1

Divya Bhaskar

Home » Family Management » Know the life management Mantra from the Holi color

ધૂળેટીએ આ રંગોથી રમો, પતિ-પત્નીના જીવનમાં ફરી ખીલી ઉઠશે વસંત!

Divyabhaskar.com | Last Modified - Mar 12, 2017, 05:30 PM IST

જીવનમાં ફરી પ્રેમની વસંત ખીલવવા, પ્રેમી પંખીડાઓએ આ રંગોથી રમવી ધૂળેટી!

  • Know the life management Mantra from the Holi color
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કુદરતે વ્યક્તિને રંગોની અનમોલ ભેટ આપી છે. પ્રકૃતિનો દરેક રંગ અલગ-અલગ ભાવનાઓને વ્યક્ત કરે છે. જો તેવું કહેવામાં આવે કે, રંગ કંઇપણ બોલ્યાં વિના પણ પોતાની બધી જ વાત કહી દે છે, તો તે હકીકત છે. હોળી રંગો અને સંબધોનો તહેવાર છે. તમે જ્યારે આ હોળી પર સંબંધીઓને કે પરિવારના કોઇ સભ્યને રંગ લગાવવા જાઓ, ત્યારે રંગોની પસંદગી ઉપર થોડું ધ્યાન રાખવું. જાણો ક્યા રંગને કોની ઉપર લગાવી શકાય છે.
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પ્રેમિકા, પત્ની, બાળકો અને અન્ય લોકો ઉપર ક્યા રંગનો પ્રયોગ કરવો જોઇએ.
    (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
  • Know the life management Mantra from the Holi color
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ની કે પ્રેમિકાઃ-
     
    પતિ-પત્ની અને પ્રેમી-પ્રેમિકા માટે હોળીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. જોકે, આ તહેવારમાં પ્રેમની સાથે-સાથે થોડી શરારત પણ છુપાયેલી હોય છે. આ માટે આ પર્વ પતિ-પત્ની અને પ્રેમી-પ્રેમિકાને વધારે પસંદ રહ્યો છે. પત્ની કે પ્રેમિકાના આ પ્રેમ સંબંધને તમે હોળીના દિવસે લાલ અને કેસરી રંગથી રંગો. આ રંગ તમારા જીવનમાં પ્રેમ, ઉત્સાહ, ખુશહાલી અને વિશ્વાસ લઇને આવશે.
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય લોકો ઉપર ક્યા રંગનો પ્રયોગ કરવો જોઇએ.
  • Know the life management Mantra from the Holi color
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પતિ કે પ્રેમીનેઃ-
     
    પતિ કે પ્રેમીને તમે લાલ અને હળવો વાદળી રંગ લગાવી શકો છો. લાલ રંગ પ્રેમ અને આક્રમકતા બંન્નેનું પ્રતીક છે. આ રંગ જણાવે છે કે, તમારા સંબંધમાં પહેલાંની જેમ આજે પણ તેવો જ પ્રેમ અને ગર્માહટ છે. વાદળી રંગ ધૈર્ય અને વિશ્વાસનો રંગ છે. આ બંન્ને ભાવની સંબંધોમાં ઘણી જરૂરિયાત હોય છે.
     
    તમારાથી નાના લોકોનેઃ-
     
    નાના બાળકો, નાના ભાઈ-બહેન અને પોતાની ઉમરમાં નાના સંબંધીઓને લીલો રંગ લગાવવો. લીલો સંપન્નતાનું પ્રતીક છે અને તે તમારા આશીર્વાદ અને સ્નેહના સ્વરૂપમાં તમારી ભાવનાઓને અભિવ્યક્ત કરે છે.
     
    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય લોકો ઉપર ક્યા રંગનો પ્રયોગ કરવો જોઇએ.
  • Know the life management Mantra from the Holi color
    વડીલોને રંગ લગાવવોઃ-
     
    દાદા-દાદી, માતા-પિતા, મોટા ભાઈ-બહેન કે પોતની ઉંમરથી મોટા કોઇ સંબંધી કે વડીલને પીળા રંગનો ગુલાલ લગાવવો જોઇએ. પીળો રંગ આસ્થા, ત્યાગ અને વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે તમે તમારા વડીલોને આ રંગથી રંગશો, તો તેને અર્થ સાફ થશે કે તમે તેને સન્માન આપો છો. તેમના પ્રત્યે આસ્થા અને વિશ્વાસ પણ રાખો છો. તેમની ભાવનાઓનું સન્માન કરો છો અને હંમેશાં તેમનો આશીર્વાદ મેળવવા માંગો છો.
     
    મિત્રો માટેઃ-
     
    મિત્રો માટે લીલો, સફેદ અને વાદળી રંગ સૌથી સારો છે. લીલો સંપન્નતા, સફેદ શાંતિ અને વાદળી રંગ સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. સારા મિત્રોની ખાસિયત છે કે તે પોતાના મિત્રો માટે હમેશાં સંપન્નતા, શાંતિ અને સકારાત્મક ઉર્જા જ ઇચ્છે છે. આ ભાવનાઓ તમારી મિત્રતાને વધારે ખાસ બનાવે છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending