Home » Family Management » Lessons From Lord Shiva You Can Apply To Your Life

આ પ્રાચીન ગ્રંથમાં કહ્યું છે, પત્નીએ કોઈને પણ ન કહેવા પતિના આ સિક્રેટ્સ!

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 06:23 PM

શિવની મહિમાનું વર્ણન અનેક ગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ શિવપુરાણ એ બધા ગ્રંથોમાં સર્વોચ્ચ છે.

 • Lessons From Lord Shiva You Can Apply To Your Life
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  શિવપુરાણ પ્રમાણે પતિ વૃદ્ધ હોય કે રોગી થઈ ગયો હોય તો પણ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિનો સાથ છોડવો ન જોઈએ.

  યૂટિલિટી ડેસ્કઃ શિવની મહિમાનું વર્ણન અનેક ગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ શિવપુરાણ એ બધા ગ્રંથોમાં સર્વોચ્ચ છે. આ ગ્રંથોમાં માત્ર ભગવાન શિવ સાથ જ સંબંધિત રહસ્યોને બતાવવામાં આવ્યા છે સાથે જ સામાન્ય જનમાનના જીવન સાથે જોડાયેલ અનેક વાતો પણ બતાવવામાં આવી છે. શિવપુરાણની રુદ્ર સંહિતામાં શિવ-પાર્વતીના લગ્ન પ્રસંગમાં પતિવ્રતા સ્ત્રીઓ માટે અનેક જરૂરી નિયમ બતાવ્યા છે.

  આ નિયમ પાર્વતીને એક પતિવ્રતા બ્રાહ્મણ પત્નીને વિદાય સમયે બતાવ્યા હતા. વ્યાવહારિક દ્રષ્ટિએ વર્તમાન સમયમાં આ નિયમોનું પાલન કરવું ખૂબ જ કઠિન છે. શિવ પુરાણ પ્રમાણે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ, આજે અમે તમને બતાવી રહ્યા છીએ-

  - શિવપુરાણ પ્રમાણે પતિ વૃદ્ધ હોય કે રોગી થઈ ગયો હોય તો પણ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિનો સાથ છોડવો ન જોઈએ. જીવનના દરેક સુખ-દુઃખમાં પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પોતાના પતિની ગુપ્ત વાતો કોઈને ન બતાવવી જોઈએ.

  શિવપુરાણમાં બતાવ્યા છે પત્ની સાથે સંબંધિત અન્ય નિયમો વિશે જાણવા માટે આગળની સ્લાઇડ્સ ઉપર ક્લિક કરો....

 • Lessons From Lord Shiva You Can Apply To Your Life
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  પતિ જ્યારે બોલાવે ત્યારે તરત જ તેની પાસે જવું જોઈએ અને પતિનો જે આદેશ હોય તેનું પ્રસન્નતાપૂર્વક પાલન કરવું જોઈએ.

  - ધર્મમાં તત્પર રહેનારી સ્ત્રીએ પોતાના પ્રિય પતિને ભોજન કરાવીને પછી જ ભોજન કરવું જોઈએ. જ્યારે પતિ ઊભો હોય તો પત્નીએ પણ ઊભા રહેવું જોઈએ. તેની આજ્ઞા વગર બેસવું પણ ન જોઈએ. પતિના સૂઈ ગયા પછી જ પત્નીએ ઊંઘવું જોઈએ અને પતિના જાગ્યા પહેલા જ જાગી જવું જોઈએ.

   

  - પત્નીને શણગાર કર્યા વગર પતિની સામે ન આવવું જોઈએ. જ્યારે પતિ કોઈ કામે પરદેશ ગયો હોય તો તે સમયે શ્રૃંગાર ન કરવો જોઈએ. પતિવ્રતા સ્ત્રીને ક્યારેય પોતાના પતિનું નામ ન લેવું જોઈએ. પતિ ખરું-ખોટું કહે તો પણ પત્નીએ ચુપ અંગે પણ ચુપ રહેવું જોઈએ.  

   

  - પતિ જ્યારે બોલાવે ત્યારે તરત જ તેની પાસે જવું જોઈએ અને પતિનો જે આદેશ હોય તેનું પ્રસન્નતાપૂર્વક પાલન કરવું જોઈએ. પતિવ્રતા સ્ત્રીએ ઘરના દરવાજા ઉપર વધુ સમય સુધી ઊભા રહેવું ન જોઈએ. 

   

  શિવપુરાણમાં બતાવ્યા છે પત્ની સાથે સંબંધિત અન્ય નિયમો વિશે જાણવા માટે આગળની સ્લાઇડ્સ ઉપર ક્લિક કરો....

 • Lessons From Lord Shiva You Can Apply To Your Life
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  રજોવૃત્તિ પછી શુદ્ધતાપૂર્વક સ્નાન કરીને સૌથી પહેલા પોતાના પતિનો ચહેરો જોવો જોઈએ, અન્ય કોઈનો નહીં.

  - પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞા વગર ક્યાંય ન જવું જોઈએ. પતિ વગર મેળામાં, ઉત્સવ વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ. પતિની આજ્ઞા વગર વ્રત-ઉપવાસ પણ ન કરવા જોઈએ.  

   

  - રજોવૃત્તિ પછી શુદ્ધતાપૂર્વક સ્નાન કરીને સૌથી પહેલા પોતાના પતિનો ચહેરો જોવો જોઈએ, અન્ય કોઈનો નહીં. જો પતિ ન હોય તો ભગવાન સૂર્યદેવના દર્શન કરવા જોઈએ.

   

  - મૈથુનકાળ સિવાય અન્ય કોઈ સમયે પતિની સામે ધૃષ્ટતા ન કરવી જોઈએ. પતિવ્રતા સ્ત્રીને એ કામ કરવા જોઈએ, જેનાથી પતિનું મન પ્રસન્ન રહે. એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી પતિના મનમાં વિષાદ પેદા થાય.

   

  શિવપુરાણમાં બતાવ્યા છે પત્ની સાથે સંબંધિત અન્ય નિયમો વિશે જાણવા માટે આગળની સ્લાઇડ્સ ઉપર ક્લિક કરો....

 • Lessons From Lord Shiva You Can Apply To Your Life
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પતિવ્રતા સ્ત્રીએ સુખ અને દુઃખ બન્ને સ્થિતિમાં પોતાના પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.

  -શિવમહાપુરાણ પ્રમાણે પતિવ્રતા સ્ત્રીને પ્રસન્નતાપૂર્વક ઘરના બધા કામ કરવા જોઈએ. વધુ ખર્ચ કર્યા વગર પરિવારનું પાલન-પોષણ સારી રીતે કરવું જોઈએ. દેવતા, પિતૃઓ, અતિથિ, સેવક, ગૌ અને ભિક્ષુક માટે અન્નનો ભાગ આપ્યા વગર પોતે ભોજન ગ્રહણ ન કરવું જોઈએ.

   

  - પતિની ઉંમર વધારવાની અભિલાષા રાખનારી સ્ત્રીને હળદર, રોલી, સિંદૂર, કાજળ, માંગલિક આભૂષણ, વાળને સંવારવા, હાથ-કાનના આભૂષણ, આ બધાને પોતાનાથી દૂર ન કરવા જોઈએ, અર્થાત્ પતિની પ્રસન્નતા માટે સજી-ધજીને રહેવું જોઈએ.

   

  - પતિવ્રતા સ્ત્રીએ સુખ અને દુઃખ બન્ને સ્થિતિમાં પોતાના પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જો ઘરમાં કોઈ વસ્તુની જરૂરિયાત આવી પડે કે અચાનક આ વાત ન કરવી જોઈએ, પણ પહેલા પોતાના મધુર વચનોથી પોતાના પતિને પ્રસન્ન કરવો જોઈએ. ત્યારબાદ જ તે વસ્તુ વિશે વાત કરવી જોઈએ.  

   

  શિવપુરાણમાં બતાવ્યા છે પત્ની સાથે સંબંધિત અન્ય નિયમો વિશે જાણવા માટે આગળની સ્લાઇડ્સ ઉપર ક્લિક કરો....

 • Lessons From Lord Shiva You Can Apply To Your Life
  રજોવૃત્તિ હોય ત્યારે પત્નીએ ત્રણ દિવસ સુધી પોતાના પતિનું મુખ ન જોવું જોઈએ, અર્થાત્ તેનાથી અલગ રહેવું જોઈએ.

  - રજોવૃત્તિ હોય ત્યારે પત્નીએ ત્રણ દિવસ સુધી પોતાના પતિનું મુખ ન જોવું જોઈએ, અર્થાત્ તેનાથી અલગ રહેવું જોઈએ. જ્યાં સુધી તે સ્નાન કરીને શુદ્ધ ન થઈ જાય ત્યાં સુધી પોતાની કોઈ વાત પણ પતિના કાનમાં ન પડવા દેવી જોઈએ.

   

  - પતિવ્રતા સ્ત્રીઓએ કુલટા સ્ત્રીઓ સાથે વાત ન કરવી જોઈએ. પતિ સાથે દ્વેષ રાખતી સ્ત્રીનો ક્યારેય આદર ન કરવો જોઈએ. ક્યારેય એકલા ઊભા ન રહેવું જોઈએ.  

   

  - જે સ્ત્રી પોતાના પતિના બહારથી આવતાની સાથે જ અન્ન, જળ વગેરેથી તેની સેવા કરે છે, મીઠા વચન બોલે છે, તે ત્રણેય લોકોને સંતુષ્ટ કરે છે. પતિવ્રતા સ્ત્રીનું પુણ્યથી પિતા, માતા અને પતિના કુળોની ત્રણ-ત્રણ પેઢીઓના લોકો સ્વર્ગલોકમાં સુખ ભોગવે છે.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending

વીડિયો વધુ જુઓ