Divya Bhaskar

Home » Jyotish » Rashi Aur Niddan » Maha Shivratri 2018 know Date Time and Importance

શિવરાત્રિ 13 ફેબ્રુઆરીએ કે 14 ફેબ્રુઆરીએ, જાણો તિથિ અને મૂહર્ત

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 02:33 PM

શિવરાત્રિના પર્વને સૌથી મોટા પર્વના રૂપમાં માનવામાં આવે છે

  • Maha Shivratri 2018 know Date Time and Importance
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું રૂદ્રના રૂપમાં આવતરણ થયું હતું.

    ધર્મ ડેસ્ક: મહાશિવરાત્રિના પાવન પર્વ પર કોઈ પણ પ્રહરમાં ભોળાનાથની આરાધના કરવામાં આવે તો ભોળાનાથ અને માતા પાર્વતી દિલ ખોલીને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શિવરાત્રિના પર્વને સૌથી મોટા પર્વના રૂપમાં માનવામાં આવે છે. માનવમાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું રૂદ્રના રૂપમાં આવતરણ થયું હતું. આવો જાણીએ કે શિવરાત્રિના શુભ મુહર્ત શું છે.

    પંચાગ મુજબ ફાગણ માસમાં 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10.22 વાગ્યે ચૌદસ શરૂ થશે અને 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.17 સુધી રહેશે. આ કારણે આ વર્ષે આ તિથિ બે રાત્રિ દરમિયાન રહેશે. આ વર્ષે મહાશિવરાત્રિના પર્વને 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે તે શુભ રહેશે.

  • Maha Shivratri 2018 know Date Time and Importance
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ વર્ષે મહાશિવરાત્રિના પર્વને 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે તે શુભ રહેશે.

    મહાશિવરાત્રિ પારણા મૂહર્ત:

     

    07:01:40 થી 15:23:47 સુધી છે. ]

     

    શુભ મૂહર્તની વાત કરીએ તો 13 તારીખે  સવારે 10.30થી બપોરના 1.30 વાગ્યા સુધી સારા મૂહર્ત છે.

     

    બપોર પછી 3 થી 4.30 સુધી.

     

    14 તારીખની વાત કરીએ તો સવારે 6 થી 9 તેમજ 10.30થી 12 વાગ્યા સુધી સારા મૂહર્ત છે. 

     

  • Maha Shivratri 2018 know Date Time and Importance
    માનવમાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રિએ ભગવાન શંકરનું રૂદ્રના રૂપમાં આવતરણ થયું હતું

    હિન્દુ પંચાગ મુજબ ફાગણ માસમાં મહાવદને ચૌદસના દિવસે મહાશિવરાત્રિનું પર્વ મનાવવામાં આવે છે. આ વખતે ઘણા ભાગમાં 13 અને 14 એમ બે દિવસ મહાશિવરાત્રિ મનાવવમાં આવી રહી છે.

     

    ચૌદસની તિથિ 13 ફેબ્રુઆરી રાત્રિ 10.22થી શરૂ થઈ 14 ફેબ્રુઆરી 12.17 સુધી રહેશે. આથી  14 ફેબ્રુઆરીના રોજ આખો દિવસ આ મહાશિવરાત્રિની તિથી નહીં રહે. આ સમયગાળામાં કરવામાં આવેલી પૂજાને શ્રેષ્ઠ માનવમાં આવે છે.

     

    જોકે શિવલિંગ પર જળાભિષેક કરવામાં અને ઉપવાસ રાખવામાં બન્ને દિવસને શુભ માનવમાં આવે છે. 

     

(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Jyotish

Trending