વિશ્વની સૌથી નાની કાર: ઊંચાઈ માત્ર ૧૮ ઈંચ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાપાનમાં તૈયાર કરાયેલી મિસાઈ 'ફ્યૂચર’ ગિનિસ બુકમાં વિશ્વની સૌથી નાની કાર હવે માર્ગો પર દોડવા માટે તૈયાર થઈ ગઈ છે. દેખાવમાં રમકડાં જેવી લાગતી આકારની ઊંચાઈ માત્ર ૧૮ ઈંચ છે. જાપાનમાં તૈયાર થયેલી મિસાઈ 'ફ્યૂચર’ માત્ર ૪પ.૨ સેમી (૧૭.૭૯ ઈંચ)ની ઊંચાઈના કારણે ગિનિસ વર્લ્ડ રેર્કોડ્સમાં સ્થાન પામી છે. જાપાનમાં અસાકુશી ખાતે આવેલી ઓકાયામા સાન્યો હાઈસ્કૂલમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમના ર્કોસના ભાગ રૂપે આ કાર તૈયાર કરી છે. આ કાર મુખ્ય છ બેટરીથી ચાલે છે. તેની મોટર અને કંટ્રોલિંગના ભાગો જાપાનની સીક્યૂ મોટર્સ દ્વારા તૈયાર કરાયેલી 'ક્યૂ-કાર’માંથી લેવામાં આવ્યા છે જ્યારે સ્વીસનું કોન્સોલ એક મોટરબાઈકમાંથી લેવામાં આવ્યું છે. આ કારની ચેસિસ, બોડી, સસ્પેન્શન, સ્ટીઅરિંગ સિસ્ટમ, લાઈટ્સ, સીટ અને અન્ય ભાગો હાઈસ્કૂલમાં તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ સૌથી નાની કાર તૈયાર કરવાનો વિક્રમ બ્રિટનના એન્ડી સૌન્ર્ડેસના નામે છે જેણે માત્ર ૨૧ ઈંચ ઊંચાઈની કાર બનાવી હતી. ૪૩ વર્ષીય એન્ડીએ ફિઆટ ૧૨૬નો ઉપયોગ કરીને માત્ર ત્રણ દિવસમાં આ કાર તૈયાર કરી હતી જેને 'ફ્લેટ આઉટ’ નામ આપ્યું હતું.