૨પ ફૂટ લાંબો વિશ્વનો સૌથી મોટો બંધક સાપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુએસએના કેન્સાસ શહેરમાં ૨પ ફૂટ લાંબો આ સાપ એજ ઓફ હેલ હન્ટેડ હાઉસમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. વિશ્વમાં બંધનમાં રહેલા સૌથી લાંબા સાપ તરીકે આ સાપને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. મેડુસા નામના આ માદા સાપને ઊંચકવા માટે ૧પ માણસોની જરૂર પડે છે અને તેનું વજન ૧૩૬ કિલોગ્રામ છે અને અઠવાડિયામાં એક વખત ૧૮ કિલો જેટલું ભોજન લે છે. જોકે તે શિકાર કરે ત્યારે એક જ વખતમાં ૪પ કિલોથી વધુ વજનના પ્રાણીને પણ ખાવાની ક્ષમતા ધરાવે છે.