યુ-ટ્યૂબ બન્યું ભીષણ લડાઇનું મેદાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સિરિયાના ગૃહયુદ્ધમાં સોશિયલ મીડિયા દ્વારા ભયાનક હિંસાનો પ્રચાર થઇ રહ્યો છે.
-યુ-ટ્યૂબ પર વિકૃત વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.
-અગાઉ કોઇ યુદ્ધમાં એવું જોવામાં આવ્યું નથી.

૨૭ સેકન્ડની એક વીડિયો ફૂટેજ સિરિયામાં સરકારી સૈનિકો અને બળવાખોરો વચ્ચે ચાલી રહેલી લડાઇની ભયાનક દુષ્ટતાનો ઘટસ્ફોટ કર્યો છે. યુ-ટ્યુબ પર પોસ્ટ વીડિયોમાં બળવાખોર કમાન્ડર ખાલિદ અલ હમદને એક મૃત સૈનિકના શરીરના અંગને દાંતથી કાપીને ખાતા બતાવવામાં આવ્યા છે. ૧૨ મે એ ઓનલાઇન પોસ્ટ કરાયેલા વીડિયો પર અત્યારે પણ ચર્ચા ચાલી રહી છે. સિરિયાના રાષ્ટ્રપતિ અસદના સમર્થકોએ એ બતાવવા માટે વીડિયો પોસ્ટ કર્યો છે કે, બળવાખોરોનું નેતૃત્વ આતંકવાદીઓ અને ઠગોના હાથમાં છે. અસદવિરોધી ફ્રી સિરિયન આર્મીએ પણ વીડિયોની ટીકા કરી છે પરંતુ બળવાખોરો પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓએ અસદ શાસનના અત્યાચારોનો બદલો અત્યાચારોથી લે વા માટે અલહમદની પ્રશંસા કરી છે.

અલ હમદને કોઇ અફસોસ નથી. તેને ટાઇમને કુસયર શહેરથી સ્કાઇપ પર બતાવ્યું કે, વીડિયોમાં સૈનિકનું માંસ ખાતા દેખાડવામાં આવેલી વ્યક્તિ એ જ છે. હમદનું માનવ માંસ ભક્ષણ દર્શાવે છે કે, સિરિયાઇ યુદ્ધ કેટલી વિકૃત નિર્મમતાથી લડવામાં આવી રહ્યું છે. આ એ વાતનું સનસનાટીપૂર્ણ ઉદાહરણ છે કે, ટેક્નોલોજી કેવી રીતે બંને પક્ષો વચ્ચે બર્બરતા ભડકાવી શકે છે. વીડિયો કેમરાથી સુસજજ ફોનની સહજ ઉપલબ્ધતાનું પરિણામ એવી િકલપ છે, જેમાં કાન, આંગળીઓ કાપવી, શરીરમાંથી અંગ કાઢવા સહિત અત્યંત ક્રૂર દ્રશ્યોની ભરમાર છે. સરકારી સૈનિક અને બળવાખોરો યુદ્ધ અપરાધ કરી રહ્યા છે અને તેને ઇન્ટરનેટ પર દેખાડી રહ્યા છે. બ્રિટન સ્થિત સ્વતંત્ર ગ્રુપ સિરિયાઇ માનવાધિકાર ઓબ્ઝરવેટરીના ડાયરેકટર રમી અબ્દુલ રહમાન બતાવે છે કે, મેં બન્ને પક્ષોના આવા સેંકડો વીડિયો જોયા છે. જો આરબ દેશોમાં શરૂ થયેલા બળવાના મોજા (આરબ સ્પ્રિંગ)એ પ્રથમ ફેસબુક ક્રાંતિને જન્મ આપ્યો છે તો, સિરિયા પ્રથમ યુ-ટ્યુબ યુદ્ધની કગારે છે. સિરિયન ઓબ્ઝરવેટરી મુજબ તાજેતરના મહિનાઓમાં અત્યારોમાં ભારે વધારો થયો છે. યુદ્ધ દરમિયાન ઇન્ટરનેટ પર ક્રૂરતાનું પ્રથમ ર્દશ્ય એપ્રિલ ૨૦૧૧માં બહાર આવ્યું હતું જ્યારે યુ-ટ્યુબના એક વીડિયો પર અસદના સૈનિકો દ્વારા મારી નાખવામાં આવેલા એક ૧૩ વર્ષીય કિશોરનું વિકૃત શબ દેખાડવામાં આવ્યું હતું. આ વીડિયોએ લોકોને અસદ સરકાર સામે સંગિઠત કરી દીધા હતા. યુ-ટ્યુબ અને અન્ય સાઇટ પર સરકારી સૈન્યના અમાનવીય અત્યાચારોની અસંખ્ય ફૂટેજ છે. - સાથે રામી આયશા, મેસિમો કેલાબ્રેસી, એલિસ પાર્ક.

શું કરે સોશિયલ મીડિયા
બ્રાયન વોલ્શ : કમાન્ડર ખાલિદ અલ સમદના વિકૃત અને ક્રૂર કૃત્યો દેખાડનાર ગ્રાફિક વીડિયોને ૮.૮૫ લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર નિયંત્રણના સ્પષ્ટ નિયમોના અભાવને કારણે એવું થઇ રહ્યું છે.

યુ-ટ્યુબ પર દર મિનિટે ૭૨ કલાક સુધી જોવામાં આવનારા વીડિયો અપલોડ કરવામાં આવે છે. આ કારણે સાઇટ માટે બિનજરૂરી કન્ટેન્ટ જારી કરતા પહેલા જોવાનું મુશ્કેલ છે. યુ-ટ્યુબના એક પ્રવકતાએ જણાવ્યું કે, વિશ્વભરમાં લોકો કુદરતી આપત્તિઓ, યુદ્ધો અને માનવ અધિકારોના ભંગની ઘટનાઓની યુ-ટ્યુબ પર નોંધ કરાવે છે.

મેક્સિકોમાં એક મહિલાનું માથું વાઢી નાખનારી ક્લિપ બતાવવા અંગે કેટલાક યુઝર્સ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા પછી ફેસબુકે તાજેતરમાં જ શરીરનાં અંગો કાપી નાખવાના વીડિયો હટાવવાનો નિર્ણય લીધો છે પરંતુ અન્ય હિંસક ગ્રાફિક વીડિયો યથાવત રહેશે. યુ-ટ્યુબને સમાન ફેસબુકનું પણ કહેવું છે કે, જનહિતમાં તેનાથી ભૂલ થાય છે. ફેસબુક પર દર મહિને ૩૦ અબજથી વધુ કન્ટેન્ટ શેર કરવામાં આવે છે.