સામાન્ય બજેટ આજેઃ મિડલ ક્લાસ પર ઇનકમ ટેક્સનો ભાર ઘટાડશે જેટલી?

Tax exemption limit may be raised from Rs 2.5 lakh to Rs 3 lakh

moneybhaskar.com

Jan 31, 2018, 08:00 PM IST

નવી દિલ્હીઃ નાણામંત્રી અરુણ જેટલી આજે સામાન્ય બજેટ 2018 રજૂ કરશે. આ બજેટમાં નાણામંત્રી મિડલ ક્લાસને ઇન્કમ ટેક્સ મોરચે રાહત આપી શકે છે. આવું તેઓ ટેક્સ છૂટની હાલની લિમિટ 2.5 લાખને વધારીને 3 લાખ કરીને કરી શકે છે, અથવા કોઇ નવો રસ્તો શોધી શકાય છે. ખાસ કરીને પગારદાર વર્ગને ઇન્કમ ટેક્સના મોરચે ખાસ પ્રકારે રાહત આપી શકાય છે.

- નોટબંધી બાદ દેશમાં ઇન્કમ ટેક્સ કલેક્શન અંદાજિત 20 ટકા વધ્યું છે. આ સિવાય ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા પણ 20 ટકા સુધી વધી છે.
- એવામાં સરકારની પાસે અવકાશ છે કે, તેઓ આવકના મોરચે સંતુલન જાળવીને એવા વર્ગને ઇન્કમ ટેક્સમાં છૂટ આપે, જેઓ ઇમાનદારીથી ટેક્સ ચૂકવે છે.


મિડલ ક્લાસને મળશે રાહત
- ક્રિસિલના ચીફ ઇકોનોમિસ્ટ ડીકે જોશીએ જણાવ્યું કે, બજેટમાં મિડલ ક્લાસને ઇન્કમ ટેક્સ મુદ્દે રાહત મળી શકે છે. નોટબંધી બાદ સરકારને ટેક્સ બેઝ વધારવામાં સફળતા મળી છે.
- એવામાં ગવર્મેન્ટ કદાચ જ એવા કોઇ કદમ ઉઠાવે જેનાથી ટેક્સ બેઝમાં ઘટાડો થાય. પરંતુ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એવો વર્ગ જે ઇમાનદારીથી ઇન્કમ ટેક્સ આપે છે, તેને સરકાર અમુક છૂટ આપી શકે છે.

નોકરીયાત વર્ગને મળશે ખાસ ભેટ
- હાલના સમયમાં દેશમાં અંદાજિત 5 કરોડ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. ઇન્કમ ટેક્સ વિભાગના ડેટા અનુસાર, 125 કરોડની વસતીમાં માત્ર 1.5 એટલે કે, 1.9 કરોડ ઇન્કમ ટેક્સ આપે છે. ટેક્સ આપનારાઓમાં નોકરિયાત વર્ગ પણ મોટો વર્ગ છે.
- નોકરિયાત વર્ગ પાસે ઇન્કમ ટેક્સથી બચવાની તક લગભગ નહીવત હોય છે.
- કંપની અથવા સંસ્થા પહેલેથી જ તેમની સેલેરી પર ટીડીએસ કાપીને ટેક્સ સરકાર પાસે જમા કરાવી દે છે. એવામાં મોદી સરકાર નોકરિયાત વર્ગને ઇન્કમ ટેક્સ મુદ્દે ખાસ છૂટ આપી શકે છે.


93 ટકા ભારતીય પરિવારની ઇન્કમ2.5 લાખથી ઓછી
- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એનએસએસઓના ડેટા અનુસાર, દેશમાં 93 ટકા પરિવારોની ઇન્કમ 2.5 લાખ રૂપિયાથી ઓછી છે.
- હાલના નિયમો અનુસાર, વાર્ષિક 2.5 લાખ રૂપિયાની ઇન્કમ પર ટેક્સ લાગતો નથી. એવામાં દેશની મોટી વસતી ટેક્સ બ્રેક્રેટની બહાર છે.

ઇન્કમ સ્લેબ ટેક્સ રેટ
2.5 લાખ રૂપિયા સુધી 0
2.5- 5 લાખ રૂપિયા સુધી 5 %
5 લાખ-10 લાખ 20 %
10 લાખથી વધુ 30 %
X
Tax exemption limit may be raised from Rs 2.5 lakh to Rs 3 lakh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી