UK: ‘મિસ ગ્રેટ બ્રિટન’એ રિયાલીટી શોમાં કર્યું સેક્સ, છિનવાયો તાજ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડનઃ લાઇવ ટીવી શો પર સેક્સ મામલે ફસાયા બાદ મિસ ગ્રેટ બ્રિટેન ઝારા હોલેન્ડનો તાજ છીનવી લેવાશે. ITV2 પર ટેલિકાસ્ટ થનારા પ્રખ્યાત ટીવી સિયાલિટી શો ‘લવ આઇલેન્ડ’માં ઝારા એક કન્ટેસ્ટન્ટ સાથે સેક્સ કરતી નજરે પડી હતી. જે બાદ તેની ભારે ટિકા પણ થઇ હતી.
સેક્સ પર પછતાવો
- ઝારા થોડા દિવસ પહેલા જ શોમાં આવેલા એલેક્સ બોવેન(ઉ.વ.24) સાથે સેક્સ કરતી જોવા મળી. ગુરૂવારે આ શો ટેલિકાસ્ટ થયો હતો.
- ખિતાબ છીનવાઇ જવાના સમાચાર મળતાની સાથે જ ઝારાએ આ મામલે અફસોસ વ્યક્ત કર્યો. એલેક્સે પણ કહ્યું કે તે આવું નહોતો ઇચ્છતો, પણ આ થઇ ગયું.
- ઝારાએ કેમેરા સામે કહ્યું કે ‘તમે જાણો છો કે એ ક્ષણે આવું થઇ જાય છે. હું આવી નથી. એ રાતે અમે બન્ને ઊંઘી કેમ ના ગયા? ’
- બીજી બાજુ, રનર અપ ડીયોન રોબસ્ટર્નને મિસ ગ્રેટ બ્રિટન જાહેર કરવામાં આવશે.
- ડીયોન મિસ નોર્થ લેનર્કશર રહી ચૂકી છે અને હવે વે મિસ વર્લ્ડ કોમ્પેટિશનમાં ભાગ લઇ રહી છે.

નેશનલ ટીવી પર સેક્સનું પ્રદર્શન ખોટી વાત

-મિસ ગ્રેટ બ્રિટન આયોજીત કરનારી મોડેલઝેડ ઇવેન્ટ્સ લિમિટેડે સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે ‘બ્યૂટી પેજન્ટ થકી મોર્ડન સોસાયટીમાં પોઝિવિટી પ્રમોટ કરવા બદલ અમને ગર્વ છે. વિનર પાસે પોઝિટિવ ફિમેલ રોલ મોડલ બનવાની આશા વ્યક્ત કરાય છે. હાલમાં જ જનરલ પબ્લિક ઉપરાંત ઓર્ગેનાઇઝેશનના કેટલાય લોકોએ ઝારાને લઇને ખરાબ ફિડબેક આપ્યા. પોઝિટિવ રોલ મોડેલ તરીકે અમે ઝારાને પ્રમોટ કરી ના શકીએ.’
- સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે ‘ઝારા સમજે છે કે દરેક માણસ ભૂલો કરે છે. જોકે, મિસ ગ્રેટ બ્રિટનની એમ્બેસેડર તરીકી ઝારાની જવાબદારી બને છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે અમને સેક્સ સાથે કોઇ વાંધો નથી. પણ, નેશનલ ટીવી પર તેનું પ્રદર્શન અયોગ્ય છે.’
સોશિયલ મીડિયા પર ઝારાની ફેવર
- ઝારાનો ખિતાબ છિનવી લેવાની બાબતે સોશિયલ મીડિયા પર મિક્સ રિએક્શન આવી રહ્યાં છે.
- કેટલાક લોકોએ આ મુદ્દે ગુસ્સો જાહેર કર્યો અને બ્યૂટી પીજેન્ટ ઓર્ગેનાઇઝેશનને રૂઢીવાદી ગણાવ્યું.
- કેટલાક યુઝર્સે કહ્યું કે ઝારા એક સેક્સ્યુઅલ એમ્પાવર્ડ મહિલા છે અને આવી રીતે તેને જાહેરમાં શરમમાં મુકવી ખોટી વાત છે. યુઝર્સે સવાલ પણ ઉઠાવ્યો કે ઝારા સાથે ઇન્વોલ્વ પુરૂષને શું સજા કરાશે?
આગળની સ્લાઇડમાં જુઓ... ઝારાની કેટલીક તસવીરો...


અન્ય સમાચારો પણ છે...