1

Divya Bhaskar

Home » Jeevan Darshan » Chanakya says in which situation we have to suffer other’s wrong doing

ચાણક્યઃ બીજાના કરેલાં આવા ખરાબ કામનું પરિણામ તમારે પણ ભોગવવું પડશે

Divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 11:23 AM IST

જો કોઈ રાજ્ય અથવા દેશની પ્રજા કોઈ ખોટું કામ કરે છે તો તેનું ફળ શાસને અથવા દેશના રાજાએ જ ભોગવવું પડે છે.

  • Chanakya says in which situation we have to suffer other’s wrong doing
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ સામાન્યપણે એવું જ માનવામાં આવે છે કે જે વ્યક્તિ ખોટું કામ કરે છે, એ વ્યક્તિને આવા ખોટા કામ કરવાનું ખરાબ ફળ પણ ભોગવવું પડે છે. આ વાત હકીકત છે, પરંતુ અમુક પરિસ્થિતિઓમાં ખોટું કામ કરનાર વ્યક્તિની સાથે બીજા લોકોને પણ એ પરિણામ ભોગવવું પડે છે. આચાર્ય ચાણક્યે એક નીતિમાં જણાવ્યું છે કે કઈ પરિસ્થિતિ આપણે બીજાને લીધે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

    આચાર્ય ચાણક્ય કહે છે કે...

    राजा राष्ट्रकृतं पापं राज्ञ: पापं पुरोहित:

    भर्ता च स्त्रीकृतं पापं शिष्यपापं गुरुस्तथा।।

    ચાણક્યે આ શ્લોકમાં જણાવ્યું છે કે કોઈ વ્યક્તિના પાપનું ફળ કોને ભોગવવું પડે છે. જો કોઈ રાજ્ય અથવા દેશની પ્રજા કોઈ ખોટું કામ કરે છે તો તેનું ફળ શાસને અથવા દેશના રાજાએ જ ભોગવવું પડે છે. તેથી આ જવાબદારી એ દેશ અથવા રાજ્યના રાજા અથવા શાસનની હોય છે કે પ્રજા કોઈ ખોટું કામ ન કરે. જ્યારે રાજા પોતાના રાજ્યનું પાલન યોગ્ય રીતે નથી કરતો, પોતાના કર્તવ્યોને પૂરા નથી કરતો ત્યારે રાજ્યની પ્રજા વિરોધી થઈ જાય છે અને તે ખોટા કાર્યોની તરફ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં રાજા જ પ્રજા દ્વારા કરેલા ખોટાં કાર્યો માટે જવાબદાર હોય છે. આ જ વાત કોઈ સંસ્થા પર અથવા કોઈ પણ ટીમ ઉપર પણ લાગૂ થઈ શકે છે. ટીમના સભ્ય અથવા સંસ્થાના કર્મચારી ખોટું કામ કરે છે તો ટીમના લીડર અથવા સંસ્થાના માલિકને પણ માઠા પરિણામ પ્રાપ્ત થાય છે.

    આગળની સ્લાઇડમાં જાણો આ શ્લોકનો સંપૂર્ણ અર્થ...

  • Chanakya says in which situation we have to suffer other’s wrong doing
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજાના ખોટાં કામના જવાબદાર હોય છે પુરોહિત, મંત્રી અને સલાહકાર

     

    જ્યારે શાસનમાં મંત્રી, પુરોહિત અથવા સલાહકાર પોતાના કર્તવ્યોને સરખી રીતે પૂરા નથી કરી શકતા અને રાજાને સાચા-ખોટા કામની માહિતી નથી આપતો, યોગ્ય સલાહ નથી આપતો ત્યારે રાજાના ખોટાં કામ માટે જવાબદાર પુરોહિત, સલાહકાર અને મંત્રી જ હોય છે. પુરોહિતનું કર્તવ્ય હોય છે તે રાજાને યોગ્ય સલાહ આપે અને ખોટાં કામ કરતા રોકે.

