ટ્વિટરની ભાષાના આધારે તૈયાર કરાયો વિશ્વનો નકશો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની ઇલીનોએ યુનિવર્સિટીના વિજ્ઞાની કાલેવ લીતારુએ વિશ્વભરમાં ૨૭ ભાષાના આધારે ટ્વિટરનો એક નકશો તૈયાર કર્યો છે. ભાષાઓને રંગોને આધારે વહેંચ્યું છે. તેમણે ૧૫૩ કરોડથી વધુ ટિ્વટના નમૂના લીધા હતા. જોકે આ આંકડો વિશ્વભરમાં થતા ટિ્વટનો માર્ગ ૧૦ ટકા છે. આ ટિ્વટ્સને વિવિધ દેશોના ૭.૧૨ કરોડ લોકોએ મોકલ્યા
હતાં અને આ ડેટા એક મહિનાનો હતો.

- સૌથી વધુ ટિ્વટ ક્યાં

સૌથી વધુ ટિ્વટ જાપાન, અમેરિકા અને યુરોપમાંથી થઈ રહ્યા છે તેથી આ દેશો વિવિધ રંગના દેખાઈ રહ્યા છે.

- સૌથી ઓછા ટિ્વટ ચીનમાંથી

ચીનમાં ઇન્ટરનેટની સ્પીડ અને સુવિધાઓ સારી હોવા છતાં ત્યાં ટિ્વટ પર પ્રતિબંધ હોવાને કારણે સંપૂર્ણ દેશ કાળો દેખાય છે.