Divya Bhaskar

Home » Family Management » જિદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું | how to deal with obstinate child

જિદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 05:34 PM

આટલું કરશો તો તમારું બાળક જીદ્દી છોડી તમારી સાથે હસવા લાગશે

  • જિદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું | how to deal with obstinate child

    યુટિલિટી ડેસ્ક: જીદ્દી બાળક ઘણીવાર માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જાય છે. આ બાળકને ખવડાવવું, નવડાવવું, ઊંઘાડવું જેવી દરેક બાબતમાં માતા-પિતાએ જાણે એક લડાઈ ન લડવાની હોય તેવા તબક્કામાંથી પસાર થવું પડે છે. આવું બાળક જ્યાં સુધી પોતાની માંગ પૂરી ન થાય ત્યા સુધી શાંતિથી જપતું નથી. બાળકના સતત આવા વર્તનથી ગમે-અણગમે માતા-પિતા બાળકની દરેક માંગ પૂરી પણ કરતા હોય છે. આવા જીદ્દી બાળકો સાથે કેવી રીતે વર્તવું તેની અમે આજે અહીં વાત કરીશું.

    1. બાળકને સાંભળો- બાળક સાથે કોઈ દલીલમાં પડતાં પહેલા તેને સાંભળો. બની શકે કે એ વાતનું કોઈ મજબુત કારણ પણ બાળક પાસે હોય.

    2. તેની સાથે જોડાયેલા રહો, તેના પર બળજબરી ના કરો.

    3. બાળકને હંમેશા ઓપ્શન આપો. દા.ત. ટીશર્ટ પહેરવામાં હંમેશા ના પાડે તો તેને કહો કે આ ત્રણમાંથી કયુ ટીશર્ટ તેને પહેરવું ગમશે.

    4. શાંત રહો- બાળક પર બિનજરૂરી ગુસ્સો ના કરો.

    5. બાળકને ગમતી રમત તેની સાથે રમો.

    6. ઘરના વાતાવરણને સુધારો- ઘણીવાર ઘરમાં પણ નાની નાની વાત ગુસ્સાથી થતી હોય છે અને બાળક તેનું અનુકરણ કરવાનો જ છે. માટે ઘરના વાતાવરણને સુધારવું.

    7. બાળકોને વારંવાર ના પાડવા કરતા તેનું ધ્યાન બીજી જગ્યાએ દોરી દો.

    8. તમારા બાળકની અંદર જે સારી વાતો છે તેને હંમેશા જુઓ.

    9. બાળકને હંમેશા પ્રેરણા આપો, સારી વાતો અને સ્ટોરી કહો.

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Family Management

Trending