બજેટ રજૂ કરવાની પરંપરા તોડી શકે છે નાણા મંત્રી, હિંદીમાં વાંચી રચી શકે છે ઈતિહાસ

FM Arun Jaitley may be place his budget speech in Hindi

બજેટ રજૂ કરવાની પરંપરા તોડિ શકે છે નાણા મંત્રી, હિંદીમાં વાંચી રચી શકે છે ઈતિહાસ.1લી ફેબ્રુઆરીએ મોદી સરકારનું અંતિમ સંપૂર્ણ બજેટ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી રજૂ કરશે. ત્યારે આ બજેટમાં નાણા મંત્રી પણ વડાપ્રધાનના માર્ગે ચાલે તેવી શક્યતા છે. પીએમ મોદી દરેક મોટા આયોજન અને સમારંભોમાં હિંદીમાં ભાષણ આપવાને મહત્વ આપે છે.

Divyabhaskar.com

Jan 31, 2018, 11:24 AM IST

નવી દિલ્હીઃ 1લી ફેબ્રુઆરીએ મોદી સરકારનું અંતિમ સંપૂર્ણ બજેટ કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી રજૂ કરશે. ત્યારે આ બજેટમાં નાણા મંત્રી પણ વડાપ્રધાનના માર્ગે ચાલે તેવી શક્યતા છે. પીએમ મોદી દરેક મોટા આયોજન અને સમારંભોમાં હિંદીમાં ભાષણ આપવાને મહત્વ આપે છે. ત્યારે જેટલી પણ ગુરૂવારે રજૂ થનારા બજેટમાં હિંદીમાં ભાષણ આપી શકે છે. જો જેટલી હિંદીમાં બજેટ રજૂ કરશે તો તે એક ઈતિહાસ બની શકે છે.

ઈતિહાસ રચી શકે છે જેટલી


- પ્રાપ્ત થતી માહિતી મુજબ ફાયનાન્સ મિનિસ્ટર આ વખતે બજેટ અંગ્રેજીની જગ્યાએ હિંદીમાં રજૂ કરી શકે છે.
- આઝાદ ભારતના ઈતિહાસમાં અત્યારસુધીના તમામ નાણા મંત્રીઓએ અંગ્રેજીમાં જ બજેટ રજૂ કર્યું છે. ત્યારે જો જેટલી હિંદીમાં બજેટ રજૂ કરશે તો તેઓ દેશના પહેલાં નાણા મંત્રી હશે જેને પોતાનું બજેટ હિંદીમાં રજૂ કર્યું હોય.

લોકોની રૂચિ વધારવાના કરી શકે છે પ્રયાસ

- સામાન્ય રીતે બજેટમાં સામાન્ય માણસને ઓછો રસ હોય છે. અને તેમાં પણ અંગ્રેજીમાં બજેટ રજૂ થતાં આ રસ ઘણો જ ઘટી જતો હોય છે.
- ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ જેટલીની હિંદીમાં ભાષણ આપવાની રણનીતિ એ છે કે સામાન્ય લોકો પણ બજેટ પ્રત્યે રૂચિ ધરાવે, ખાસકરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો.
- મોદી સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. ત્યારે આ બજેટથી સરકાર લોકસભા ચૂંટણી પહેલાં લોકોને લુભાવવાના પ્રયાસો કરશે. બજેટમાં કૃષિ એક મહત્વનું સેકટર હોય છે ત્યારે ચૂંટણી પહેલાં આ સેકટરને વિશેષ મહત્વ મળી શકે છે.
- ત્યારે જો જેટલી હિંદીમાં બજેટ રજૂ કરે તો સામાન્ય વર્ગના લોકો બજેટ પ્રત્યે રૂચિ રાખશે, ખાસકરીને ખેડૂત વર્ગ બજેટને લઈને પોતાનો રસ વધારી શકે છે.
- જો કે નાણા મંત્રી જેટલી પોતાનું બજેટ ભાષણ વાંચે છે ત્યારે ક્યારેક ક્યારેક હિંદીમાં બોલે પણ છે અને તેઓએ છેલ્લાં ત્રણ બજેટમાં અનેક વખત શાયરી પણ રજૂ કરી છે.

સંબંધિત સ્ટોરીના ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

X
FM Arun Jaitley may be place his budget speech in Hindi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી