• Gujarati News
  • Worse Condition Of Central African Republic Refugees

આ દેશમાં મોત લે છે રાસડાઃ નર્કથી બદતર સ્થિતિની તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે દેશમાં ગૃહયુદ્ધ ફાંટી નિકળે એ દેશની સ્થિતિ ભારે ભયાનક બની જતી હોય છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક(CAR) નામના દેશની બાબતમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. અહીંની હિંસાએ લોકોને બદહાલી, ભુખમરો એવો તે ભેંટમાં આપ્યો છે કે ક્ષણે ક્ષણે માનવતા હણાઈ રહી છે. મરી રહી છે. લોકો અહીંની નર્કથી પણ બદતસ સ્થિતિમાંથી બચવા માટે પડોશી રાષ્ટ્રો તરફ દોટ લગાવી રહ્યાં છે. પરિણામે, પડોશમાં આવેલા કેમરૂન દેશમાં CARમાંથી આવેલા શરણાર્થીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે.

જોકે, સ્થિતિ માત્ર આટલેથી જ નથી અટકતી. ગૃહયુદ્ધની ગર્તામાંથી ભાગીને શરણાર્થી કેમ્પ્સમાં આશ્રય મેળવનારા લોકોમાંની પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા નથી મળતો. અહીં, પણ હિંસા અને હત્યાના ડરને કારણે તેમને સપ્તાહો સુધી જંગલો અને ખુલા આકાશના નિચે દિવસો ગાળવા પડે છે. એટલું જ નહીં, આ કેટલા સમય સુધી આ લોકો ભુખ્યા ને તરસ્યા રહેતા હોય છે એ બસ તેઓ જ બતાવી શકે છે. ભુખ વેઠી વેઠીને તેની શારીરિક સ્થિત ભારે દયાજનક બની ગઈ છે.
યુએન રેફ્યુજી એજન્સીના મતે કેમરૂનમાં 40 ટકા બાળકો કુપોષણનો શિકાર છે. ડોક્ટરોની એક ટિમ સાથે યુએનએચસીઆર તરફ અને કેમરૂનના પૂર્વિ શહેર બટોરીમાં એક ન્યુટ્રિશિયનની સ્થાપના કરાઈ છે. જ્યાં હાલમાં અહીંના બાળકોની સારવાર કરાઈ રહી છે.
આગળની સ્લાઈડમાં જુઓ CARની બદથી બદતર પરિસ્થિતોનો સામનો કરી રહેલા લોકોની કરૂણ તસવીરોઃ