Home » Jeevan Darshan » કેવી રીતે ઓળખવું સાચો મિત્ર કોણ છે? ચાણક્યે બતાવી છે આ 6 સ્થિતિ । Who Is Your Best Friend Or Relative Here Is Chanakya Niti For This

કોણ છે તમારો સાચો મિત્ર? આ ગ્રંથમાં બતાવ્યું છે મિત્રો કેવી રીતે પારખવા?

Divyabhaskar.com | Updated - May 05, 2018, 12:45 PM

કાયમ લોકોની ફરિયાદ હોય છે કે સમય આવવા પર લોકો તેમના કામ નથી આવતા. મિત્રો તો ઘણઆં બધા હોય છે.

  • કેવી રીતે ઓળખવું સાચો મિત્ર કોણ છે? ચાણક્યે બતાવી છે આ 6 સ્થિતિ । Who Is Your Best Friend Or Relative Here Is Chanakya Niti For This
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ કાયમ લોકોની ફરિયાદ હોય છે કે સમય આવવા પર લોકો તેમના કામ નથી આવતા. મિત્રો તો ઘણઆં બધા હોય છે, પરંતુ મુશ્કેલ સમયમાં તો ગણતરીના જ લોકો તે પરેશાનીમાં આપણી સાથે ઊભા હોય છે. આપણાં ધર્મગ્રંથોમાં આ વાત સ્પષ્ટ સંકેત આપે છે કે પોતાના લોકોની પરખ કેવી રીતે કરી શકાય. જો આપણે કેટલાક સામાન્ય સંકેતોનું ધ્યાન રાખીએ તો આ સરળતાથી સમજી શકાય છે કે કોણ આપણી સાથે છે અને કોણ નહીં.

    આચાર્ય ચાણક્યે પોતાની નીતિઓમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે કઈ પરિસ્થિતિમાં આપણી સાથે કોનો વ્યવહાર કેવો હોય છે, તેનાથી આપણે પોતાના અને પારકાં લોકોની ઓળખ કરી શકાય છે. કોણ વ્યક્તિ આપણો કેટલો શુભચિંતક છે એ સમય આવવા પર જ ખબર પડે છે. પોતાના-પારકાં લોકોની પરખ કરવા માટે આચાર્ય ચાણક્યે કેટલીક ખાસ વાતો બતાવી છે.

    તેમની નીતિ કહે છે -

    आतुरे व्यसने प्राप्ते दुर्भिक्षेत्र शत्रुसंकटे।

    राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बांधव:

    આગળ જાણો આ શ્લોકનો અર્થ...

  • કેવી રીતે ઓળખવું સાચો મિત્ર કોણ છે? ચાણક્યે બતાવી છે આ 6 સ્થિતિ । Who Is Your Best Friend Or Relative Here Is Chanakya Niti For This

    અર્થઃ-

     

    જે વ્યક્તિ તમારી બીમારીમાં, દુઃખમાં, મુશ્કેલીમાં, દુશ્મનના કોઈ સંકટ ઊભા કરવા પર, શાસકીય કાર્યોમાં, શ્મશાનમાં યોગ્ય સમય પર આવી જાય તે જ વ્યક્તિ તમારો સાચો શુભચિંતક હોય શકે છે.

     

    જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભયંકર બીમારીથી પીડાતો હોય અને તે સમયે જે લોકો તેનો સાથ આપે છે તે જ તેના સાચા શુભચિંતક હોય છે. જ્યારે જીવનમાં કોઈ ભયંકર દુઃખ આવી જાય અથવા કોઈ કોર્ટ કેસમાં ફંસાય જાય ત્યારે જે વ્યક્તિ સાક્ષીના રૂપમાં સાથે આપે છે તે મિત્ર કહેવાનો અધિકારી હોય છે. આ સિવાય મૃત્યુના સમય પર જે વ્યક્તિ હાજર થઈ જાય તે જ સાચો મિત્ર હોય છે. જ્યારે કોઈ શાસકીય કાર્યમાં કોઈ વિઘ્ન આવી જાય અને જે મિત્ર તમારો સાથ આપે તે જ સાચો મિત્ર છે.

     

    આ 6 સ્થિતિ એવી છે જ્યાં તમારા સાચા મિત્ર અથવા સગા-સંબંધીઓ જ સાથ આપી શકે છે. તેથી જે આ સ્થિતિઓમાં તમારો સાથ આપે છે તેમનાથી મિત્રતા ક્યારેય ન તોડવી જોઈએ. કાયમ તેનાથી સ્નેહ રાખવો જોઈએ.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending

વીડિયો વધુ જુઓ