     

    જો જીવનસાથી ખોટું કામ કરે તો

     

    આચાર્ય કહે છે કે લગ્ન પછી જો કોઈ પત્ની ખોટું કામ કરતી હોય, સાસરામાં બધાનું ધ્યાન ન રાખતી હોય, પોતાના કર્તવ્યોનું પાલન સરખી રીતે ન કરતી હોય તો આવા કાર્યોની સજા પતિએ જ ભોગવવી પડે છે. ઠીક એ જ રીતે જો કોઈ પતિ ખોટું કામ કરતો હોય તો તેના માઠા પરિણામ તેની પત્નીએ જ ભોગવવા પડે છે. એટલે પતિ-પત્ની બંનેએ એકબીજાના સલાહકાર બનવું જોઈએ. જીવનસાથીને ખોટાં કામ કરતા રોકવું જોઈએ.

     

    શિષ્યના ખોટા કામનું ફળ ગુરૂને

     

    આ નીતિના અંતમાં ચાણક્યએ જણાવ્યું છે કે જ્યારે કોઈ શિષ્ય ખોટાં કામમાં શામેલ હોય તો તેનું પરિણામ ગુરૂને જ ભોગવવું પડે છે. ગુરૂનો કર્તવ્ય હોય છે કે તે શિષ્યને ખોટાં માર્ગે જતા રોકે, સાચા કાર્યો કરવા માટે પ્રેરિત કરે. જો ગુરૂ એવું કઈ નથી કરતા તો શિષ્ય માર્ગમાંથી ભટકીને ખોટાં કામ કરવા લાગે છે તો તેનો દોષ ગુરૂને જ લાગે છે.

     

    આગળની સ્લાઇડમાં વાંચો, આચાર્ય ચાણક્યનો સંક્ષિપ્ત પરિચય.

  • Chanakya says in which situation we have to suffer other’s wrong doing

    આચાર્ય ચાણક્યનો સંક્ષિપ્ત પરિચય

     

    એક સમય હતો જ્યારે ભારત નાના-નાના રાજ્યોમાં વિભાજિત હતું અને વિદેશી શાસક સિકંદર ભારત ઉપર આક્રમણ કરવા માટે ભારતીય સીમા સુધી આવી પહોંચ્યો હતો, ત્યારે ચાણક્યએ પોતાની નીતિઓથી ભારતનું રક્ષણ કર્યુ હતું. ચાણક્યના પ્રયાસોથી જ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય બાળક ભારતનો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. ભારતીય ઈતિહાસમાં આચાર્ય ચાણક્યનું મહત્વપૂર્ણ સ્થાન છે.

    ચાણક્યાન કાળમાં પાટલીપુત્ર (વર્તમાનમાં પટણા) ખૂબ જ શક્તિશાળી રાજ્ય મગધની રાજધાની હતી. તે સમયે નંદવશનું સામ્રાજ્ય હતું અને રાજા હતો ધનાનંદ. કેટલાક લોકો આ રાજાનું નામ મહાનંદ પણ બતાવે છે. એક વાર મહાનંદે ભરી સભામાં ચાણક્યનું અપમાન કર્યું હતું અને આ અપમાનનો પ્રતિશોધ લેવા માટે આચાર્યએ ચંદ્રગુપ્તને યુદ્ધકળામાં પારંગત કર્યો. ચંદ્રગુપ્તની મદદથી ચાણક્યએ મગધ ઉપર આક્રમણ કર્યું અને મહાનંદને પરાજિત કર્યો.

    આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ આપણી માટે ખૂબ જ ઉપયોગી છે. જે પણ વ્યક્તિ આ નીતિઓનું પાલન કરે છે તેને જીવનમાં બધી સુખ-સુવિધાઓ અને સફળતા પ્રાપ્ત થાય છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jeevan Darshan

Trending