• Gujarati News
  • Female Refugee Tells How They Fled The N.Korea And Reality Of The Nation

ડાર્કેસ્ટ પ્લેસ ઈન ધી વર્લ્ડ: જ્યાં હોલિવૂડની ફિલ્મ જુઓ તો સરકાર ગોળીએ દે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીરઃ ઉત્તર કોરિયાની યોમની પાર્ક
ડબલિનઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કેટલો ક્રુર છે એ વાતનો અંદાજો એટલા પરથી જ લગાવી શકાય કે અહીં હોલિવૂડની ફિલ્મ જોનારાઓને સરાજાહેર ગોળીએ દઈ દેવાના આદેશ અપાય છે. ઉત્તર કોરિયાના સરમુખત્યારોને પશ્ચિમી દેશોના રીતી રિવાજો અને વાણી વર્તનનું અનુકરણ કરવાનું બિલકુલ પસંદ નથી. અહીં કાનાફુસી કરનારાઓને પણ ભારે ક્રુર સજા કરવામાં આવે છે.

ઉત્તર કોરિાયની 21 વર્ષની મહિલા શરણાર્થીએ પોતાના દેશ અને ત્યાની સરમુખત્યાર સરકાર અંગે ભારે ચોંકવાનારા ખુલાસા કર્યા છે. ગત શનિવારે ડબલિનમાં આયોજીત વન યંગ વર્લ્ડ સમિટ 2014માં જ્યારે યોમની પાર્કમાં પોતાની સ્પિચ આપવાનું શરૂ કર્યું તો તેની આંખોમાંથી આંસુ સુકાવાનું નામ નહોતા લેતા. તેણે જણાવ્યુ કે બર્બર સરમુખત્યાર કિમ જોગ ઈલના શાસનમાં તેના પરિવાર અને તેના મિત્રોની હાલત ખરાબ થઈ ગઈ હતી. પાર્કે જણાવ્યું કે દુનિયાનો કોઈ દેશ એવો નથી જ્યાં ઈન્ટરનેટ બંધ હોય. ગીતો, પુસ્તકો, ઈન્ટરનેશનલ ફોન કોલ્સ તેમજ વોઈસ ઓપિનિયન પર પ્રતિબંધ હોય. જોકે, ઉત્તર કોરિયા આ બધામાં અપવાદ છે.

ભયાનક ભયમાં જીવી રહ્યાં છે ઉત્તર કોરિયાના નાગરિકો
પાર્કે જણાવ્યું કે ઉત્તર કોરિયાના લોકો સતત ભયના પડછાયા હેઠળ જીવી રહ્યાં છે. તેઓ જાણે છે કે તાનાશાહ વિરુદ્ધનો એક પણ શબ્દ તેમને મોતના મોંમાં ધકેલી શકે છે. પાર્કના જણાવ્યા અનુસાર ઉ.કોરિયામાં જન્મ સાથે જ સરકાર દ્વારા માનસિક અપહરણ કરી લેવાય છે. અને એટલે જ ત્યાં આઝાદી કે માનવાધિકાર જેવા શબ્દો કોઈએ સાંભળ્યા જ નથી. પાર્કે આંસુઓ સાથે કહ્યું કે તે જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેની માતાએ તેને બચાવવા માટે પોતાના પર બળાત્કાર ગુજારવાની મંજૂરી આપી હતી.

આગળ વાંચો... આખા ઉત્તર.કોરિયામાં જ એક જ ટીવી ચેનલ