1

Divya Bhaskar

Home » Family Management » As Per Mahabharat Do Take Care These 3 Thing When Make New Friends

મિત્રતા કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખો 3 વાતો, નહીંતર ફસાઈ શકો છો મુશ્કેલીમાં

Divyabhaskar.com | Last Modified - May 26, 2017, 04:15 PM IST

મિત્રતા કરતાં પહેલાં આ બાબતો પારખી લેવાથી ભવિષ્યમાં મુશ્કેલીઓ રહે છે દૂર

  • As Per Mahabharat Do Take Care These 3 Thing When Make New Friends
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ધર્મ ગ્રંથોનું લક્ષ્ય મનુષ્યને માત્ર દેવી-દેવતાઓ અને પૂજા વિધી વગેરેનું જ્ઞાન આપવું નથી, પણ તેને બધી જ જરૂરી વાતો સમજાવું પણ છે. ધર્મ ગ્રંથોનો પાઠ કરવાથી આપણને કેટલીક એવી વાતો ખબર પડે છે જે રોજિંદા જીવનમાં કામ આવે છે, આ વાતોનું ધ્યાન રાખીને મનુષ્ય પોતાનું જીવન સરળ અને ખુશહાલ બનાવી શકે છે. મહાભારતના વનપર્વમાં એવી 3 વાતો જણાવવામાં આવી છે જે કોઈની સાથે પણ મિત્રતા કરતાં પહેલાં ધ્યાન રાખવી જોઈએ, જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો મનુષ્ય કેટલીક મુશ્કેલીઓમાં ફંસાઈ શકે છે.
    આગળની સ્લાઈડ્સમાં વાંચો કઈ 3 વાતો ધ્યાનમાં રાખવી જોઈએ...
  • As Per Mahabharat Do Take Care These 3 Thing When Make New Friends
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    1. વ્યક્તિની ટેવ અને કાર્ય
     
    કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રતા કરતાં પહેલાં તેની ટેવ અને તેનો વ્યવસાય એટલે કે કાર્ય જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો કોઈ વ્યક્તિની ખરાબ ટેવોને જાણ્યા વગર અથવા તેની અવગણના કરીને પણ તમે તેની સાથે મિત્રતા કરશો તો ક્યારેને ક્યારે તેનું ખરાબ પરિણામ તમને ભોગવવું પડશે. શક્ય છે કે તેની ટેવ અને કાર્યના કારણે તમને અપમાનિત પણ થવું પડે, આ કારણથી મિત્રતા કરતાં પહેલાં વ્યક્તિની ટેવ અંગે જરૂર માહિતી પ્રાપ્ત કરી લેવી જો તેમાં નશો કરવાની, ચોરી કરવાની, બહુ વધુ ગુસ્સો કરવો જેવી ખરાબ ટેવ હોય તો આવી વ્યક્તિથી દૂર જ રહેવામાં તમારું હિત છે.
     
  • As Per Mahabharat Do Take Care These 3 Thing When Make New Friends
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    2. તેના પરિવાર અને પરિવારના લોકોની માહિતી
     

    જે વ્યક્તિના પરિવારમાં એવા લોકો રહેતાં હોય જે દુષ્ટ, ચોર અથવા પાપી પ્રવૃત્તિના હોય તેમની સાથે ભૂલીને પણ મિત્રતા ન કરવી. વ્યક્તિ પોતે કેટલો પણ સારો હોય પણ પોતાના પરિવારની ટેવ અને કર્મોનું પરિણામ તેને પણ ભોગવવું પડે છે. મુશ્કેલી આવવા પર આવા વ્યક્તિનો પરિવાર તમારા માટે પણ મુસીબતનું કારણ બની શકે છે. આ કારણથી કોઈ સાથે પણ મિત્રતા કરતાં પહેલા તેના પરિવાર અંગે માહિતી જરૂર મેળવી લેવી.
  • As Per Mahabharat Do Take Care These 3 Thing When Make New Friends
    3. મનુષ્યની શિક્ષા અને જ્ઞાન
     
    મહાભારતમાં જણાવ્યા મુજબ કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રતા કરતાં પહેલા એ વાતનું ધ્યાન જરૂર રાખવું કે તેના જ્ઞાનનું સ્તર કેટલું છે. કેટલાક લોકો ભણવામાં ધ્યાન નથી આપતાં, વ્યર્થ હરવું-ફરવું, બીજાની મજાક ઉડાવવી વગેરે તેમનો સ્વભાવ હોય છે. આવા લોકોથી દૂર જ રહેવું જોઈએ. સારી વિદ્યા અથવા જ્ઞાનવાળો વ્યક્તિ પોતાના મિત્રને ખોટા માર્ગ પર જતાં અટકાવે છે.
     
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending