Divya Bhaskar

Home » Family Management » how maintain relation in life Know by krishnas freind

શ્રીકૃષ્ણની આ 5 મિત્રો સાથેની દોસ્તી, કળિયુગમાં શીખવે છે સંબંધો જાળવવાની રીત

Divyabhaskar.com | Updated - Aug 31, 2017, 12:10 AM

શ્રીકૃષ્ણના આ 5 મિત્રોમાં છુપાયેલો છે જીવનનો સાર, કળિયુગમાં આપે છે શિક્ષા

  • how maintain relation in life Know by krishnas freind
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અદાવાદઃ દરેકનાં જીવનમાં મિત્રોની ખૂબ જ મોટી ભૂમિકા હોય છે. આપણાં ગ્રંથોમાં પણ મિત્રતાનાં ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. જેમ કે, મહાભારત કાળમાં શ્રીકૃષ્ણનાં દરેક મિત્રોમાંથી આપણને કંઈને કંઈ જરૂર શીખવા મળે છે અને તે હાલનાં સમયમાં આપણા જીવનમાં ક્યાંકને ક્યાંક સ્પર્શે છે.
    આગળની સ્લાઈડમાં વાંચો શ્રીકૃષ્ણનાં દરેક મિત્રોમાંથી આપણને શું શીખવા મળે છે...
    (તમામ ફોટાનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
  • how maintain relation in life Know by krishnas freind
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    અર્જુન

    અર્જુન અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા ઘણાં પ્રસંગ મહાભારતમાં જોવાં મળે છે. કૃષ્ણ માતા કુંતીને કહે છે કે તેમને હંમેશાં અર્જુનને પોતાનો મિત્ર માન્યો છે. કુરુક્ષત્રની રણભૂમીમાં શ્રીકૃષ્ણ સારથી બની અર્જુનને સત્યના માર્ગ પર ન્યાય યુદ્ધનો પાઠ ભણાવ્યો હતો. જેનાં કારણે અર્જુને યુદ્ધ કરવાનો સાહસ કર્યો હતો. શ્રીકૃષ્ણે દરેક મુશ્કેલીમાં અર્જુનનો સાથ આપ્યો માટે આપણાં મિત્રોને પ્રોત્સાહિત કરવાં જોઈએ. 
     
  • how maintain relation in life Know by krishnas freind
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    દ્રોપદી

    મહાભારતમાં દ્રોપદીનાં ચીરહરણનાં નિંદનીય પ્રસંગ વિશે દરેક લોકો જાણે છે. તે દરમિયાન જે મહાયોદ્ધા મૌન હતાં ત્યારે શ્રીકૃષ્ણ ત્યાં હાજર ન હોવાં છતાં દ્રૌપદીને ચીરહરણથી બચાવ્યા હતાં. આ ઘટનાથી આપણને શીખ મળે છે કે મુશ્કેલીમાં ક્યારેય પણ કોઈ રીતનું બહાનુ ન બનાવવું અને આપણા મિત્રની સહાયતા કરવી. 
     
  • how maintain relation in life Know by krishnas freind
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અક્રૂર

    અક્રૂર સંબંધમાં શ્રીકૃષ્ણનાં કાકા થતાં હતાં પણ શ્રીકૃષ્ણને તે મિત્ર માનતા હતાં. બન્નેની ઉંમરમાં વધારે અંતર ન હતો. અક્રૂર અને શ્રીકૃષ્ણની મિત્રતાથી આપણને શીખ મળે છે કે લોહીનાં સંબંધમાં પણ એક રીતની મિત્રતાનું તત્વ હોય છે જો મન સાફ રાખો તો પારિવારીક સંબંધોમાં થયેલી મિત્રતા પણ સમયની સાથે ઘણી મજબૂત થાય છે. લોહીનાં સંબંધોમાં થયેલી મિત્રતાને અક્રૂર અને શ્રીકૃષ્ણની મિત્રતા સમજી શકાય છે.
     
  • how maintain relation in life Know by krishnas freind
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સાત્યકિ

    નારાયણી સેનાનું કમાન સાત્યકિનાં હાથમાં હતું. સાત્યકિએ અર્જુન પાસેથી ધનુષ વિદ્યા લીધી હતી. જ્યારે શ્રીકૃષ્ણએ પાંડવોનાં શાંતિદૂત બનીને હસ્તિનાપુર ગયા ત્યારે તેમની સાથે માત્ર સાત્યકિને લઈ ગયા હતાં. કૌરવોની સભામાં જતાં પહેલાં તેમને સાત્યકિને કહ્યું કે જો યુદ્ધ સ્થાને મને કંઈ થાય તો, તમે મનથી દુર્યોધનની મદદ કરી હશે કેમ કે નારાયણી સેના તમારા નેતૃત્વમાં રહેશે. સાત્યકિ સદૈવ શ્રીકૃષ્ણની સાથે રહેતાં હતાં અને તેમનાં પર પૂરો વિશ્વાસ કરતાં હતાં. મિત્રતામાં વિશ્વાસનાં સિદ્ધાંત તેમની મિત્રતાથી સમજાવી શકતાં હતાં.
     
  • how maintain relation in life Know by krishnas freind
    સુદામા

    જ્યારે મિત્રતાની વાત થાય ત્યારે, શ્રીકૃષ્ણ અને સુદામાનું નામ જરૂર લેવામાં આવે છે. એક પ્રસંગમાં જ્યારે ગરીબ સુદામા શ્રીકૃષ્ણ પાસે આર્થિક સહાયતા માગવા જાય છે ત્યારે શ્રીકૃષ્ણ તેમને ના નથી પાડતાં પણ સમૃદ્ધ અને સંપન્ન કરી દે છે, તે ઉપરાંત સુદામા દ્રારા ઉપહારમાં લાવવામાં આવેલાં ચોખા(તાંદુલ) બન્ને પ્રેમ પૂર્વક ગ્રહણ કરે છે. તેમની મિત્રતાથી આપણને ઘણી વાત શીખવા મળે છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending