1

Divya Bhaskar

Home » Family Management » Some golden rules for each husband and wife to keep their relation strong

આ પાંચ વાતો પતિ-પત્નીએ રાખવી યાદ, કાયમ ટકી રહશે પ્રેમ+રોમાન્સ

Divyabhaskar.com | Last Modified - Mar 17, 2017, 12:10 AM IST

આ પાંચ વાતો જે પતિ-પત્નીને રહે છે યાદ, તેમની વચ્ચે કાયમ રહે છે પ્રેમ+રોમાન્સ

 • Some golden rules for each husband and wife to keep their relation strong
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ પતિ-પત્ની એક ગાડીના બે પૈડા હોય છે. આ બંન્ને વચ્ચે સામંજસ્ય હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, જો પતિ-પત્નીમાં એકસરખું તાલમેલ નહિ હોય તો ગૃહસ્થીની ગાડી ટ્રેક પરથી નીચે ઉતરી જાય છે. જેની અસર પતિ-પત્નીના ભવિષ્ય પર તો થાય જ છે સાથે જ, બાળકોના વર્તમાન તથા ભવિષ્ય પર પણ ખરાબ અસર પડે છે. જો પતિ-પત્ની બંન્ને કામ કરતાં હોય તો પત્ની ઇચ્છે છે કે, તેને પણ તેવું જ સન્માન મળે છે જેવું તેના પતિને મળતું હોય, જ્યારે પતિના વિચાર આ વિષયમાં અલગ થઇ શકે છે. પતિ-પત્નીના ટકરાવનું કોઇપણ કારણ હોઇ શકે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા થઇ રહી હોય તો તમારે આ લેખમાં જણાવેલ ત્રણ સૂત્રોને યાદ કરી તમારા જીવનમાં ઉતારવા જોઇએ. જેનાથી તમારા લગ્નજીવનમાં તણાવ ઓછો થઇ જાય અને રોમાન્સ વધી શકે.
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પતિ-પત્નીએ યાદ રાખવા જેવા ત્રણ ગોલ્ડન સૂત્ર.
  (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
 • Some golden rules for each husband and wife to keep their relation strong
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  1- એક-બીજાની ભાવનાઓને સમજવીઃ-
   
  પતિ-પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર ટકેલો હોય છે. જેના માટે જરૂરી છે કે તે બંન્ને એકબીજાની ભાવનાઓને સમજે અને એકબીજાનું સન્માન પણ કરે. જો પતિ કોઇ કારણોસર પત્નીની ઇચ્છા પૂર્ણ નથી કરી શકતો તો પત્ની બિનજરૂરી પતિ પર કોઇ દબાવ ન કરવો જોઇએ.
   
  2- એકબીજાને સન્માન આપવું-
   
  મોટાભાગે એવું જોવા મળે છે કે, પતિ પોતાની પત્નીને યોગ્ય સન્માન આપતો નથી. વાત-વાત પર પત્ની ઉપર ગુસ્સો કરવો, અપશબ્દ કહેવા અથવા હાથ ઉઠાવવાથી પણ પત્નીના મનમાં પણ પતિના પ્રત્યે સન્માન ઓછું થઇ જાય છે. આવી સ્થિતિમાં પતિ-પત્નીનો વ્યવહાર એક-બીજાને પ્રત્યે નકારાત્મક થઇ જાય છે. જેનું પરિણામ તેમણે નજીકના ભવિષ્યમાં જોવા મળી શકે છે. એટલે જરૂરી છે કે, પતિ-પત્ની એકબીજાનું સન્માન કરે.
   
  3-એકબીજા માટે સમય નીકાળવોઃ-
   
  વર્તમાન સમયમાં ભાગદોડ ભરેલાં જીવનમાં પતિ જ્યાં વેપાર કે ઓફિસમાં વ્યસ્ત રહે છે, ત્યાં જ પત્ની બાળકો અને પરિવારને સંભાળવામાં વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં ઘણીવાર પતિ-પત્ની એકબીજાને પ્રર્યાપ્ત સમય આપી શકતાં નથી. જેના કારણે બંન્ને વચ્ચે અંતર વધી જાય છે. જેનાથી બચવા માટે પતિ-પત્નીએ સપ્તાહના એક દિવસ પોતાની માટે ફાળવવો જોઇએ અને કોઇ જગ્યાએ ફરવા જવું અથવા એકાંતમાં સમય વ્યતીત કરવો જોઇએ. આવું કરવાથી નિશ્ચિત રૂપથી પતિ-પત્નીના સંબંધોમાં સકારાત્મક પરિણામ જોવા મળે છે.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પતિ-પત્નીએ યાદ રાખવા જેવા ગોલ્ડન સૂત્ર.
 • Some golden rules for each husband and wife to keep their relation strong
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  શિવ-પાર્વતિથી સમજવી ગૃહસ્થીની મર્યાદાઃ-
   
  સફળ ગૃહસ્થીનો આધાર સુખી દાંપત્ય હોય છે. દાંપત્ય એટલે કે, જે સુખી છે જેમાં પતિ-પત્ની એક-બીજાનું સન્માન અને સ્વાભિમાનની મર્યાદાને જાળવી રાખે છે. ઘણીવાર પતિઓનું પુરૂષત્વવાળો અહંકાર તેમણે સ્ત્રી આગળ નમવા દેતો નથી. બસ અહીંથી જ અશાંતિની શરૂઆત થાય છે.
   
  તુલસીદાસજીએ રામચરિતમાનસમાં તેના સંકેતો આપ્યા છે. તુલસીદાસજીએ શિવ અને પાર્વતીના દાંપત્યનો એક નાનો પ્રસંગ લખેલો છે. જેમાં ખૂબ જ ઉંડી વાત કહેવામાં આવી છે. પ્રસંગ છે શિવ-પાર્વતિના વિવાહ પછી પાર્વતીએ એક દિવસ ભગવાનને શાંત ભાવથી બેસેલાં જોયા, અને તેમની પાસેથી રામકથા સાંભળવાની ઇચ્છાને જાહેર કરી. અહીં તુલસીદાસ કહે છે કે-
   
  बैठे सोह कामरिपु कैसे। धरें सरीरु सांतरसु जैसे।।
  पारबती भल अवसरु जानी। गई संभु पहि मातु भवानी।।
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો શ્લોકનો પૂર્ણ અર્થ.
 • Some golden rules for each husband and wife to keep their relation strong
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  એક દિવસ ભગવાન શિવ શાંતભાવથી બેસેલાં હતાં. તો પાર્વતીએ યોગ્ય અવસર જોઇને તેમની પાસે ગઇ. જોવો પત્નીના મનમાં પતિ માટે કેટલો આદર છે કે તેમની વાત માનવા માટે પણ તેમણે યોગ્ય અવસરની રાહ જોઇ. જ્યારે આજકાલ પતિ-પત્નીમાં એક-બીજાના સમય અને કાર્યને લઇને કોઇ સન્માનનો ભાવ રહેલો નથી. ત્યાર પછી તુલસીદાસ લખે છે-
   
  जानि प्रिया आदरु अति कीन्हा। बाम भाग आसनु हर दीन्हा।।
   
  શિવે પાર્વતીને પોતાની પ્રિયા જાણીને તેમનો ખૂબ જ આદર કર્યો. પોતાની બરાબર જ વામ ભાગમાં આસન બેસવા માટે આપ્યું. પતિ, પત્નીને આદર આપી રહ્યા છે. આ ભારતીય સંસ્કૃતિમાં જ સંભવ છે. ઘણા લોકો આજે ગૃહસ્થીને જંજાળ પણ કહે છે. પરંતુ જો એક-બીજા પ્રત્યે આ પ્રકારનો પ્રેમ અને સન્માનનો ભાવ છે તો ગૃહસ્થી ક્યારેય જંજાળ બનતી નથી.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પતિ-પત્નીએ યાદ રાખવા જેવા ગોલ્ડન સૂત્ર
 • Some golden rules for each husband and wife to keep their relation strong
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉપાયથી ઓછો થાય છે પતિ-પત્ની વચ્ચેનો તણાવઃ-
   
