તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વપ્રસિદ્ધ ટાઈમ મેગેઝિન 18 હજાર કરોડમાં વેચાઈ ગયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂયોર્ક: સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત અમેરિકાના મીડિયા ગ્રૂપ ‘ટાઈમ’ને મેરડિથ કૉર્પોરેશને ખરીદી લીધું છે. મેરડિથ પણ મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની છે. ટાઈમ-મેરડિથ વચ્ચે 18 હજાર કરોડ રૂપિયામાં ડીલ થઈ. ટાઈમ ગ્રૂપના 95 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત તેના માલિક બદલાશે. અત્યાર સુધી માલિકીહક ટાઈમ ઈનકૉર્પોરેટેડ કંપની પાસે હતો. મેરડિથ ગ્રૂપ પહેલાં પણ બે વખત ટાઈમને ખરીદવાનો પ્રયાસ કરી ચૂકી છે. 

 

આ વખતે મેરડિથને અમેરિકાના મોટા બિઝનેસમેન કૉશ બ્રધર્સનો સાથ મળ્યો અને ડીલ સફળ થઈ. કૉશ બ્રધર્સ એટલે કે ચાર્લ્સ કૉશ અને ડેવિડ કૉશ પણ મીડિયા પબ્લિકેશનના ક્ષેત્રમાં છે. કૉશ ઈન્ડસ્ટ્રી અમેરિકાની ટૉપ-5 ખાનગી કંપનીઓમાંથી એક છે. 18 હજાર કરોડ રૂપિયાની ડીલમાં કૉશ બ્રધર્સે 5 હજાર કરોડ રૂપિયા લગાવ્યા છે. સ્વાભાવિક છે કે ડીલ કૉશ બ્રધર્સના આવવાથી જ શક્ય થઈ છે. એવામાં અમેરિકાના બિઝનેસ અને મીડિયાના જાણકારોનું માનવું છે કે ટાઈમની સૌથી મોટી પ્રોડક્ટ ટાઈમ મેગેઝિન પર હવે કૉશનું પ્રિન્ટ દેખાશે. 

 

કૉશ બ્રધર્સ આમ તો કન્ઝર્વેટિવ પાર્ટીના સમર્થક રહ્યા છે, જે આ વખતે અમેરિકામાં વિપક્ષની ભૂમિકામાં છે, પરંતુ એક વર્ષથી કૉશ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી તરફ વળ્યા છે. ટાઈમ વેચાયાના સમાચાર બાદ મેગેઝિનના સાયન્સ એડિટર ચાર્લ્સ એલેક્ઝાન્ડરે કહ્યું કે કૉશ બ્રધર્સના આવવાની અસર હવે મેગેઝિનના એડિટોરિયલ પેજ પર પણ ખબર પડશે.


ટાઈમ ગ્રૂપના મેગેઝિનના ઘટતા સર્ક્યુલેશનના કારણે તે ગ્રૂપના વેચાવાની સ્થિતિ આવી ગઈ. 1922માં સ્થાપિત ટાઈમ ગ્રૂપની ચાર મોટી પ્રોડક્ટ છે, તેમાં મેગેઝિન, વેબસાઈટ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને માસ મીડિયાનો સમાવેશ થાય છે. તેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ગ્રૂપનું મેગેઝિન જ છે. ‘ટાઈમ’ મેગેઝિન સિવાય સ્પોર્ટ્સ, ઈલસ્ટ્રેટેડ, ફૉર્ચ્યૂન, પીપુલ, ઈનસ્ટાઈલ અને ગોલ્ફ મેગેઝિન પણ એલિટ ક્લાસના વાચકોમાં ચર્ચાસ્પદ રહ્યા છે. ‘ટાઈમ’નાં બધાં મેગેઝિનનું સર્ક્યુલેશન છેલ્લાં 5 વર્ષમાં 20 ટકા જેટલું ઘટી ગયું હતું. ટાઈમનું સમગ્ર વિશ્વમાં સર્ક્યુલેશન પણ 3.50 લાખ કૉપીથી ઘટીને 3 લાખ કૉપી સુધી આવી ગયું હતું. 2015માં કંપનીને 500 કર્મચારીઓની છટણી પણ કરવી પડી હતી.
  

અન્ય સમાચારો પણ છે...