વિશ્વનો સૌથી વિશાળ સ્વિમિંગ પૂલ, ઓલિમ્પિકના 20 પૂલ કરતાં પણ વિશાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ચિલીના સેન ઓલફોન્સો ડેલ માર રિસોર્ટમાં બન્યો વિશ્વનો સૌથી વિશાળ સ્વિમિંગ પૂલ)
અલગારોબોઃ ચિલીના સેન ઓલફોન્સો ડેલ માર રિસોર્ટમાં બન્યો છે વિશ્વનો સૌથી વિશાળ આઉટડોર સ્વિમિંગ પૂલ. સ્વિમિંગ પૂલ કદમાં ઓલિમ્પિકના 20 સ્વિમિંગ પૂલ કરતાં પણ વિશાળ છે. ચિલીના અલગારોબો શહેરમાં પેસિફિક સમુદ્રના કિનારે બનેલ આ પૂલમાં અંદાજે 660 લાખ ગેલન સમુદ્રનું પાણી ભરવામાં આવ્યું છે. લગભગ પાંચ વર્ષ સુધી નિર્માણ કાર્ય ચાલ્યા બાદ આ સ્વિમિંગ પૂલ પર્યટકો માટે ડિસેમ્બર 2006માં શરૂ થયું.

આ પૂલમાંથી પાણી કાઢવાનું અને ભરવાનું કામ કમ્પ્યૂટર સિસ્ટમથી કંટ્રોલ થાય છે. જે પાણીને ફિલ્ટર કરવા માટે પૂલમાં એક તરફથી પાણી બહાર છોડવામાં આવે છે, જ્યારે બીજી તરફથી સમુદ્રનું સાફ પાણી અંદર ખેંચવામાં આવે છે. સામાન્ય રીતે સ્વિમિંગપૂલનું પાણી તડકાને કારણે સમુદ્રના પાણી કરતા 9 ડિગ્રી વધુ ગરમ હોય છે.
પૂલની કેટલીક ખાસિયતો

લંબાઇઃ 3,323 ફૂટ
ક્ષેત્રફળઃ 20 એકર
ક્ષમતાઃ 660 લાખ ગેલન પાણી
તાપમાનઃ 26 ડિગ્રી સેલ્સિયસ
બાંધકામ ખર્ચઃ 20 લાખ પાઉન્ડ (20 કરોડ રૂપિયા)
બાંધકામનો સમયગાળોઃ અંદાજે પાંચ વર્ષ
સ્લાઇડ બદલોને જુઓ વિશ્વના સૌથી વિશાળ સ્વિમિંગ પૂલની તસવીરો