  પતિ-પત્ની જ્યારે એકાંતમાં હોય તો પરિવારની વચ્ચે તણાવ ન લાવવો. મોટાભાગે વિવાહિત લોકો અથવા તો ભવિષ્યની યોજનાઓમાં અથવા ફરી પરિવારની સમસ્યાઓમાં પોતાના એકાંતને અશાંતિનું કારણ બનાવી લે છે. ભગવાન શ્રીકૃષ્ણનું દાંપત્ય જીવન જોવા જેવું છે. તેમને કેટલી પત્નીઓ હતી અને કેટલો મોટો પરિવાર હતો. પરંતુ કોઇપણ વ્યક્તિ તેમનાથી નાખુશ ન હતાં. એક પણ પત્ની કૃષ્ણથી નિરાશ નહતી. એખ પણ દાંપત્યમાં દરાર આવી નથી. તેનું સૌથી મોટું કારણ છે ભગવાન શ્રીકૃષ્ણનું બધી જ પત્નીઓને બરાબર સમય આપવો.
   
  પોતાની આઠ પત્નીઓને બરાબર સમય આપતા હતાં શ્રીકૃષ્ણ. તેમની એક ખાસિયત હતી કે તેઓ જે પત્ની સાથે સમય વ્યતીત કરતા હોય ત્યારે તેના વિશે જ વાત કરતાં હતાં. ક્યારેય કોઇ અન્ય પત્નીઓ વિશે વાત નહતાં કરતાં. આ માટે જ તેમની વચ્ચે ક્યારેય તણાવ આવ્યો નથી. હમેશાં પ્રેમ બનેલો રહ્યો છે. માત્ર એક પ્રયાસથી જ તેમનું દાપત્ય સુખી હતું. પોતાના જીવન સાથી સાથે એકાંત અને તે એકાંત સમયે કોઇ ત્રીજી વ્યક્તિને પ્રવેશ ન આપવો.
   
  લોકો માટે ખાસ કરીને મહિલાઓ માટે આ થોડું મુશ્કેલ છે પરંતુ બંન્ને પક્ષોની મહેનતથી જ આ સંભવ પણ છે. કોશિશ કરો, બંન્ને જ્યારે પણ મળો, માત્ર પોતાની જ વાત કરો. પોતાના વિષયથી ભડકવું નહીં.
   
  આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પતિ-પત્નીએ યાદ રાખવા જેવા ગોલ્ડન સૂત્ર.
 • Some golden rules for each husband and wife to keep their relation strong
  કહ્યા વિના સમજવી પોતાના જીવનસાથીની ભાવનાઃ-
   
  અંગત જીવનનો સૌથી મહત્વપૂર્ણ સંબંધ હોય છે પતિ-પત્નીનો. રામચરિતમાનસમાં રામ સીતાનું દાપત્ય એવું જ હતું. શબ્દો ન હતાં, કોઇવાત પણ નહતીં, બસ ભાવથી જ એકબીજાને સમજી જતાં. વનવાસમાં જ્યારે રામ અને સીતા અને લક્ષ્મણને કેવટે ગંગા પાર ઉતારી દીધા ત્યારે રામની પાસે તેમની માટે કોઇ જ વસ્તુ નહતીં. ત્યારે તુલસીદાલસ લખે છે-
   
  पिय हिय की सिय जान निहारी, मनि मुदरी मन मुदित उतारी।।
   
  એટલે કે, સીતાએ રામના કહ્યા વિના જ, માત્ર તેમના હાવ-ભાવને જોઇને જ સમજી લીધું કે કેવટને આપવા માટે રામ કોઇ વસ્તુ શોધી રહ્યા છે અને તેમણે પોતાની આંગળીમાંથી અંગૂઠી ઉતારીને તે કેવટને આપી દીધી. અંગત સંબંઘોમાં પ્રેમ એવો જ હોવો જોઇએ કે શબ્દોની તેમાં જરૂર જ ન પડે. આવો જ સંબંધ સફળ બની શકે છે.
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending