચા ખોટાનો વિચાર કરતા નથી. શાસ્ત્રો અનુસાર પણ કામ, ક્રોધ, મદ, મોહ, મત્સરની સાથે લોભ પણ છ વિકારો કે દોષોમાં સામેલ છે. તેનાથી બચવા માટે સેવા, દાન તથા ભલાઈના ભાવો ઉપરાંત કોઈ પણ ઈચ્છાને પૂરી કરવા માટે આગળ વધતા પહેલા તેનાથી જોડાયેલી બાબતો જાણો, સમજો અને વિચારો.
   
  ચરિત્રહીનતા

   

  ચરિત્રહીનતા કે સરળ શબ્દોમાં કહીએ તો મોહી, આસક્તિવાળો. આ બાબત યુવાનો માટે નબળાઈ સાબિત થી શકે છે અને સંબંધો બગડી શકે છે. ખોટી રીત કે કપટી વ્યવહાર પણ ચરિત્રહીન જ માનવામાં આવે છે. તેનાથી બચવા માટે સારા લોકો, વાતાવરણ તથા વિચારમાં રહેવામાં રહેવાની સાથે સંયમ, મર્યાદા તથા અનુશાસનને અપનાવવાનું મોટું જ મહત્વ જણાવાય છે.

   

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending

વીડિયો વધુ જુઓ