ગોલ્ડ-ડાયમંડથી સજાવેલો વિશ્વનો સૌથી મોંઘો કાર ટાયર સેટ, 4 કરોડમાં વેચાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ દુબઇમાં વિશ્વનો સૌથી મોંઘો 4 ટાયરનો સેટ 6 લાખ ડૉલર (અંદાજે 4.01 કરોડ રૂપિયા)માં વેચાયો છે. આ ટાયર સેટની વિશેષતા એ છે કે ટાયર્સને સોના અને હીરાથી સજાવવામાં આવ્યા છે. વિશ્વના સૌથી મોંઘા કાર ટાયર સેટ તરીકે તેમને ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ ટાયર્સ જ્યાં બન્યા છે તે ઝેડ ટાયર્સ નામની કંપનીના માલિક મૂળ ભારતીય શીખ છે. આ કારણથી છે આટલી ઊંચી કિંમત...
- ટાયર્સ પર 24 કેરેટ ગોલ્ડનું લીફિંગ (સોનાનો ઢોળ) કરેલું છે.
- અબુ ધાબીમાં પ્રેસિડેન્શિયલ પેલેસ ડેકોરેટ કરનારા કારીગરોએ આ લીફિંગ કર્યું હતું.
- તેના પર ડાયમંડ જડવાનું અને સજાવટનું કામ ઇટાલીના એક્સક્લુઝિવ જ્વેલર્સે કર્યું હતું.
- દુબઇના રેઇફેન ટ્રેડ ફેરમાં આ ટાયર્સ વેચવામાં આવ્યા હતા.

ટાયર્સના વેચાણથી મળેલા 4 કરોડ રૂપિયાનું કરાશે દાન
- પવિત્ર રમઝાન માસ નિમિત્તે ટાયર્સના વેચાણથી મળેલા 4 કરોડ રૂપિયાનું ઝેડ ટાયર્સ દ્વારા ઝેનિસેસ ફાઉન્ડેશનને દાન કરાશે.
- આ ફાઉન્ડેશન દુનિયાભરમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે કાર્યરત છે.
- ઝેડ ટાયર્સની ઑનર કંપની ઝેનિસેસ છે. ભારતીય મૂળના હરજીવ કંધારી તેના માલિક છે.
વધુ ફોટોગ્રાફ્સ માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...